For Personal Problems! Talk To Astrologer

કુંભ – સિંહ સુસંગતતા

કુંભ અને સિંહ રાશિ વચ્ચે સુસંગતતા

આ બંને રાશિ વચ્ચેનો મેળ એટલો ખરાબ પણ નથી. બંને વચ્ચે શારીરિક સુમેળ પણ ઘણો સારો રહે, પરંતુ સંબંધોને જો અહં છોડીને જાળવવામાં આવે તો તે લાંબા સમય સુધી ટકી શકે છે. કુંભ જાતકના આત્મવિશ્વાસ અને બૌદ્ધિક શક્તિ સિંહ જાતકને આકર્ષે છે, જ્યારે સિંહ જાતકના શારીરિક આકર્ષણથી કુંભ જાતક પ્રભાવિત થાય છે. સિંહ અને કુંભ જાતકોમાં ઘણી બધી એવી બાબતો છે જે તેમની વચ્ચે સામાન્ય નથી એમ છતાં તેમની વચ્ચેનો તાલમેલ સારો રહે છે. કેટલીક વાર કુંભ જાતકના ટીકાખોર સ્વભાવને કારણે સિંહ જાતકનો અહં ઘવાય છે.

કુંભ પુરુષ અને સિંહ સ્ત્રી વચ્ચે સુસંગતતા
કુંભ પુરુષ જાતકને આ સંબંધ બોજારૂપ લાગે છે. જ્યારે સિંહ મહિલા જાતક તેની સાથે વધારે નિકટતા સાધવાનો અને તેને બાંધીને રાખવાનો પ્રયાસ કરે છે. આ જોડી બહુ સારી પુરવાર થતી નથી. કુંભ પુરુષનો ટીકા ટિપ્પણી કરવાનો સ્વભાવ હોવાથી તે સ્ત્રીની ટીકા કરતો રહે છે, જે સિંહ મહિલા જાતકને બિલકુલ પસંદ પડતું નથી અને તેનામાં ગુસ્સો જન્માવે છે. આવી પરિસ્થિતિમાં બંને મર્યાદાના આવરણોને દૂર કરીને વર્તે છે. જો તેઓ બંને એકબીજાને પ્રેમ, લાગણી અને હૂંફ આપે તો થોડો વધુ સમય તેમના સંબંધ ટકી શકે છે. બંનેના વિરોધાભાસી સ્વભાવને કારણે આ જાતકો જીવનના જુદા જુદા રંગોને માણી શકે છે.

કુંભ મહિલા અને સિંહ પુરુષ વચ્ચે સુસંગતતા
કુંભ મહિલાની સ્વતંત્રતા અને તેના સ્વતંત્ર અસ્તિત્વનો જો સિંહ પુરુષ જાતક આદર કરે અને કુંભ મહિલા જો પુરુષની નિકટતાની જરૂરિયાતને સમજે અને અંગત સંબંધોમાં સાથ આપે તો તેમની વચ્ચે સારા સંબંધો વિકસી શકે છે. બંનેની શારીરિક સુદ્રઢતાના કારણે તેમની વચ્ચે સારો તાલમેલ જળવાઇ રહે છે. તેમની અદ્વિતીય પ્રતિભા જીવનની ઉત્તમ ક્ષણોનો આનંદ માણવા તેમને પ્રોત્સાહિત કરે છે. સિંહ પુરુષ જાતકને માત્ર પોતાની જ ચિંતા હોય છે, જ્યારે કુંભ મહિલા આખી દુનિયાની સમસ્યાઓ વિશે ચિંતિત હોય છે. જો તેઓ પરસ્પર આદર અને પ્રેમભાવ રાખે તો સંબંધો ટકે છે. તેમના વચ્ચેના સંબંધો શરૂઆતમાં સારા હોય છે પણ પછી ચકરાવે ચઢીને તેનો અંત આવે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયિકો તેમજ નોકરિયાતવર્ગ માટે આ સપ્તાહ એકંદરે સફળતાના સંકેત લઈને આવ્યું છે પરંતુ શરૂઆતના બે દિવસમાં તમારી માનસિક ચંચળતા અને બેચેની અનેક પ્રકારે અવરોધશે. કોઈપણ કાર્યમાં કઈ રીતે આગળ વધવું તે સમજવા માટે બીજાની મદદ લેવી આપના…

કુંભ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપને પ્રણયસંબંધોમાં આર્થિક ખર્ચની તૈયારી રાખવી પડશે. સંબંધો ટકાવી રાખવા માટે થોડા પ્રયત્નો પણ વધારવા પડશે. દાંપત્યજીવનમાં ગુસ્સો ખાસ ટાળજો અન્યથા તમારી વચ્ચે કારણ વગરનો તણાવ ઉભો થશે. મિત્રો અને ભાઈબહેન સાથેના…

કુંભ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહમાં આપને લાભ અને ખર્ચ બંને પ્રકારના યોગ જણાઈ રહ્યા છે. સપ્તાહના પ્રારંભે આપને તબીબી, સેવા કાર્યો અથવા ધાર્મિક ખર્ચની સંભાવના વિશેષ છે. હાલમાં તમે જુની ઉઘરાણી ઉકેલવા માટે સક્રીય થશો અને તેના કારણે કદાચ એકાદ મુસાફરી અથવા…

કુંભ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે વિદ્યાર્થી જાતકોને શરૂઆતમાં અભ્યાસમાં કોઈને કોઈ કારણથી અવરોધો કે વિઘ્નો ઉભા થાય અને અભ્યાસના માહોલમાં અશાંતિ વર્તાય. જોકે, ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં આગળ વધવા માટે શરૂઆતનો સમય સારો છે. અત્યારે તમે કોઇપણ ચર્ચા અથવા…

કુંભ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપની સ્વાસ્થ્ય સુખાકારી ખૂબ સારી જળવાઈ રહેશે. આપનું મન પ્રફુલ્લિત રહેશે અને માનસિક પ્રસન્નતાના કારણે આપના શરીરમાં પણ ચુસ્તી અને સ્કૂર્તિનો અહેસાસ થશે. શરૂઆતના બે દિવસમાં તમારે ખાવાપીવાની આદતોમાં નિયમિતતા લાવવી…

નિયતસમયનું ફળકથન