For Personal Problems! Talk To Astrologer

કુંભ જાતકોનો સ્વભાવ

કુંભ જાતકોનો સ્વભાવ

જળ ભરેલો કુંભ સર્વસામાન્ય પુરુષની પણ સંજ્ઞા સૂચવે છે.
આ સર્વસામાન્ય પુરુષ સમગ્ર માનવજાતનું પ્રતિનિધિત્વ કરે છે. જળનો પ્રવાહ મગજમાંથી અવિરતપણે વહેતા નવા વિચારોનો સંકેત આપે છે. રાશિનું ચિહ્ન ઘડો હોવાથી ભૂલથી એમ માનવામાં આવે છે કે કુંભએ જળ તત્વની રાશિ છે. પરંતુ વાસ્તવમાં તે ખૂબ જ બુધ્ધિશાળી વાયુ તત્વની રાશિ છે.આથી જ કુંભ જાતકો નવીન વિચારો અને કલ્પનાઓમાં રસ ધરાવતા હોય છે. કુંભ જાતકો કદાચ વ્યક્તિગત લાગણીઓથી દૂર રહેતા હોય છે પરંતુ તેનો અર્થ એવો નથી કે તેમનામાં લાગણીનો અભાવ છે પરંતુ તેઓ એ બાબતમાં અસામાન્ય અને અલગ હોય છે. કુંભ રાશિના જાતકો સંપર્કો જાળવવામાં તથા પોતાના વિચારો અન્ય લોકો સુધી પહોંચાડવામાં બહુ નિપુણ હોય છે, તે ઉપરાંત બુદ્ધિ ચતુરાઈમાં પણ આગળ હોય છે. મૈત્રીપૂર્ણ સ્વભાવ હોવા છતા કુંભ રાશિના જાતકો તેમની લાગણીઓ વ્યક્ત કરવામાં સંકોચ અનુભવતા હોય છે. આપના માટે મિત્રોનું મહત્વ ઘણું વધારે હોય છે. કુંભ જાતકોનો જુસ્સો ઘણો સારો હોય છે, ક્યારેક તેઓ વિચિત્ર વર્તન કરે છે તો ક્યારેક તેઓ અસાધારણ વર્તન કરતા હોય છે. આપને મહત્વની બાબતો અને તરંગી કલ્પનાઓ વચ્ચેની ભેદરેખા સમજવાની જરૂર છે. આટલું જ પૂરતું નથી, આપને પોતાને નુકસાન ન થાય તે રીતે વિરોધીઓને કેવો પ્રતિસાદ આપવો તે શીખવાની પણ જરૂર છે.
સ્વામી ગ્રહઃ યુરેનસ
સૌરમંડળમાં યુરેનસને સૌથી ગૂઢ ને વિચિત્ર ગ્રહ ગણવામાં આવે છે. તેના ઉત્તર ધ્રૂવ પર સૂર્ય પ્રકાશ પડે છે અને તેનો ચંદ્ર ઊંધી દિશામાં તેની પ્રદક્ષિણા કરે છે. યુરેનસના આ સ્વભાવની જેમ જ કુંભ જાતકો પણ અન્ય લોકો કરતા કંઈક અલગ માનસિકતા અને વિચારો ધરાવતા જોવા મળે છે. તેઓ ક્યારેક ટૂંકા ગાળા માટે પણ ઘણા તેજસ્વી સાબિત થાય છે. આ રાશિના જાતકો છુપાયેલી ચિંતાઓને તુરંત પ્રત્યક્ષ રીતે રજૂ કરે છે. તેમના જીવનમાં ચડતીમાંથી અચાનક પડતી આવે છે તે માટે જ્યોતિષશાસ્ત્ર યુરેનસને જવાબદાર ઠેરવે છે. કુંભ રાશિના અધિપતિ તરીકે યુરેનસ સામાજિક અન્યાય સામે લડવા અને પોતાની જીંદગીમાં મુક્ત અભિવ્યક્તિ મેળવવા માટે લડત આપવા પ્રોત્સાહિત કરે છે.
અગિયારમો ભાવઃ ભવિષ્ય
કુંડળીમાં અગિયારમા ભાવને મિત્રો, આશાઓ અને સપનાંનો ભાવ ગણવામાં આવે છે. સપનાઓ સાકાર કરવામાં મિત્રો સહકાર આપે છે. અગિયારમો ભાવ રોજિંદી જવાબદારીઓ નહીં પરંતુ આદર્શ સ્થિતિ અને સપનાઓ સાકાર કરવાના માર્ગ સાથે સંબંધ ધરાવે છે. આપણે સપના સાકાર કરવા કંઈ કરીએ કે ન કરીએ પરંતુ સપનાઓ જીવંત રહે તે જરૂરી છે.
કુંભ રાશિનું તત્વઃ વાયુ
જ્યોતિષશાસ્ત્રમાં વાયુ તત્વ ગતિનો સંકેત આપે છે. તે અન્ય કોઈપણ કામ કરતા બુદ્ધિમત્તાનું મહત્વ વધારે દર્શાવે છે. આ રાશિના જાતકો જન્મથી તેમના સચેત મગજ અને ભાષા પર પ્રભુત્વના કારણે સંપર્કો વિકસાવવામાં નિપુણ હોય છે. તેઓ હળવા મૂડના કે ખુશમિજાજી હોઈ શકે પરંતુ તેઓ ક્યારેક વાવાઝોડા જેવી શક્તિ પણ ધરાવી શકે છે.
કુંભ રાશિના જાતકોની શક્તિઃ
કોઈપણ વાતમાંથી સાર લેવાનો આપનો સ્વભાવ એ જ આપની ખૂબી અને શક્તિ છે.
કુંભ રાશિના જાતકોની નબળાઈઃ
સર્વજ્ઞ હોવાનો અભિગમ તમને અન્યોથી દૂર કરી દે છે.
 

કુંભ સાપ્તાહિક ફળકથન – 18-04-2021 – 24-04-2021

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કુંભ | નામનો અર્થ : કુંભ | પ્રકાર : વાયુ – સ્થિર – સકારાત્મક | સ્વામી ગ્રહ : યુરેનસ | ભાગ્યશાળી રંગ : વાદળી, મોરપીંછ રંગ, ગ્રે(ભુખરો) અને કાળો | ભાગ્યશાળી દિવસ : રવિવાર, શનિવાર