મેષ – કર્ક સુસંગતતા

મેષ અને કર્ક રાશિ વચ્ચે સુસંગતતા

જ્યોતિષનો સિદ્ધાંત એવું કહે છે કે મેષ રાશિની વ્યક્તિ પરિવાર સાથે જેટલો લગાવ ધરાવે છે તેટલો કર્ક રાશિની વ્યક્તિ ધરાવતી નથી. મેષ રાશિની વ્યક્તિ પોતાનુ અસ્તિત્વ પોતાની રીતે માણવા માંગે છે જ્યારે કર્ક રાશિની વ્યક્તિ પરસ્પર અવલંબન અને નિકટતા ઇચ્છે છે. મેષ રાશિની વ્યક્તિ મંદ, ઉદાસીન અને સામાન્ય હોય છે જ્યારે કર્ક રાશિની વ્યક્તિ સંવેદનશીલ અને હૂંફ ઝંખનારી હોય છે. આ સંબંધની સુસંગતતાનો આધાર બંને વચ્ચેની સમજણ પણ રહેલો હોય છે. મેષ રાશિની વ્યક્તિ કર્કની વ્યક્તિને કેવી રીતે સ્વાવલંબી બનવું તે શીખવી શકે છે. બદલામાં મેષ રાશિની વ્યક્તિ કર્ક પાસેથી કરૂણાનો ગુણ શીખી શકે છે. મેષ-કર્ક પ્રેમ સંબંધમાં સમાધાનનું મહત્વ વધુ રહે છે. મેષ રાશિએ પોતાની મુક્ત વાણી પર અંકુશ રાખવાનું શીખવું પડે છે, નહીં તો સંવેદનશીલ કર્ક વ્યક્તિને તે પોતાની વાણી દ્વારા વારંવાર દુઃખી કરે. ઉપરાંત, કર્ક જાતકોએ વારંવાર બદલાતા મૂડને અંકુશમાં કરવાનો પ્રયત્ન કરવો જોઇએ.

મેષ રાશિના પુરુષ અને કર્ક રાશિની સ્ત્રી વચ્ચેની સુસંગતતા
મેષ રાશિના પુરુષ સાથે જોડાયેલી કર્ક રાશિની સ્ત્રી તેની કાળજી લેવાનું ઇચ્છે છે. પરંતુ પુરુષ આટલી નિકટતામાં બંધન અને ગુંગળામણ અનુભવે છે. પુરુષ બીજી સ્ત્રીને જુએ કે તેના વખાણ કરે તેનાથી મહિલાને ઇર્ષા થાય છે. કર્ક સ્ત્રી જાતકને કોઇના પર આશ્રિત રહેવુ તેમજ જીવનપર્યત મિત્રતા ગમે છે જ્યારે પુરુષને નવી ઉત્તેજના અને પરિવર્તન ગમે છે. સ્ત્રીને ભાવનાત્મક આધાર મળતા તે પુરુષને જોઇતી સ્વતંત્રતા આપી દે તો આ સંબંધ સારી રીતે આગળ વધી શકે છે.

મેષ રાશિની સ્ત્રી અને કર્ક રાશિના પુરુષ વચ્ચેની સુસંગતતા
આ સંબંધની સુસંગતતા પર સ્ત્રીના મોજ-મસ્તી ઝંખતા વલણ અને પુરુષના માલિકીભાવની ખરાબ અસર થઇ શકે છે. શારીરિક સુસંગતતા અને એકબીજા તરફ આકર્ષણ છતાં જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ ખુબજ સારો પ્રેમ સંબંધ કહી શકાય નહીં. મેષ રાશિના પુરુષો સૌથી વધુ પ્રામાણિક અને ભરોસાપાત્ર ગણાય છે છતાં કેટલીક સમસ્યાઓ ઉદભવે છે. બંને જીદ્દી અને કૃતનિશ્ચયી હોય છે અને આ વાત આ બંને વચ્ચેની સુસંગતતા માટે યોગ્ય નથી. થોડુ સમાધાન કરવામાં આવે તો સંબંધમાં સુમેળ જાળવી શકાય છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

તમારા કામકાજમાં અથવા કામના સ્થળમાં અણધાર્યું પરિવર્તન આવી શકે છે. કદાચ ઉપરીઓ આપની પ્રગતી ઈચ્છીને આપને વધુ જવાબદારી અને નવો હોદ્દો સોંપશે. શરૂઆતમાં આ પરિવર્તન તમને નહીં ગમે પરંતુ તેને અપનાવવામાં તમારી ભલાઈ છે. હાલમાં તમારે એવા…

મેષ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

સંબંધોમાં આ સપ્તાહ મિશ્ર ફળદાયી છે. પહેલા દિવસે પરિવાર સાથે ચર્ચા કરવામાં વાણીને અંકુશમાં રાખવી. આમ પણ હાલમાં તમારી વાણીમાં ઉગ્રતા થોડી વધી હશે માટે વાણીનો સંયમ સંબંધોને ટકાવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તારીખ 18 અને 19ના રોજ…

મેષ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

શરૂઆતમાં પરિવાર પ્રત્યે તમે વધુ લાગણીશીલ રહેશો માટે તેમની ખુશી અથવા જરૂરિયાતો સંતોષવા તમે વધુ ખર્ચ કરો પરંતુ તેનો શ્રેય ન મળે તેવું બની શકે છે. તારીખ 18 અને 19 સંતાનો પાછળ ખર્ચનો સંકેત આપે છે. રોજિંદી આવકમાં વધારો કરવા માટે તારીખ 20…

મેષ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે પહેલા દિવસે અભ્યાસમાં તમને ઓછી રુચિ રહેશે પરંતુ ત્યારપછીના બે દિવસ ગમ્મત સાથે જ્ઞાન મેળવવાના છે. તમારું બૌદ્ધિકચાતુર્ય સારું રહેશે અને સાથે સાથે પુરા જોશ અને અભિનવ શૈલીથી તમે અભ્યાસ કરશો. બેશકપણે તેની સારી અસર તમારા…

મેષ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહના પ્રારંભમાં પાણીના કારણે થતી સમસ્યાઓ, લીવરમાં સોજો અથવા કફની સમસ્યા પરેશાન કરી શકે છે. જોકે આ સમય ઘણો ટુંકો રહેશે. ગર્ભવતી મહિલાઓને તારીખ 18 અને 19ના રોજ વધુ કાળજી લેવાની સલાહ છે. તારીખ 20થી 22ના મધ્યાહન સુધી તમારા રોગ…

નિયતસમયનું ફળકથન