For Personal Problems! Talk To Astrologer

કુંભ – તુલા સુસંગતતા

કુંભ અને તુલા રાશિ વચ્ચે સુસંગતતા

આ યુગલમાં ઘણાં સમાન ગુણો હોય છે અને તેઓ આ સંબંધને માણી શકે છે. તેમને બંનેને લોકોને મળવું તથા નવા મિત્રો બનાવવા ગમે છે. જોકે, કુંભ જાતકો તેમના વધારે પડતા ગુસ્સાવાળા સ્વભાવને કારણે તુલા જાતકોની લાગણી દુભાવે છે. તેમને તુલા જાતકો સાથે આ રીતે વર્તન કરતી વખતે ધ્યાન રાખવું જોઇએ. કુંભ જાતકો તુલા જાતકોની જેમ સ્વતંત્રતાને વધુ મહત્વ આપે છે અને તેમને જૂથમાં રહેવું ગમે છે, તેથી તેઓ એકબીજાના સંગાથમાં ક્યારેય કંટાળતા નથી. તેમની વચ્ચેનો સુમેળ ઉત્તેજનાપૂર્ણ રહે છે.

કુંભ પુરુષ અને તુલા સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સંબંધમાં હૂંફ, ઉત્તેજના અને રોમાન્સ સ્પષ્ટ જોવા મળે છે. તુલા સ્ત્રીના આકર્ષક વ્યક્તિત્વથી પુરુષ અધીરો બની જશે. કુંભ રાશિનો પુરુષ તેને ખૂબ પસંદ કરશે અને તેને પ્રેમ તેમજ સ્વતંત્રતાની દુનિયામાં લઇ જશે. જોકે આ માટે પુરુષ જાતક ખુશ હોય અને તે આ સ્થિતિને વળગી રહે તે જરૂરી છે. સફળતા મેળવવામાં અને સારો સંબંધ જાળવી રાખવામાં તેઓ બંને એકબીજાને સહકાર આપશે. થોડી ચડભડને બાદ કરતા તેમનો એકબીજા સાથેનો મેળ ઘણો સારો રહેશે.

કુંભ સ્ત્રી અને તુલા પુરુષ વચ્ચે સુસંગતતા
તેઓ વચ્ચેની સુસંગતતા ઘણી રોમેન્ટિક અને ઉત્તેજક હોય છે. ઘણીવાર, તુલા રાશિનો પુરુષ તેના વારંવાર બદલાતા મિજાજથી સ્ત્રીનો મૂડ બગાડે છે અને કુંભ રાશિની સ્ત્રી પણ તેના કઠોર અને મક્કમ વલણ દ્વારા પુરુષને ત્રાસ આપે છે. જોકે, તુલા પુરુષનો ખુશમિજાજી સ્વભાવ સ્ત્રીને પોતાની તરફ ખેંચશે, અને સ્ત્રી પણ તેના દેખાવ અને બૌદ્ધિક ક્ષમતા દ્વારા પુરુષને ખુશ કરી શકે છે. તેમની વચ્ચેનું જોડાણ મજબૂત અને ગાઢ રહેશે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં તમે પ્રોફેશનલ કાર્યોમાં સારું ધ્યાન આપીને ઓફિસમાં પોતાનો હોદ્દો અથવા બજારમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવામાં સફળ રહેશો. પૈતૃક કામકાજોમાં જોડાયેલા હોય તેવા જાતકોએ નુકસાનનો સોદો કરવાથી બચવું પડશે. છેલ્લા બે…

કુંભ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

સંબંધો બાબતે અત્યારે ચેતીને ચાલવાનો સમય છે. ખાસ કરીને જેઓ પહેલાથી સંબંધોમાં છે તેમને નજીવી બાબતે તકરાર થઈ શકે છે. આ ઉપરાંત સંબંધો તુટી જવાનો ભય મનમાં રહ્યા કરશે. તમારે વર્તમાન સાથીને ટકાવી રાખવા માટે વિશેષ પ્રયાસો પણ કરવા પડે….

કુંભ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

તમે કરેલા કામકાજના ફળરૂપે શરૂઆતના ચરણમાં તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે. નાણાં કમાવા માટે અગાઉ કરેલા પ્રવાસનું અત્યારે ફળ મળી શકે છે. શેરબજાર અથવા કોઇપણ સટ્ટાકીય પ્રવૃત્તિઅોમાં અત્યારે નુકસાન થવાની પ્રબળ શક્યતા હોવાથી…

કુંભ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો માટે અત્યારે પરિશ્રમનો સમય છે. સાથે સાથે, બિનજરૂરી ઉતાવળ ટાળવી પડશે અન્યથા બીજાની પ્રગતિથી અંજાઈને ઝડપથી આગળ વધવાની ઘેલછામાં તમે ખોટો નિર્ણય લો અથવા ખોટી દિશામાં આગળ વધો તેવી સંભાવના છે. છેલ્લા બે દિવસમાં…

કુંભ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

જો સ્વાસ્થ્યની સંભાળ લેશો તો આ સપ્તાહે ખાસ વાંધો નહીં આવે પરંતુ જો બેદરકારી રાખશો તો તંદુરસ્તી ઝડપથી જોખમાશે. ખાસ કરીને સપ્તાહના મધ્ય પછી તમારામાં નબળાઈ અને થાક વધી શકે છે. વિચારોની નકારાત્મકતા પણ તમારા સ્વાસ્થ્ય પર વિપરિત અસર…

નિયતસમયનું ફળકથન