મેષ – મકર સુસંગતતા

મેષ અને મકર રાશિ વચ્ચે સુસંગતતા

મેષ અને મકર રાશિના વ્યક્તિઓ ઘણાં અભિપ્રેરિત હોય છે, તેઓ પોતાના લક્ષ્ય સુધી પહોચવાનો માર્ગ બનાવે છે. સ્વાવલંબી સ્વભાવ, સર્જનાત્મકતા અને સ્વાયત્તતા મેષ રાશિના મુખ્ય સ્વભાવગત લક્ષણો છે, જ્યારે મકર રાશિની વ્યક્તિ હંમેશા વ્યવસ્થિત યોજનાબદ્ધ માર્ગ પર આગળ વધવાનું જ પસંદ કરે છે જે સુસંગત અને સ્થિર હોય. જીવનને માણવા મેષ રાશિની વ્યક્તિ ક્યારેય નાણાંની ચિંતા નહીં કરે જ્યારે મકર જાતકોને ભવિષ્યની સુરક્ષા વિશે ચિંતા રહે છે. આ સંબંધને સફળ બનાવવા કે ધંધામાં ભાગીદારી માટે પણ બંને તરફ ઘણી સહિષ્ણુતતાની જરૂર હોય છે.

મેષ રાશિના પુરુષ અને મકર રાશિની સ્ત્રી વચ્ચેની સુસંગતતા
બંને વ્યક્તિઓ ઘણું સારું વ્યક્તિત્વ ધરાવતા હોવાથી તેમનામાં એકબીજાને આકર્ષવાની ક્ષમતા હોય છે. મેષ રાશિના પુરુષનો ઉડાઉ અને આવેગી સ્વભાવ મકર રાશિની સ્ત્રીને હંમેશા નડ્યા કરે છે. આ મહત્વકાંક્ષી સ્ત્રીનું સૌથી પહેલું કામ હવામાં ઉડતા મેષ રાશિના પુરુષને જમીન પર લાવવાનું હોય છે. પોતાની વાતને વગળી રહેવાની વૃત્તિ તેમની સુસંગતતા પર અસર કરે છે. તેમનો સંબંધ સારો રાખવા સ્ત્રીએ આ અવતરણ યાદ રાખવું જોઇએ કે સારી પત્નિ એ છે જે પોતાની ભૂલ નથી તેમ જાણતી હોવા છતાંય માફી માંગે છે.

મેષ રાશિની સ્ત્રી અને મકર રાશિના પુરુષ વચ્ચેની સુસંગતતા
મેષ રાશિની સ્ત્રી અને મકર રાશિના પુરુષ વચ્ચે કંઇક લાક્ષણિક સંબંધ હોય છે કારણ કે તેઓ બંને એકબીજાથી તદ્દન અલગ હોય છે. મેષ સ્ત્રી ઘણી ઉત્સાહી અને અભિવ્યક્તિ વાળી હોય છે જ્યારે મકર રાશિનો પુરુષ ઘણો અંતર્મુખી પણ કૃતનિશ્ચયી હોય છે. પણ, આપ જાણો છો તેમ બે વિરોધી લક્ષણો ધરાવતા વ્યક્તિઓ એકબીજાથી આકર્ષાતા હોય છે, શક્ય છે કે મેષ રાશિની સ્ત્રી અને મકર રાશિના પુરુષ એકબીજા સાથે એકદમ સારી જોડી બનાવી શકે. ગણેશજીની સલાહ છે કે શાંતિથી જીવન જીવવા માટે બંનેએ ધીરજ અને સહિષ્ણુતા દાખવવી જરૂરી છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

નોકરિયાતોને આ સપ્તાહે વધુ સારું પરિણામ મળશે કારણ કે તમારા નોકરીના સ્થાનમાં મંગળ, સૂર્ય અને શુક્રની યુતિ છે તેમજ સપ્તાહના મધ્યમાં ચંદ્ર પણ અહીં આવે છે. તમારા વિચારોમાં સર્જનાત્મકતા, કાર્ય શૈલીમાં જુસ્સો, ઉપરીઓની કૃપા અને…

મેષ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમસંબંધો માટે સપ્તાહની શરૂઆત અદભુત છે. તમારા દિલમાં પ્રેમની લાગણી ઘણી વધુ રહેવાથી કોઈ ખાસ વ્યક્તિ માટે તમારા દિલમાં વિશેષ જગ્યા રહેશે. પહેલાથી સંબંધોમાં હોય તેમને પણ મુલાકાતોની સંભાવના રહેશે. સપ્તાહના મધ્યમાં બે દિવસ તમે…

મેષ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

રોજિંદી આવક અત્યાર ઘણી સાર રહેશે. ખાસ કરીને છુટક કામકાજોમાં તમે તારીખ 17ના મધ્યાહનથી 19ની સાંજ સુધી સારી કમાણી કરી શકો અથવા આવકના નવા સ્ત્રોતો તૈયાર કરવા માટે આ સમયમાં યોગ્ય આયોજન કરી શકશો. છેલ્લા બે દિવસ ભાગીદારી, નવા કરારો માટે…

મેષ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે શરૂઆતમાં તમે અભ્યાસમાં સારું ધ્યાન આપી શકશો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકો માટે એકંદરે મધ્યનો સમય બહેતર જણાઈ રહ્યો છે. તમને અભ્યાસમાં રુચિ ઓછી રહેવા છતાં અભ્યાસનું મહત્વ સમજીને તેમજ તમારા પર રહેલી અન્ય…

મેષ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે તમારે સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી પડશે કારણ કે તમારા રોગ સ્થાનમાં મંગળ, શુક્ર અને સૂર્યની યુતિ છે તેમજ સપ્તાહના મધ્યમાં ચંદ્ર પણ અહીં આવશે. ખાસ કરીને એસિડિટી, ત્વચાની બીમારી, એલર્જી, ઋતુગત સમસ્યાઓ તમને પરેશાન કરશે….

નિયતસમયનું ફળકથન