મેષઃ વિસ્તૃત સમજ

મેષઃ રાશિની વિસ્તૃત સમજ

મેષઃ મેષ રાશિને દેખાવ ઘેંટા જેવો હોય છે અને તે કાળપુરુષના મસ્તિષ્કના ભાગે રહે છે. તે ઘાસચારાના મેદાની પ્રદેશો અને પહાડો પર ફરે છે. તે ગુપ્ત સ્થાનો, આગ અને ધાતુઓ તેમજ રત્નોની ખાણોમાં રહે છે.

રાશિચક્રની પ્રથમ રાશિ હોવાથી તે કાચી ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે જે બ્રહ્માંડના નિર્માણનું પ્રથમ પગલું છે. મેષ રાશિમાં જન્મતા જાતકો કર્તા હોય છે. મેષ રાશિવાળા જાતકો આવેશપૂર્ણ, સહજ, હઠીલા અને ક્યારેક ક્યારેક સ્વાર્થી પણ હોય છે.

તેઓ હંમેશા નીડર અને સાહસિક હોય છે, અને ક્યારેય દ્વેષ ભાવ નથી રાખતા. નેતાગીરીનો ગુણ જન્મથી જ ધરાવતા મેષ જાતકો તેમના કામ અને ઉપસ્થિતિનો અહેસાસ કરાવે છે. તેઓ પોતાની શરતે જીવન જીવે છે અને તે મુદ્દે કોઈપણ પ્રકારે સમાધાન નથી કરતા.

મેષ જાતકોને કંઈક હાંસલ કરવું હોય ત્યારે તેઓ પોતાની સફળતાના માર્ગે વધુ મક્કમ બની જાય છે. તેઓ દરેક બાબતે ભૌતિક પ્રતિક્રિયા આપે છે. કોઈપણ બાબતનો બૌદ્ધિક રીતે ઉકેલ લાવવા માટે તેઓ સમય લે તે પહેલા જ કંઈ હાંસલ કરવા માટે તેઓ ઉતાવળા બની જાય ત્યારે તેમનો લાગણીનો આવેશ સ્પષ્ટ જોવા મળે છે. સ્વભાવે તેઓ લાગણીશીલ અને ધગશવાળા હોય છે. તેમનો આ ગુણ લોકોને પ્રેરણા આપે છે અને અન્યને ખુશ કરી દે છે પરંતુ વાસ્તવમાં આ તેમની અધીરાઈ અને અવિચારી ભર્યુ વર્તન છે, જે કોઈપણ વ્યક્તિને મુંઝવણમાં મુકી દે છે. જોકે તેઓ નિરાશા કે ગુસ્સો ઝડપથી ભુલી જાય છે. તેમનો અતિઉત્સાહ મોટાભાગે ઝડપથી શમી જાય છે અને તેઓ કોઈપણ બાબતમાં જેટલો ઝડપથી રસ લે છે એટલા જ જલદી તેનાથી દૂર પણ થવા લાગે છે.

સક્રિય, તેજસ્વી, અતિઉત્સાહી, ઉર્જાવાન, એથલેટિક, આકર્ષક, હિંમતવાન, આશાવાદી અને મૈત્રિપૂર્ણ મેષ જાતકો જીવનની દરેક બાબતોમાં ભાગ લે છે. મોટાભાગે જ્યાં અન્ય લોકો ધીમે આગળ વધતા હોય છે ત્યાં મેષ જાતકો કઠીન યોજનાઓને પણ શરૂ કરતા અચકાતા નથી. જોકે, જ્યારે વધુ પડતું ધ્યાન આપવાની નોબત આવે ત્યારે મેષ જાતકો ગમે તેમ કરીને તેનો અંત લાવે અથવા તેમાં ઓછો રસ લેવા લાગે તેવું પણ બને છે.પોતાની ક્ષમતા કરતા વધારે કામ કરવાની વૃત્તિ પણ તેમનામાં જોવા મળે છે. કંઈપણ કામ શરૂ કરતા પહેલા તેઓ આ કામ પુરુ કરી શકશે કે નહીં તેનો વિચાર નથી કરતા. અન્ય લોકો તેમને કાયમ માટે પ્રેરણા આપે તેવી તેઓ અપેક્ષા રાખે છે અને પોતે કોઈપણ વિષયથી દૂર ભાગે તેનું કારણ શોધવા માટે પણ તેઓ અસમર્થ હોય છે, તેઓ આળસુ પણ હોય છે.

મેષ જાતકો ક્યારેય નવા પ્રયોગો કરવાથી છટકવાનો પ્રયાસ નથી કરતા. તેઓ પોતાનો અભિગમ રજૂ કરે ત્યારે તેને અભિમાની કે પ્રભાવી પણ માનવામાં આવે છે, પરંતુ એક નેતા તરીકે તેઓ તેના પર વધારે ધ્યાન આપે છે. દિલથી તેઓ ખૂબ જ રોમોન્ટિક હોય છે અને, પ્રિયપાત્ર પ્રત્યે અમર પ્રેમની લાગણી પ્રદર્શિત કરે છે. તેમને પ્રેમનું વચન પાળવાનું ખૂબ જ ગમે છે. તેમના આદર્શ જીવન સાથી મેષ, સિંહ, ધન અને વૃશ્ચિક રાશિના જાતકો બની શકે છે. તેઓ પોતાના સાથીની ખૂબ જ કાળજી રાખે છે અને જીવનસાથી પાસે ઘણી અપેક્ષાઓ પણ રાખે છે. ખાસ કરીને પુરુષ કરતા મહિલા પાત્ર મેષ રાશિનું હોય ત્યારે આ સ્થિતિ વધારે જોવા મળે છે, જેમાં મહિલા પોતાના જીવનસાથીની આદતો અનુસાર પોતાનામાં ફેરફાર કરે છે. બીજી તરફ મેષ રાશિના પુરુષોને કોઈપણ પ્રકારે રાહ જોવી નથી ગમતી.

મેષ સાપ્તાહિક ફળકથન – 17-09-2017 – 23-09-2017

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર