કુંભ એ સંશોધનકારની રાશિ છે. કુંભ જાતકો જમીન, બાંધકામ કે રીઅલ એસ્ટેટ જેવા કોઈપણ સામાન્ય વ્યવસાય કરતા નવીન વ્યવસાયમાં સારી પ્રગતિ કરી શકે છે. કુંભ જાતકો ખૂબ સારા ડોક્ટર, મનોચિકિત્સક, મનોવિજ્ઞાનિક, લેખક,ચિત્રકાર, સંગીતકાર, કોમેન્ટેટર કે અભિનેતા બની શકે છે. જે વ્યવસાયમાં સંશોધનાત્મકતા, વાસ્તવિકતા અને સ્વતંત્રતા જોવા મળે તેવા ક્ષેત્રે કારકીર્દિ ઘડવાની કુંભ જાતકોને સલાહ છે. કુંભ જાતકો વિજ્ઞાનક્ષેત્રે ડિગ્રી મેળવી આ દિશામાં જ આગળ વધે તે લાભદાયી છે. આપ થિયેટર, ફિલ્મ,અભિનય અને સાહિત્યક્ષેત્રે પણ આગળ વધી શકો છો.