For Personal Problems! Talk To Astrologer

કુંભ રાશિ

કુંભ જાતકોની જીવનશૈલી

શારીરિક બાંધોઃ
શારીરિક બાંધાની વાત કરીએ તો કુંભ જાતકો ઊંચા હોય છે. તેમના ચહેરાની રેખાઓ અર્થાત્ નાકનકશો બદલાતો રહે છે. હાથ પગના પ્રમાણમાં તેમનું ધડ અને કદકાઠી લાંબી હોય છે. કુંભ જાતકોની આંખો ચમકતી, પ્રમાણમાં મોટી અને હસતી હોય છે. વાળ કાળા અને ઘાટા તેમ જ તેમનું નાક લાંબું અને સુંદર હોય છે. કુંભ જાતકોની ગરદન ટુંકી અને જાડી હોય છે. તેમની આંગળીઓ અણીદાર અને પગ પાતળા હોય છે. અવાજ સ્પષ્ટ હોય છે.

સ્વાસ્થ્યઃ
કુંભ જાતકોના હાડકાં નબળાં હોય છે તેથી તેઓ પડી જાય કે નાનો અમસ્તો અકસ્માત પણ થાય તો પણ હાડકાં તૂટી જવાની સંભાવના રહે છે. કુંભ રાશિનો અમલ પગની ઘૂંટી, મજાજાતંત્ર, પગની પિંડીઓ, લસિકાવાહિનીતંત્ર, રક્તવાહિનીઓ, હ્રદય, કરોડરજ્જુ, ગળું, મુત્રાશય અને પ્રજોત્પતિના અંગો પર હોવાથી આ અંગોને લગતી સમસ્યાઓ તેમને નડે છે.તેમનો સ્વભાવ ચિંતાળુ અને વિચારશીલ હોવાના કારણે જ્ઞાનતંતુ સંબંધી સમસ્યાઓ પણ તેમનામાં જોવા મળે છે. જો કે તેમનું પાચનતંત્ર કોઈ પણ આહાર પચાવવા માટે સક્ષમ હોવાથી તેઓ દીર્ઘાયુ ભોગવે છે.

સૌંદર્ય ટીપ્સઃ
કુંભ રાશિના જાતકોને ફ્લોરેસેન્ટ ગ્રીન કલર વદારે પસંદ હોય છે કારણ કે તે રંગ તેમના માટે શુભ અને ભાગ્યશાળી પુરવાર થાય છે. તેથી કુંભ જાતકોએ સુંદર દેખાવા માટે તેમ જ ગુડ લક માટે દરિયાના પાણી જેવા વાદળી-લીલા રંગના વસ્ત્રો અને અન્ય ચીજો પહેરવી જોઈએ. તેઓ સહજ સુંદર હોવાથી તેમને મેક-અપ કરવાની જરૂર પડતી નથી. રાખોડી રંગ આપના માટે ખૂબ અનુકૂળ છે. તેઓ પોતાની હેરસ્ટાઈલ ભાગ્યે જ બદલતા હોય છે. આમ તો કોઈપણ પ્રકારના સ્ટાઈલિસ્ટ કપડાં તેઓ પર શોભે છે પરંતુ ‘રેટ્રો લુક’ તેમને વધારે સારો લાગે છે.

મનગમતી ખાદ્યસામગ્રીઃ
કુંભ જાતકોએ શરીરમાં લોહીનું ભ્રમણ બરાબર થતું રહે અને બ્લડ સુગર લેવલ કાબુમાં રહે તેવો આહાર લેવો જોઈએ. ખાવામાં સલાડ, અખરોટ, દરિયાઈ માછલી, નાસપતી, લીંબુ, નારંગી, સફરજન, મૂળા, મકાઈ, પીચ અને ગ્રેપફ્રુટ લેવા જોઈએ. .તેમણે ઠંડા પીણાં અને ગળ્યા પદાર્થો લેવાનું ટાળવું જોઈએ.

આદતોઃ
કુંભ જાતકો પોતાની ભૂલો પ્રત્યે બેદરકાર હોવા છતાં ગમે તે ભોગે બીજાને મદદરૂપ થવાની ભાવના તેઓમાં હોય છે. તેઓ પોતે બીજાને મદદ કરવા બધું જ કરી છૂટે છે પરંતુ અન્ય કોઈની મદદ લેવાનો ઈન્કાર કરતા હોયછે કારણ કે તેમને પોતે બીજા પર આધાર રાખતા થઈ જશે એવો ડર સતાવતો હોય છે. પરંતુ તેમણે એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે ગમે તેમ તો ય તેઓ પણ મનુષ્ય જ છે અને કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય તો બીજાની મદદ લેવી પણ પડી શકે છે.આપે આરામ કરવા માટે તેમ જ કામમાંથી હળવા થવા માટે પૂરતો સમય લેવો જોઈએ.

કુંભ સાપ્તાહિક ફળકથન – 18-04-2021 – 24-04-2021

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કુંભ | નામનો અર્થ : કુંભ | પ્રકાર : વાયુ – સ્થિર – સકારાત્મક | સ્વામી ગ્રહ : યુરેનસ | ભાગ્યશાળી રંગ : વાદળી, મોરપીંછ રંગ, ગ્રે(ભુખરો) અને કાળો | ભાગ્યશાળી દિવસ : રવિવાર, શનિવાર