મેષ – મેષ સુસંગતતા

મેષ અને મેષ રાશિની સુસંગતતા

નાના બાળકનું પ્રતિનિધિત્વ કરતી રાશિ ચક્રની આ સૌથી પહેલી રાશિના જાતકો જન્મથી જ નીડર હોય છે. મેષ રાશિના જાતકો માટે એકાંતનું મહત્વ ઘણું વધારે હોય છે, તેમજ તેઓ પોતાની આગવી ઓળખ જાળવી રાખવાનો હંમેશા પ્રયત્ન કરે છે. તેઓ પોતાની આંતરિક ઉર્જા દ્વારા તેમના કામ પૂરા કરવાની સ્ફૂર્તિ ધરાવે છે. તેઓ પોતાના વ્યક્તિગત સંબંધોમાં બહિર્મુખી, પ્રામાણિક અને નિખાલસ હોય છે. બીજાને દુઃખ પહોંચાડવાનું વલણ ધરાવતા મેષ જાતકો બીજાને જલ્દી માફ પણ કરી દેતા હોય છે. તેઓ વધારે પડતી કાળજી લેનારા તેમજ વધારે પડતા ઉત્સાહી પ્રેમી હોય છે.

મેષ રાશિના પુરુષ અને મેષ રાશિની સ્ત્રી વચ્ચેની સુસંગતતા
મેષ રાશિના જાતકોનું મુખ્ય લક્ષણ છે સ્વતંત્ર્યતા અને તેઓ પોતાના પર કોઇનો અંકુશ કે આધિપત્ય સહન કરી શકતા નથી. તેઓ સમજુ હોય છે. બંને વ્યક્તિઓનું એકબીજા પર આધિપત્ય જમાવવાનું વલણ તેમના સંબંધોમાં અડચણ ઉભી કરી શકે છે. તેમના અહંને કારણે તેઓ ટીકાને હકારાત્મક રીતે લઇ શકતા નથી. સુમેળની ખાતરી સાથે તેઓએ સાથે મળીને કામ કરવું જોઇએ. મેષ રાશિના બે જાતકો વચ્ચેની સુસંગતતાનો આધાર તેઓ એકબીજાની સ્વતંત્રતાને કેટલો આદર આપે છે તેના પર રહેલો છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

આપના પંચમ સ્થાનમાં રાહુ હોવાથી ગણેશજી આપને ખાસ શેરબજાર કે સટ્ટાકીય કાર્યોમાં જરાય સાહસ ન કરવાની સલાહ આપે છે. સપ્તાહના પહેલા દિવસે તમારું મન ખૂબ જ અસંમજસમાં રહેશે જેથી મહત્વના નિર્ણયો લેવાનું ખાસ ટાળજો. પહેલા દિવસને બાદ કરતા…

મેષ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આપના પંચમ સ્થાનમાં રાહુ હોવાથી પ્રેમસંબંધોમાં લાંબાગાળાના હિસાબે થોડી મુશ્કેલી છે. આ સપ્તાહે પ્રથમ દિવસે આપને સંબંધોમાં નિરસતા વર્તાશે. ખાસ કરીને મુલાકાતો અને કમ્યુનિકેશન ટાળવું. તારીખ 19ના મધ્યાહનથી તમારામાં વિજાતીય આકર્ષણ…

મેષ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં આપને આવકની તુલનાએ ખર્ચની સંભાવના વધારે છે ખાસ કરીને વ્યવસાયિક હેતુથી ખર્ચ કરવાની પણ તૈયારી રાખવી પડશે. તારીખ 19ના મધ્યાહનથી 21ના મધ્યાહન સુધીમાં વસ્ત્રો, આભૂષણો, મોંઘી ભેટસોગાદો, મનોરંજન વગેરેમાં ખર્ચ થઈ શકે…

મેષ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકોને સપ્તાહના પહેલા દિવસે અભ્યાસમાં પ્રતિકૂળતા રહેશે. તારીખ 21મી સુધી આપનું ધ્યાન અભ્યાસના બદલે ઈતરપ્રવૃત્તિઓમાં વધુ પરોવાયેલું રહેશે. તમે સર્જનાત્મક વિષયોમાં સારી પ્રગતિ કરી શકશો. ઉચ્ચ ડિગ્રી માટે અભ્યાસ કરતા…

મેષ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્યની સમસ્યા હાલમાં આપને ખાસ પરેશાન કરે તેવું જણાતું નથી છતાં પણ પહેલા દિવસે આપને માથામાં દુખાવો, અનિદ્રા અને સુસ્તિ વર્તાશે. તારીખ 21ના મધ્યાહન સુધી તમારામાં કામેચ્છાનું પ્રમાણ વધુ રહેશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં ખાસ…

નિયતસમયનું ફળકથન