For Personal Problems! Talk To Astrologer

કુંભ – વૃશ્ચિ સુસંગતતા

કુંભ અને વૃશ્ચિક રાશિ વચ્ચે સુસંગતતા

આ સંબંધમાં જો તેઓ એકબીજાને મોકળાશ ન આપે તો ગણેશજી માને છે કે તેમની વચ્ચેની સુસંગતતા ઉચ્ચ સ્તરે પહોંચી શકતી નથી. કુંભ જાતકો સરળતાથી ગુસ્સે થઇ જતા હોય છે. વૃશ્ચિક જાતકો જોહુકમી કરનારા હોય છે અને કુંભ જાતકોનો વારંવાર બદલાતો મૂડ અને સ્વતંત્રતા માટેનો આગ્રહ તેઓ સાંખી શકતા નથી. ભાવનાત્મક રીતે પણ વૃશ્ચિક જાતકોની માંગ વધારે હોય છે અને કુંભ જાતકો માટે તેમની અપેક્ષાઓ પૂરી કરવી ઘણું મુશ્કેલ કામ હોય છે. ફક્ત શારીરિક સંબંધ જ તેમને એકબીજા સાથે જોડીને રાખી શકે છે.

કુંભ પુરુષ અને વૃશ્ચિક સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સંબંધમાં ઘણો સંઘર્ષ રહે તેવી શક્યતા છે, કારણ કે તેમાં પુરુષ અનિશ્ચિત હોય છે અને સ્ત્રી લાગણીશીલ તેમજ વધારે અપેક્ષાઓ રાખનારી હોય છે. તેઓ ઘણાં મક્કમ હોય છે અને પોતાના શબ્દોને વળગી રહે છે. સ્ત્રી પોતાના જીવનસાથી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખે છે, અને જો તે પૂરી ન થાય તેમના સંબંધમાં કડવાશ વર્તાય છે. આ સંબંધને સફળ બનાવવા વૃશ્ચિક રાશિની સ્ત્રીએ તેનો મિજાજ ઠંડો રાખવો પડશે અને વધુ અપેક્ષાઓ રાખ્યા વગર પુરુષને જે સ્થિતિમાં છે તે રીતે જ સ્વીકારવો પડશે. બીજી તરફ, કુંભ રાશિના પુરુષે સ્ત્રીને ખુશ રાખવા માટે થોડા સમાધાન કરવા પડશે.

કુંભ સ્ત્રી અને વૃશ્ચિક પુરુષ વચ્ચે સુસંગતતા
આ સ્ત્રી બહારની પ્રવૃત્તિઓમાં આનંદ શોધે છે જ્યારે પુરુષ ઈચ્છે છે કે તે ઘરની પ્રવૃત્તિઓમાં ધ્યાન આપે. તેમની વચ્ચે હંમેશા ચડભડ રહ્યા કરશે પણ સ્ત્રી તેના કાળજીભર્યા અને દયાળુ સ્વભાવથી આ સંબંધને સાચવી રાખવા અમુક હદ સુધી પ્રયત્ન કરશે. ગણેશજીને પણ મુંઝવણ છે કે શું તેઓ બાકીની જીંદગી શાંતિથી જીવી શકશે કે નહીં. આ યુગલ એકબીજા માટે નથી બન્યું.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે તમારી આવક અને જાવકનો હિસાબ સંતુલિત રાખવો જ પડશે. હિસાબને લગતા કાર્યોમાં ગાફેલ રહેશો તો આર્થિક ફટકો પડી શકે છે. ખાસ કરીને બેંકિંગ, શિક્ષણ, લેખન, કોસ્મેટિક્સ, સજાવટની ચીજો વગેરે કામકાજમાં જોડાયેલા જાતકોને કામમાં વધુ…

કુંભ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રણયસંબંધોમાં આ સપ્તાહે આપને સતત ચડાવઉતારનો અહેસાસ થશે. લાગણીઓમાં તણાઈ જવાના બદલે શક્ય હોય ત્યાં સુધી સંબંધોમાં તર્ક લગાવીને કામ કરજો. નાની બાબતો પણ ગેરસમજના કારણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. તમારા જીવનસાથી અથવા…

કુંભ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

નાણાકીય બાબતે આ સપ્તાહે શરૂઆત બહેરતર જણાઈ રહી છે જેથી શરૂઆતમાં કરેલી કમાણીને સાચવો અથવા તેનું યોગ્ય આર્થિક આયોજન કરો તો વાંધો નહીં આવે. પરણિતોને શ્વસુરપક્ષથી કોઇ લાભ થવાની શક્યતા જણાઇ રહી છે. આપના નિયમિત આવકના સ્ત્રોતો યથાવત…

કુંભ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે વિદ્યાર્થી જાતકોને એકાગ્રતામાં અવારનવાર વિક્ષેપ પડશે. એકાગ્રતાનો અભાવ વર્તાય. આ ઉપરાંત જ્યાં કંઇક નવું શીખવાનું હોય ત્યારે આળસ આવી શકે છે. આવી સ્થિતિમાં તમારે વાંચનનો સમય વધારવો પડશે અને અભ્યાસના લક્ષ્યો પાર પાડવા…

કુંભ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે જળવાઈ રહેશે. આપ હરવાફરવા અને મનોરંજનમાં વ્યસ્ત રહેશો. જોકે ત્વચાની સમસ્યા, ગુપ્તભાગોના રોગો, દાંત અથવા પેઢામાં દુખાવો, ગળામાં દુખાવો, એલર્જી વગેરે હોય તેમણે અત્યારે ધ્યાન રાખવું પડશે. સપ્તાહના મધ્ય…

નિયતસમયનું ફળકથન