For Personal Problems! Talk To Astrologer

કુંભ વિસ્તૃત સમજ

કુંભ રાશિ વિશે વિસ્તૃત સમજ

કુંભ રાશિના ચિહ્નમાં એક પુરુષ તેના ખભા પર ઘડો લઈને ઉભેલો જોવા મળે છે. આ રાશિનો કાળપુરુષના જાંઘ પર અમલ છે. છીછરા પાણીવાળી જગ્યા, રેસાવાળા શાકભાજી ઊગતા હોય તેવી જગ્યાઓ, પક્ષીઓના બજાર, આલ્કોહોલ અને મહિલાઓ તેમ જ જુગારના અડ્ડાઓ જેવા સ્થળોએ કુંભ રાશિનું નિવાસસ્થાન છે.

રાશિચક્રની અગિયારમી રાશિ કુંભ પોતાની આસપાસની દુનિયા સુધારવા માટે અને સહિયારા પ્રયાસોથી તેને વધુ બહેતર સ્થળ બનાવવા માટે પોતે જે સપનાં જુએ છે તેમાં ચોક્કસ દૂરંદેશી હોય છે. આ પ્રગતિશીલ જાતકો આ પ્રક્રિયામાં બીજા લોકોને પણ ઝડપથી જોડે છે અને સમગ્ર પ્રક્રિયામાં ઘણા મિત્રો તેમ જ ઓળખીતાઓને એકત્ર કરે છે.

કુંભ રાશિના જાતકો માનવતાવાદી તેમ જ પરગજુ અને દયાળુ હોય છે અને દુનિયાને વધુ સારી બનાવવામાં તેમને ખૂબ જ રસ હોય છે. માનવજાત પ્રત્યેના પ્રેમના કારણે તેઓ તેના ઉત્કર્ષ માટે કોઈપણ કાર્યો કરે છે. પરંતુ સાથે સાથે તેઓ ઉત્સાહવિહોણા, ઉદાસીન, લાગણીઓ અને આસક્તિથી વિરક્ત અને તદ્દન નિષ્પક્ષપાતી પણ હોય છે. તેમને હરવાફરવાનું, વિચારોનું અને જીવનનું સ્વાતંત્ર્ય ગમે છે, તેઓ મોટા ભાગે ટેકનિકલૉજીમાં નિષ્ણાત અને સંશોધકો હોય છે.કમ્પ્યૂટર, એરોપ્લેનથી માંડીને જ્યોતિષશાસ્ત્ર આ તમામ ક્ષેત્રો પર તેમનું પ્રભુત્વ હોવાથી તેઓ તેમાં ઘણું બધું અવનવું કરી શકે છે. ઘણી વખત તેમને ધૂની અને તરંગી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તેમની કલ્પનાઓ અને યોજનાઓ સતત બદલાતી રહે છે અને સમાન વિચારસરણી ન હોય તેવા લોકો સાથે સંબંધ તેમને બહુ જામતું નથી. પોતાની ભવ્ય કલ્પનાઓ અને દૂરંદેશી અંગે તેઓ ભાગ્યે જ વિગતો જાહેર કરતા હોય છે.

સહાનુભૂતિવાળા, સંવેદનશીલ, તત્વજ્ઞાની, પ્રબળ અંતઃસ્ફુરણા ધરાવતા, મૈત્રીપૂર્ણ છતાં અલિપ્ત રહેતા કુંભ જાતકોની સાથે ઘનિષ્ઠતા બાંધવી અન્ય જાતકો માટે મુશ્કેલ બની જાય છે. તેઓ જાગરૂકતાપૂર્વક પોતાના વ્યક્તિગત અવકાશનું જતન કરે છે અને સમગ્ર પ્રક્રિયાના પરિણામે એકલા રહે છે. તેઓ સૌંદર્ય અને સૌમ્ય તેમ જ ઉમદા હોય તેવી દરેક ચીજની પ્રસંશા કરે છે, પરંતુ તેમની બિનરૂઢિવાદી માનસિકતા અને મૌલિકતા મોટાભાગે વિચિત્ર અને અકળ વર્તનના રૂપમાં પ્રગટ થાય છે.તેઓ પોતાના જ્ઞાનની ક્ષિતિજો હંમેશા વિસ્તારે છે અને કોઈ પણ બાબતનું પૃથક્કરણ કરવાની તેમની સહજ વૃત્તિના કારણે તેઓ વિજ્ઞાનમાં વધારે રૂચિ ધરાવે છે. સામાન્યપણે બહુ ઝડપથી ગુસ્સે ન થતા, ધીરજવાન અને ખંતિલા આ જાતકોનું મન અને અભિપ્રાયને બદલવા સહેલા નથી. જો કે, કુંભ જાતકોને ધર્માંધ ન કહી શકાય. તેઓનો દ્રષ્ટિકોણ આધુનિક હોય છે.

કુંભ જાતકોને ક્યારેય આર્થિક બાબતે ચિંતા હોતી નથી. અવારનવાર સખાવતી કાર્યો અને પ્રવાસ કરતા રહેતા આ જાતકો, ગંભીર નુક્સાન પણ સહન કરી શકે છે. કોઈ પણ કલામાં તેઓ નિષ્ણાત હોય છે અને સારો દેખાવ કરી શકે છે. તેમાંના મોટાભાગના જાતકો વિજ્ઞાનિક અને ડૉક્ટરો બને છે. કાયદાક્ષેત્રે પણ તેઓ આસાનીથી સફળતા મેળવી શકે છે.

કુંભ જાતકો પોતાની જિંદગીમાં અંગત અવકાશને ઘણું મહત્વ આપે છે, અને દિલનો એ ખૂણો તેમણે જેના માટે અનામત રાખ્યો હોય તેમાં બીજાની ઘૂસણખોરી તેમને ગમતી નથી. પરંતુ જો કોઈને એકવાર તેમાં પ્રવેશવા દે તો પછી તેમને કુંભ જાતકો ઘણા મોહક અને આકર્ષક લાગે છે. કુંભ જાતકો સાથે પ્રેમમાં પડેલી વ્યક્તિને તેમની કલાત્મક અને બૌદ્ધિક રૂચિઓનો બહુ સારો પરિચય થાય છે. કુંભ જાતકો તેમના જીવનસાથી માટે બધું જ એકદમ ક્ષતિરહિત કરવા માગે છે. પ્રેમ અને લગ્ન અંગે તેમનો અભિગમ તર્કસંગત અને બુધ્ધિશાળી હોય છે, આથી, તેઓ મગજથી અને આંખોથી પ્રેમ કરે છે. તેઓ ઉપકારની ભાવનાવાળા હોય છે, અને પહેલી જ વખતમાં કંઈક અલગ વર્તન હોવા છતાં આગળ જતા સમાધાનકારી વલણ અપનાવે છે. કુંભ ઉપરાંત, મિથુન અને તુલા જાતકો આ રાશિના જાતકો માટે ખૂબ જ સારા જીવનસાથી પુરવાર થાય છે. ઘરે રહેવાનું વધુ પસંદ કરતા કુંભ જાતકોને રસોઈ ઉપરાંત અન્ય ઘરેલુ પ્રવૃત્તિઓ જેમ કે, મસાલા ભેગા કરવા અને નવી નવી વાનગીઓ પર હાથ અજમાવવો પસંદ હોય છે. કુંભ જાતકો ઘણી વખત આવી ટાઈમ પાસ પ્રવૃત્તિઓ દ્વારા તેમના જીવનસાથીને સપ્રાઈઝ પણ આપે છે.

કુંભ સાપ્તાહિક ફળકથન – 10-01-2021 – 16-01-2021

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કુંભ | નામનો અર્થ : કુંભ | પ્રકાર : વાયુ – સ્થિર – સકારાત્મક | સ્વામી ગ્રહ : યુરેનસ | ભાગ્યશાળી રંગ : વાદળી, મોરપીંછ રંગ, ગ્રે(ભુખરો) અને કાળો | ભાગ્યશાળી દિવસ : રવિવાર, શનિવાર