For Personal Problems! Talk To Astrologer

કુંભ વાર્ષિક સ્વાસ્થ્ય ફળકથન

આ વર્ષ (2019)

આ વર્ષના પ્રથમ ત્રણ મહિના બાદ કરતા મોટાભાગના સમયમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. શરૂઆતના બે મહિનામાં કમરમાં દુખાવો, હૃદયના ધબકારાને લગતી સમસ્યાઓ, આંખોમાં બળતરા અથવા કોઈ અજાણી ચિંતાના કારણે સતત બેચેની જેવી સમસ્યાઓ આપને ઘેરી વળશે. પાચનને લગતા પ્રશ્નો પણ માથુ ઉંચકશે. જોકે, તે પછીના સમયમાં આપનું આરોગ્ય સારૂં રહેશે. જો આપ બીમાર હશો તો આપને બિમારીમાંથી રાહત મળશે. આપની તંદૂરસ્તી સારી રહેશે પરંતુ જીવનસાથીના આરોગ્ય અંગે થોડી ચિંતા રહે. તેના કારણે સાંસારિક બાબતોમાં ઉદાસીનતા રહેશે. જુલાઈ અને ઓક્ટોબર મહિનામાં તમારે સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી પડશે. આ બંને મહિનામાં તમે એક કરતા વધુ સમસ્યાઓથી ઘેરાઈ જાવ તેવી શક્યતા વધશે. છેલ્લા બે મહિના સ્વાસ્થ્ય બાબતે સારા છે. આખા વર્ષ દરમિયાન વ્યવસાયિક અથવા વ્યવહારના કાર્યોથી અવારનવાર મુસાફરી થતી રહેશે. કદાચ બેથી ત્રણ વખત લાંબી મુસાફરીની શક્યતા પણ નકારી શકાય નહીં. ફેબ્રુઆરીના ઉત્તરાર્ધમાં કોઈ એડવેન્ચર પ્રવાસનું આયોજન થઈ શકે છે. ઓક્ટોબર મહિના પછી તમે વિદેશ પ્રવાસ માટે ઈચ્છુક હોવ તો પ્રયાસ કરી શકો છો.

કુંભ સાપ્તાહિક ફળકથન – 17-11-2019 – 23-11-2019

કુંભ માસિક ફળકથન – Nov 2019

કુંભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કુંભ | નામનો અર્થ : કુંભ | પ્રકાર : વાયુ – સ્થિર – સકારાત્મક | સ્વામી ગ્રહ : યુરેનસ | ભાગ્યશાળી રંગ : વાદળી, મોરપીંછ રંગ, ગ્રે(ભુખરો) અને કાળો | ભાગ્યશાળી દિવસ : રવિવાર, શનિવાર

વધુ જાણો કુંભ