For Personal Problems! Talk To Astrologer

કુંભ વાર્ષિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ વર્ષ (2019)

વિદ્યાર્થીઓને આખા વર્ષ દરમિયાન અભ્યાસમાં ચડાવઉતારની સ્થિતિ રહેશે પરંતુ શરૂઆતની વાત કરીએ તો ખાસ કરીને જાન્યુઆરીના મધ્યથી ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં તમને અભ્યાસમાં રુચિ ઘણી ઘટી જશે અને તેના કારણે ખાસ કરીને કારકિર્દી બાબતે મહત્વનું વર્ષ હોય તેમને મોટી ખોટ પડી શકે છે. ચિંતા ના કરશો. કારણ કે આ સ્થિતિ બહુ લાંબો સમય નથી. ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ફરી તમે અસલ રંગમાં આવશો. વિદ્યાર્થીઓએ વસંત પંચમીના દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરવો તેમ જ માતા સરસ્વતીની પૂજા કરવી. માર્ચના અંત પછી તમને અભ્યાસ માટે યોગ્ય માહોલ નહીં મળે અને આ સ્થિતિ વર્ષાંત સુધી રહેશે માટે તમારે અભ્યાસનું ચુસ્ત શિડ્યુલ બનાવવું પડશે અને તેને અનુસરવું પણ પડશે. જો, આ વાત નહીં માનો તો ગણેશજી પણ તમને અભ્યાસમાં સાથ નહીં આપી શકે. બૌદ્ધિક ચર્ચાઓમાં તમને રુચિ રહેશે અને તેનાથી તમારી જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરશે. વર્ષના મધ્યમાં સાહિત્ય-કલા પરત્વે આપને રુચિ રહે. આ કારણે તમે કદાચ કોઈ સર્જનાત્મક ક્ષેત્રોમાં ટૂંકો કોર્સ કરો તેવું બની શકે છે. વર્ષના મધ્યનો સમય પ્રવેશ પરીક્ષાઓ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉત્તમ છે. છેલ્લા ચરણમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે. આપ પરીક્ષામાં મહેનતનું યોગ્ય પરિણામ મેળવવા માટે અભ્યાસના ટેબલ પર અથવા સ્ટડીરૂમમાં સરસ્વતી યંત્ર તેમ જ સંપૂર્ણ વિદ્યાદાયક યંત્ર મુકી શકો છો.

કુંભ સાપ્તાહિક ફળકથન – 21-04-2019 – 27-04-2019

કુંભ માસિક ફળકથન – Apr 2019

કુંભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કુંભ | નામનો અર્થ : કુંભ | પ્રકાર : વાયુ – સ્થિર – સકારાત્મક | સ્વામી ગ્રહ : યુરેનસ | ભાગ્યશાળી રંગ : વાદળી, મોરપીંછ રંગ, ગ્રે(ભુખરો) અને કાળો | ભાગ્યશાળી દિવસ : રવિવાર, શનિવાર

વધુ જાણો કુંભ