વિદ્યાર્થીઓ માટે એકંદરે સારો સમય છે પરંતુ જેઓ ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા છે તેમને મહેનત વધારવી પડશે. અભ્યાસ સંબંધિત મુસાફરી થઇ શકે છે. તમને એકાગ્રતા અને યાદશક્તિની ઘણી ફરિયાદ રહે માટે શક્ય હોય ત્યાં સુધી નિયમિત મેડિટેશન કરવું. ધાર્મિક બાબતોમાં આગળ વધવા માંગતા જાતકો માટે ઉત્તરાર્ધનો તબક્કો બહેતર છે. છેલ્લા બે દિવસમાં ખાસ કરીને કોઇપણ વિષયના ઊંડા અભ્યાસમાં તમે થોડા પાછા પડશો.