પ્રણય સંબંધોની વાત કરીએ તો, વર્ષની શરૂઆત ખૂબ સારી રહે. તમે રોમાન્સમાં ઓતપ્રોત રહો અને પ્રિયપાત્રને દિલની વાત કહેવામાં જરાય સંકોચ કરશો નહીં. આ સ્થિતિ મારી વચ્ચેનું અંતર ખૂબ જ ઓછુ કરી દેશે. માર્ચ અને એપ્રિલ મહિનામાં પ્રેમસંબંધો થોડા નબળા જણાઇ રહ્યા છે અને આ સમયમાં તમારી વચ્ચે બિનજરૂરી દલીલબાજીના કારણે તણાવ આવી શકે છે. શક્ય હોય ત્યાં સુધી તમારી વાતચીત અને કમ્યુનિકેશનમાં શબ્દોની પસંદગી સમજીવિચારીને કરવી. ત્યારપછીના સમયમાં તમે સંબંધોમાં ઘનિષ્ઠતા લાવવાનો પ્રયાસ કરી શકો છો. વર્ષના ઉત્તરાર્ધમાં અપેક્ષા અનુસાર અનુકૂળતા રહેશે. જો તમારા લગ્ન થઇ ગયા હોય તો, વર્ષની શરૂઆતમાં જીવનસાથીના માધ્યમથી તમે કોઇ મોટો લાભ પ્રાપ્ત કરી શકો છો. તેનાથી તમારી ખુશી વધશે અને સંબંધોમાં સમર્પણ પણ વધશે. ફેબ્રુઆરીમાં જીવનસાથી જોડે આંશિક તણાવ આવી શકે છે અને જુલાઇ તેમજ ઑગસ્ટમાં પણ થોડી મુશ્કેલી વર્તાઇ રહી છે. જો આ સમયને સાચવીને પસાર કરી દેશો તો બાકીના સમયમાં તમે જીવનસાથીનો ઉત્તમ સંગાથ અને સહકાર પામી શકશો.