For Personal Problems! Talk To Astrologer

કુંભ – કન્યા સુસંગતતા

કુંભ અને કન્યા રાશિ વચ્ચે સુસંગતતા

આ સંબંધ ભાવનાત્મક જોડાણ સાધવામાં નિષ્ફળ નિવડી શકે છે. બંને રાશિના જાતકો બુદ્ધિશાળી હોય છે અને બૌદ્ધિક ચર્ચાઓ કરી શકે છે. કન્યા જાતકો યોગ્ય રીતે વિચાર કરીને સમસ્યાઓ ઉકેલી શકે છે જ્યારે કુંભ જાતકો તેમના કામ પાછળ કોઇ કારણ શોધતા નથી. સુસંગતતાના ગ્રાફમાં આ સંબંધ સામાન્ય ગણાય છે. તેઓ પોતાની રીતે એકબીજાની જરૂરિયાત પૂરી કરવા પ્રયત્ન કરી શકે છે. તેથી આ બે જાતકો વચ્ચે સારો તાલમેલ હોય છે.

કુંભ પુરુષ અને કન્યા સ્ત્રી વચ્ચે સુસંગતતા
શરૂઆતના તબક્કામાં તેઓ બંને વ્યક્તિગત રીતે એકબીજા તરફ આકર્ષાય છે. પણ સમય જતાં તેઓ એકબીજાથી દૂર થતા જાય છે. આ સંબંધમાં સ્થિરતાની શક્યતા ઘણી ઓછી રહેલી હોય છે. કુંભ રાશિનો પુરુષ ધાક જમાવનારો અને વધારે અપેક્ષાઓ રાખનારો હોય છે જે તેમના સંબંધમાં તિરાડ ઊભી કરે છે. કન્યા રાશિની સ્ત્રી તેના હકારાત્મક અભિગમથી મોહિત થાય છે પણ તરત જ તેનો ખરાબ ગુસ્સો જોઇને હતાશ થઇ જાય છે. આ સંબંધમાં સુસંગતતા ઓછી જણાય છે.

કુંભ સ્ત્રી અને કન્યા પુરુષ વચ્ચે સુસંગતતા
આ સંબંધને સફળ બનાવવા બંને પક્ષે પુષ્કળ પ્રયત્નોની જરૂર પડે છે. આ પુરુષ નજીવી બાબતોને લઇને પણ હંમેશા ચિંતિત રહે છે પણ કુંભ રાશિની સ્ત્રી આશાવાદી હોય છે અને જીવનના દરેક પાસાને હકારાત્મક રીતે જુએ છે. તેઓ બંને એકબીજા માટે પ્રેરણાસ્રોત બનીને કામ કરે છે જેના દ્વારા તેઓ જીવનનું લક્ષ્ય સિદ્ધ કરે છે. આ જોડી વચ્ચે મધ્યમ સુમેળ રહે છે. આ સંબંધ સારો પ્રેમ સંબંધ પુરવાર થઈ શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

નોકરિયાત જાતકોને વર્તમાન સપ્તાહમાં કામનો ઉત્સાહ વધશે અને આપ સારા પ્રમાણમાં આર્થિક લાભ મેળવી શકશો. કંપની તરફથી આપને વધારાની સુખ-સગવડો મળી શકે છે. સ્ટેશનરી, પ્રિન્ટિંગ પ્રેસ, માર્કેટિંગ, એડવર્ટાઈઝિંગ, ફાઈનાન્સ, શેરબજારમાં દલાલી…

કુંભ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

અત્યારે તમારા દિલમાં રોમેન્ટિક વિચારોનું પ્રમાણ ઘણું વધારે રહેશે પરંતુ સપ્તાહના મધ્યથી તેમાં આંશિક ઘટાડો આવી શકે છે. આ ઉપરાંત અત્યારે તમારે સંબંધોમાં એકબીજાને વધુ અવકાશ આપવો પડશે અને તમારા સાથી પર વધુ વિશ્વાસ મુકવો પડશે….

કુંભ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં આપના નાણાંમાં વૃદ્ધિ થાય. આપના કોઈપણ પ્રકારે ફસાયેલા નાણાં અનઅપેક્ષિત રીતે પાછા આવી શકે છે. સરકારી કામકાજમાં ટેક્સ સંબંધિત કોઈપણ પ્રકારે નાનો-મોટો ખર્ચ આવી શકે છે. વ્યવસાયમાં તમારા પ્રોડક્શન અને ટર્નઓવરમાં…

કુંભ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થીબંધુઓને એકંદરે આ સપ્તાહ મહેનત કરાવનારું રહેશે. પોતાના નિર્ધારિત શિડ્યુલ પ્રમાણે આગળ વધવામાં આપને કદાચ એકાગ્રતાની ફરિયાદ આવી શકે છે. આવી સ્થિતિમાં વારંવાર પુનરાવર્તન કરવાથી મહાવરો વધારી શકશો. ઈતરપ્રવૃત્તિઓ તેમજ…

કુંભ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહ દરમિયાન આપનું સ્વાસ્થ્ય થોડુ ચડાવઉતાર વાળું રહેશે. સપ્તાહના પહેલા દિવસે કોઈપણ ઋતુગત સમસ્યા થઇ શકે છે. ખાસ કરીને અત્યારે ભારે ભોજન લેવાના બદલે પ્રવાહી લેવાની સલાહ છે. સપ્તાહના મધ્યમાં પણ કોઈ જુની સમસ્યા માથું ઉંચકી શકે…

નિયતસમયનું ફળકથન