For Personal Problems! Talk To Astrologer

કુંભ વાર્ષિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ વર્ષ (2019)

ગણેશજીની કૃપાથી આપની આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરશે. શરૂઆતમાં તમે આર્થિક લેવડદેવડ બાબતે કમ્યુનિકેશનમાં ઉગ્ર થઈ જાવ અને તેના કારણે ઉઘરાણી, લોન વગેરે કાર્યોમાં અડચણો આવી શકે છે પરંતુ ફેબ્રુઆરીના અંત પછી સ્થિતિમાં સુધારો આવી જશે. માર્ચ મહિનાના અંત પછી તમારા કેટલાક અટકેલા આર્થિક લાભો અનઅપેક્ષિત રીતે છુટા થતા તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો આવી શકે છે. વર્ષના મધ્યમાં એટલે કે જુલાઈ મહિનાની આસપાસના સમયમાં લાંબાગાળાના રોકાણની યોજનાઓ પાર પડશે. આ ઉપરાંત તમે વધારાની આવક માટે નવા સ્ત્રોતો ઉભા કરવા માટે પણ સક્રિય થશો. સપ્ટેમ્બર મહિનાની આસપાસમાં તમારે મશીનરી, ઈલેક્ટ્રોનિક ચીજો, વાહનો વગેરેમાં ખર્ચ થઈ શકે છે. આ સમય સ્થાવર મિલકતો અથવા વાહનોની લે-વેચ માટે ઠીક નથી અન્યથા તમને અપેક્ષિત લાભ નહીં મળે અથવા તમે કરેલા સોદામાં નુકસાન થઈ શકે છે. શેર, દલાલી, આયાત-નિકાસ, આભૂષણોનો વ્યવસાય કરતા હોય તેમને માટે વર્ષના મધ્યનો સમય ખૂબ સારો સમય છે. વર્ષના અંતિમ ચરણમાં જમીન, વાહન, મિલકત કે કોઈપણ કાયદાકીય દસ્તાવેજની કાર્યવાહી સ્‍થગિત રાખવી હિતાવહ છે. જોકે, આપની આવકના સ્‍ત્રોતો વધવાથી પરિવારને પણ આ અંગે કોઈ ફરિયાદ નહીં હોય. છેલ્લા મહિનામાં પિતા અથવા કોઈ વડીલ વ્યક્તિ કે ઉપરી અધિકારી પાસેથી લાભની આશા રાખી શકો છો.

કુંભ સાપ્તાહિક ફળકથન – 17-11-2019 – 23-11-2019

કુંભ માસિક ફળકથન – Nov 2019

કુંભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કુંભ | નામનો અર્થ : કુંભ | પ્રકાર : વાયુ – સ્થિર – સકારાત્મક | સ્વામી ગ્રહ : યુરેનસ | ભાગ્યશાળી રંગ : વાદળી, મોરપીંછ રંગ, ગ્રે(ભુખરો) અને કાળો | ભાગ્યશાળી દિવસ : રવિવાર, શનિવાર

વધુ જાણો કુંભ