For Personal Problems! Talk To Astrologer

કુંભ – મકર સુસંગતતા

કુંભ અને મકર રાશિ વચ્ચે સુસંગતતા

મકર રાશિની વ્યક્તિ ન્યાય પ્રિય અને ઉદ્યમી સ્વભાવ ધરાવતી હોય છે. તેઓ સીધા અને સરળ હોય છે જ્યારે કુંભ જાતક પ્રકૃતિ પ્રેમી હોય છે અને દરેક કામ સર્જનાત્મકતાથી કરે છે. કુંભ જાતક સહાનુભૂતિ ધરાવનાર અને વર્તમાન પરિસ્થિતિથી સરળતાથી અસર પામનારા હોય છે. તેઓ એકબીજાની પ્રશંસા કરે તો તેમની સુસંગતતા ઉત્તમ હોય છે. પણ, જ્યારે નજીવી બાબતો પર તેમની વચ્ચે સંઘર્ષ થાય ત્યારે પરિસ્થિતિ સાવ બદલાઇ જાય છે. જો તેઓ એકબીજાના નકારાત્મક પાસાઓને ધ્યાનમાં ન લેવાનો પ્રયત્ન કરે તો આ સંબંધ સરળતાથી આગળ વધી શકે.

કુંભ પુરુષ અને મકર સ્ત્રી વચ્ચે સુસંગતતા
તેમની વચ્ચે પ્રેમ કરતા મિત્રતાના સંબંધો વધુ સારા હોય છે. કુંભ રાશિના પુરુષને લોકો સાથે હળવું મળવું અને પાર્ટીમાં જવું ગમે છે. લોંગ ડ્રાઇવ પર જવા તેઓ આતુર હોય છે. મકર રાશિની સ્ત્રીના અંતર્મુખી અને પ્રામાણિક રહેવાના સ્વભાવને કારણે તે ઘણીવાર ચિડાઇ જાય છે. જો તેઓ એકબીજાના પૂરક બને અને સંબંધોની કડવાશને ભૂલી શકે તો સુસંગતતાની દ્રષ્ટિએ આ સંબંધ સારો બની શકે છે. તેમના જીવનમાં આ સંબંધ પ્રેમની હૂંફ પૂરી પાડી શકે છે.

કુંભ સ્ત્રી અને મકર પુરુષ વચ્ચે સુસંગતતા
મકર રાશિનો પુરુષ તેની સ્ત્રીને હંમેશા સરખુ મહત્વ આપે છે. તે અધ્યયનશીલ, પક્ષપાત ન કરનાર અને સરળ વ્યક્તિ હોય છે. આ સ્ત્રી ખરાબ પરિસ્થિતિમાં તેની પડખે ઊભી રહે છે. પોતાના આત્મવિશ્વાસ અને ખરાબ સંજોગોને લડત આપવાના ગુણોને કારણે મકર રાશિનો પુરુષ તેની તરફ આકર્ષાય છે. તેઓ મતભેદો દૂર રાખવાનો પ્રયત્ન કરશે તો તેમનો સંબંધ ટોચ પર પહોંચશે. આ સુસંગતતા એટલી ખરાબ નથી.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં તમે પ્રોફેશનલ કાર્યોમાં સારું ધ્યાન આપીને ઓફિસમાં પોતાનો હોદ્દો અથવા બજારમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવામાં સફળ રહેશો. પૈતૃક કામકાજોમાં જોડાયેલા હોય તેવા જાતકોએ નુકસાનનો સોદો કરવાથી બચવું પડશે. છેલ્લા બે…

કુંભ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

સંબંધો બાબતે અત્યારે ચેતીને ચાલવાનો સમય છે. ખાસ કરીને જેઓ પહેલાથી સંબંધોમાં છે તેમને નજીવી બાબતે તકરાર થઈ શકે છે. આ ઉપરાંત સંબંધો તુટી જવાનો ભય મનમાં રહ્યા કરશે. તમારે વર્તમાન સાથીને ટકાવી રાખવા માટે વિશેષ પ્રયાસો પણ કરવા પડે….

કુંભ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

તમે કરેલા કામકાજના ફળરૂપે શરૂઆતના ચરણમાં તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે. નાણાં કમાવા માટે અગાઉ કરેલા પ્રવાસનું અત્યારે ફળ મળી શકે છે. શેરબજાર અથવા કોઇપણ સટ્ટાકીય પ્રવૃત્તિઅોમાં અત્યારે નુકસાન થવાની પ્રબળ શક્યતા હોવાથી…

કુંભ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો માટે અત્યારે પરિશ્રમનો સમય છે. સાથે સાથે, બિનજરૂરી ઉતાવળ ટાળવી પડશે અન્યથા બીજાની પ્રગતિથી અંજાઈને ઝડપથી આગળ વધવાની ઘેલછામાં તમે ખોટો નિર્ણય લો અથવા ખોટી દિશામાં આગળ વધો તેવી સંભાવના છે. છેલ્લા બે દિવસમાં…

કુંભ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

જો સ્વાસ્થ્યની સંભાળ લેશો તો આ સપ્તાહે ખાસ વાંધો નહીં આવે પરંતુ જો બેદરકારી રાખશો તો તંદુરસ્તી ઝડપથી જોખમાશે. ખાસ કરીને સપ્તાહના મધ્ય પછી તમારામાં નબળાઈ અને થાક વધી શકે છે. વિચારોની નકારાત્મકતા પણ તમારા સ્વાસ્થ્ય પર વિપરિત અસર…

નિયતસમયનું ફળકથન