For Personal Problems! Talk To Astrologer

કુંભ વાર્ષિક ફળકથન

આ વર્ષ (2021)

કુંભ રાશિના જાતકો ખૂબ જ ઉંડો વિચાર કરનારા હોય છે અને પોતાની આ વિચારધારના કારણે તેમને નિર્ણય લેવામાં ઘણી અંશે સફળતા મળે છે પરંતુ ક્યારેક નિર્ણય બદલવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં તમારે પોતાની વિવેકબુદ્ધિનો સહારો લેવો પડી શકે છે. તમારો આત્મવિવેક આ વર્ષમાં નિર્ણયો લેવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે. આ વર્ષે તમારે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આ ઉપરાંત, વધુ પડતા ખર્ચ કરવાની વૃત્તિ વધે નહીં તેની કાળજી લેવી પડશે. જો ખર્ચ પર અંકુશ નહીં રાખો તો મર્યાદિત આવકના કારણે તમને જરૂરિયાતના સમયે પૈસાની તંગી આવી શકે છે. પારિવારિક માહોલ ઘણો સારો રહેશે પરંતુ કામમાં વ્યસ્ત રહેવાથી તમે પરિવારથી થોડા સમય માટે દૂર રહેશો અથવા પારિવારિક સુખથી વંચિત રહો તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં પરિવારની યાદ સતાવશે પરંતુ છતાં પણ તમે કામને મહત્વ આપીને તમારો તણાવ દૂર કરવાનો પ્રયાસ કરશો. આ વર્ષમાં તમારે પોતાના વિરોધીથી થોડા સતર્ક રહેવું જરૂરી છે કારણ કે તમે તમારી નબળાઇઓનો લાભ લેવાની કોશિષ કરશે અને તમને નબળા પાડવા માટે માર્ગમાં કાંટા પાથરે તેવી પણ શક્યતા છે. જો તેઓ પોતાની રણનીતિમાં સફળ થાય તો તમારા પ્રોફેશનલ અને અંગત જીવનમાં સમસ્યા આવી શકે છે માટે સાવધાની જ સૌથી મોટો ઉપાય છે. નોકરી અને વેપારના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ વર્ષ એકંદરે શુભ રહે અને તમને કંઇક નવી શીખામણ આપે તેવી શક્યતા છે. તમારી અંદર કંઇક ગુમાવીને પણ કંઇ મેળવવાની વૃત્તિ જાગશે જે ધીમે ધીમે તમારી લોકપ્રિયતાનું કારણ બની શકે છે અને તમારા જીવનમાં ઊંચુ સ્થાન પ્રાપ્ત કરવામાં આ વૃત્તિ મદદરૂપ પુરવાર થશે. તમે પોતાના પરિવાર પ્રત્યે તમામ જવાબદારીઓ નિભાવી શકશો અને જરૂર પડે ત્યારે આર્થિક રીતે મદદ કરવામાં પાછા નહીં પડો. દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તમે તમારા પરિવારને એકલો નહીં છોડો અને હંમેશા તેમની પડખે રહેશો. તમારી આ વૃત્તિ જ તમને પરિવારમાં ખૂબ મહત્વનું સ્થાન અપાવશે અને પરિવારમાં તમારી સ્થિતિને વધુ મજબૂત બનાવશે. જો તમારે કોઇ મોટો ભાઇ હોય તો, આ વર્ષ તેમની સાથે સારા સંબંધો રાખવા કારણ કે સંબંધોમાં તણાવથી તમને નુકસાન થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં ધીમે ધીમે એવી સ્થિતિ આવી શકે છે તમે જે કામ કરવા માટે ખૂબ સારી યોગ્યતા ધરાવતા હોવ તે કામ તમને સોંપવામાં આવશે નહીં પરંતુ આવી સ્થિતિનો સમજદારીપૂર્વક સામનો કરવાનો પ્રયાસ કરજો. વાસ્તવમાં આવી સ્થિતિનું સર્જન થાય તેના કરતા તમે ભ્રમણામાં વધુ રહો તેવું બની શકે છે. ધીરજથી કામ કરશો તો કોઇ ખોટું પગલું ભરતા તમારી જાતને રોકી શકશો. વિદેશયાત્રા કરવાની ઇચ્છા હોય તો આ વર્ષમાં સ્થિતિ તમારી તરફેણમાં આવી રહી છે. આ દિશામાં કરેલા પ્રયાસોમાં ઘણી સારી સફળતા મળવાની શક્યતા છે.

કુંભ સાપ્તાહિક ફળકથન – 16-05-2021 – 22-05-2021

કુંભ માસિક ફળકથન – May 2021

કુંભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કુંભ | નામનો અર્થ : કુંભ | પ્રકાર : વાયુ – સ્થિર – સકારાત્મક | સ્વામી ગ્રહ : યુરેનસ | ભાગ્યશાળી રંગ : વાદળી, મોરપીંછ રંગ, ગ્રે(ભુખરો) અને કાળો | ભાગ્યશાળી દિવસ : રવિવાર, શનિવાર

વધુ જાણો કુંભ