For Personal Problems! Talk To Astrologer

કુંભ સાપ્તાહિક ફળકથન

આ સપ્તાહ (02-08-2020 – 08-08-2020)

પહેલા દિવસે મધ્યાહન સુધી તમે સંબંધોનું સુખ સારી રીતે માણો અને ઘણા લાભો થઇ શકે છે. કામકાજમાં પણ શરૂઆત સારી થાય પરંતુ મધ્યાહન પછીથી બે દિવસ સુધી તમારું મન કોઇ બાબતે વ્યાકુળ થાય અથવા સ્વાસ્થ્યને લગતી કોઇ ફરિયાદ તમને અવરોધશે. આવી સ્થિતિમાં ઇશ્વર ભક્તિ અને આધ્યાત્મિકતાથી આપના મનને શાંતિ મળશે. ઉત્તરાર્ધમાં આપ નવા કાર્યોનો પ્રારંભ કરી શકો છો અથવા નવું આયોજન કરી શકો છો. આવકના સ્ત્રોત વધારવા માટે આપ સક્રિય બનશો. છેલ્લા દિવસે આવકની શક્યતા વધશે માટે વેપાર-ધંધામાં આપ નિયમિત આવકનો સ્ત્રોત ઊભો કરી શકશો અથવા તે દિશામાં આયોજન કરી શકશો. સપ્તાહના ઉત્તરાર્ધમાં તમે જીવનસાથી અથવા પ્રિયપાત્ર તરફ ઝુકેલા રહેશો. આપ રોજિંદા જીવનથી બ્રેક લેવા માટે મિત્રો સાથે મળીને નાની પાર્ટી કે ઉજવણીનું આયોજન કરશો. તમારી લાઇફસ્ટાઇલમાં પણ રોમાન્સનું પાસું સ્પષ્ટ દેખાશે. સંતાનોના અભ્યાસ અંગે થોડી ચિંતા રહેશે. વિદ્યાર્થીઓને પણ ઇતરપ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે. પૂર્વાર્ધમાં શરીરમાં નબળાઇ અથવા સુસ્તિ રહેશે.

વધુ જાણો કુંભ

Free Horoscope Reports 

કુંભ માસિક ફળકથન – Aug 2020

કુંભ વાર્ષિક ફળકથન – 2020

કુંભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ