For Personal Problems! Talk To Astrologer

કુંભ – કર્ક સુસંગતતા

કુંભ અને કર્ક રાશિ વચ્ચે સુસંગતતા

કુંભ જાતકોની લાક્ષણિકતા છે કે તેઓ એક જ રૂઢિમાં બીબાંઢાળ ન રહેતા જુદી જુદી ચીજો અજમાવતા રહે છે અને સ્વતંત્રતા પસંદ કરે છે. સંવેદનશીલ અને હઠીલા કર્ક જાતકો કુંભ જાતકોને સંભાળી શકશે નહીં. કર્ક જાતકો કુંભ જાતકો પાસેથી સુરક્ષા અને હૂંફ ઝંખે છે પણ તેમનો ગૂઢ સ્વભાવ તેમને અસ્વસ્થ બનાવશે. નવા વિચારોની શોધમાં તેઓ પરિવારથી દૂર થઇ જાય છે. બીજી તરફ, કર્ક જાતકો પરિવાર સાથે ઘણું સારું ભાવનાત્મક જોડાણ ધરાવે છે. ટૂંકમાં, આ સંબંધમાં સારી સુસંગતતા જોવા નથી મળતી.

કુંભ પુરુષ અને કર્ક સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સંબંધ જીવનના જુસ્સાને માણી નહીં શકે કારણ કે પુરુષ અને સ્ત્રીના લક્ષણો સાવ જ અલગ હોય છે. સ્ત્રી હંમેશા સુરક્ષા અને પ્રેમ ઝંખતી હોય છે. બીજી તરફ, કુંભ રાશિનો પુરુષ સ્વતંત્રતા ઝંખતો હોવાથી આ સંબંધ ઘણો વ્યથા આપનારો અને મુશ્કેલીઓ સર્જનારો બની રહે છે. જ્યારે કર્ક સ્ત્રી જાતકની લાગણીઓ અને કુંભ પુરુષ જાતકના બુદ્ધિશાળી વિચારોનું મિલન થાય ત્યારે જ તેમનો સંબંધ વિકસી શકે છે.

કુંભ સ્ત્રી અને કર્ક પુરુષ વચ્ચે સુસંગતતા
આ સંબંધને યોગ્ય કહી શકાય નહીં કારણ કે કર્ક રાશિના પુરુષો વાસ્તવદર્શી અને અનિર્ણાયક કુંભ રાશિની સ્ત્રીની પ્રશંસામાં વધારે પડતા લાગણીશીલ થઇ જાય છે. આ સ્ત્રી જાતકો દયાળુ અને મળતાવડી હોય છે, છતાં તે ઢચુપચુ મન ધરાવતા કર્ક રાશિના પુરુષથી જલ્દી ત્રાસી જાય છે. આ સ્ત્રીનું સાવ વિરૂદ્ધ લક્ષણ એ છે કે તેને એકાંતમાં રહેવું ગમે છે, છતાં તે ઘણાં મિત્રો ધરાવે છે પણ તેમાં નિકટના મિત્રો કોઇ નથી હોતા. આ સ્ત્રી એવો સાથી ઝંખે છે જે આનંદી હોય અને કર્ક રાશિના પુરુષની જેમ કોઇ એક વાતને વળગી રહેનારો ન હોય.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં જ તમે કારકિર્દીને અનુલક્ષીને નોકરી કે વ્યવસાયમાં આગળ વધવા માટે મહત્તમ પ્રયાસ કરશો અને તેનું ફળ પણ મેળવશો. તમારામાં અત્યારે કામ પ્રત્યેની કટિબદ્ધતા અને ઉત્સાહ બંને વધુ રહેવાથી મોટાભાગના નિર્ણયો સાચા જ પડશે….

કુંભ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

અત્યારે તમારા સંબંધોમાં ઘણા સમયથી અનિશ્ચિતતા અને તણાવની શક્યતા હશે અને હજુ પણ તે રહેશે. છતાં પણ માત્ર ટુંકાગાળાનો વિચાર કરીએ તો ખાસ કરીને સપ્તાહના મધ્યમાં તમારા દિલમાં પ્રેમની કૂપળો ફુટી શકે છે. છેલ્લા બે દિવસમાં અકળાયેલું મન…

કુંભ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

અત્યારે તમારી પાસે એક યા બીજા પ્રકારે નાણાંનો પ્રવાહ ચાલુ રહેવાથી મોટી આર્થિક ખેંચતાણમાં આવો તેવી શક્યતા જણાતી નથી. અત્યારે પરિવારની ખુશી માટે વાહન અથવા ઇલેક્ટ્રોનિક ચીજોની ખરીદીમાં ખર્ચ થવાની પણ સંભાવના છે. આર્થિક ભાવિ…

કુંભ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો અભ્યાસમાં ધ્યાન તો આપશે પરંતુ ઈચ્છિત પરિણામ મેળવવા માટે અત્યારે ઘણી મહેનત કરવી પડશે. શરૂઆતમાં ખાસ કરીને રોજગારલક્ષી કોર્સમાં સારું પરિણામ મેળવી શકશો. જરૂર જણાય ત્યાં બીજાનું માર્ગદર્શન લેવામાં અચકાવું નહીં…

કુંભ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆત તમે સારા સ્વાસ્થ્ય સાથે જ કરશો અને તમારી ચુસ્તિ-સ્ફૂર્તિના કારણે કામકાજમાં ઘણું સારું ધ્યાન આપી શકશો. મન પ્રફુલ્લિત રહે તે માટે તમે કોઈ નજીકના સ્થળે ફરવાનું આયોજન પણ કરી શકો છો. છેલ્લા બે દિવસમાં શક્ય હોય ત્યાં…

નિયતસમયનું ફળકથન