For Personal Problems! Talk To Astrologer

કુંભ જાતકોના સંબંધો

કુંભ જાતકોના સંબંધો

કુંભ જાતકો મિત્ર તરીકેઃ
કુંભ જાતકો મિત્ર કરતા વધુ સારા સલાહકાર બની શકે છે. આપ રચનાત્મક દ્રષ્ટિએ કોઈપણ પરિસ્થિતિ કે સમસ્યાને કલ્પી શકો છો. આપની રાશિ મિત્રતાની રાશિ છે. આપના મિત્રો આપની પાસેથી હૂંફ અને દિશાસૂચન મેળવી શકશે.

કુંભ જાતકો માતા તરીકેઃ
આપ કુંભ રાશિ ધરાવતી માતા હોવાથી આપના સંતાનોને પોતાની રીતે સ્વતંત્રપણે જીંદગી જીવવા માટે પ્રોત્સાહિત કરશો. તેમ જ તેમના માટે ખૂબ સારી મિત્ર સાબિત થશો. આપ સંતાનો પરત્વે ખરેખર લાગણીથી બંધાયેલા નહીં હોવ,એટલે આપ પ્રેમાળ માતા પુરવાર નહીં થઈ શકો. જો આપના સંતાનો ખરેખર લાગણીશીલ હોય તો આપે થોડું સમાધાનકારી વલણ અપનાવવું પડશે. કુંભ રાશિ ધરાવતી માતા તેમના સંતાનો બોર્ડિંગ શાળામાં ભણે તેમ ઈચ્છતી હોય છે.તેમ છતા આ અંગે તેણે પહેલા પોતાના સંતાનોનો દ્રષ્ટિકોણ કે વિચાર જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપની જેમ આપના સંતાનો પણ સ્વતંત્ર જ રહેશે તેવું જરૂરી નથી.

કુંભ જાતકો પિતા તરીકેઃ
કુંભ પિતા જાતક તેમના સંતાનો પ્રત્યે આધુનિક દ્રષ્ટિકોણ રાખે છે. તેઓ સંતાનોના મંતવ્યો અને તેમના રસના વિષયોને ધ્યાનમાં રાખે છે. સંતાનોને કંઈક શીખવવાની નવી પદ્ધતિ સમજવામાં પાછી પાની નહીં કરે. કુંભ જાતકોને તેમના સંતાનો સાથે ઉંમરમાં લાંબા તફાવતથી કોઈ ફરક નહીં પડે.સંતાનોની કિશોરાવસ્થામાં ઉદભવતી સમસ્યાઓ, અંકુશો,કે મુશ્કેલીઓ અંગે ખાસ કાળજી લેવાની કુંભ જાતકોને સલાહ છે. કુંભ જાતકોએ તેમના સંતાનો ઝડપથી મોટા થઈ જાય તેવી લાલચ તેમણે વિચાર છોડી દેવો જોઈએ.

કુંભ સાપ્તાહિક ફળકથન – 21-04-2019 – 27-04-2019

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કુંભ | નામનો અર્થ : કુંભ | પ્રકાર : વાયુ – સ્થિર – સકારાત્મક | સ્વામી ગ્રહ : યુરેનસ | ભાગ્યશાળી રંગ : વાદળી, મોરપીંછ રંગ, ગ્રે(ભુખરો) અને કાળો | ભાગ્યશાળી દિવસ : રવિવાર, શનિવાર