અમારા વિશે

કંપનીનો પરિચય

૨૦૦૩માં ચોક્કસ દૂરંદેશી સાથે સ્થાપવામાં આવેલી અમારી પેરન્ટ (મુખ્ય) બ્રાન્ડ GaneshaSpeaks.com અનેક રીતે સાહસની પહેલ કરનાર અને નવો ચીલો ચાતરનાર કહી શકાય. તે સમયે ઈ-કોમર્સનો યુગ હજી પ્રારંભિક તબક્કામાં હતો અને તેના દ્રષ્ટાંતો પણ ગણ્યા-ગાંઠ્યા જ હતા. તે વખતે કંપનીએ પ્રથમ દિવસથી જ વેરવિખેર અને દિશાહિન એસ્ટ્રોલૉજીના માર્કેટને વ્યવસ્થિત કરવાની નેમ અને દૂરંદેશી સાથે GaneshaSpeaks.com નો પ્રારંભ કર્યો. આજે મુખ્ય કંપની એટલે કે, Pandit Ventures Private Ltd. તે શરૂ થયા બાદ અત્યારે ખૂબ લાંબી મઝલ કાપી લીધી છે, ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે તેમ જ અનેક પ્રકારે પોતાની ક્ષિતિજો વિસ્તારી રહી છે. એમાં કોઈ બેમત નથી કે ભારતની પ્રથમ ક્રમની જ્યોતિષીય વેબસાઈટ GaneshaSpeaks.com ઉપરાંત, કંપની તેના વિવિધ આગામી પ્રોજેક્ટ્સ, સેવાઓ અને બ્રાન્ડ્સના પ્રભાવી પોર્ટફોલિયો બદલ ગર્વ અનુભવે છે.

સંસ્થાપકનો પરિચય

યુવાન, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા અને અદ્યતન ટૅકનોલૉજીને બિઝનેસમાં સમાવિષ્ટ કરી અને નવા નવા પ્રયોગો દ્વારા હંમેશા બિઝનેસમાં પોતાની ક્ષિતિજો વિસ્તારતા રહેલા શ્રી હેમાંગ અરુણભાઈ પંડિત તેમના માનસ સંતાન GaneshaSpeaks.comના બિઝનેસની સ્થાપના અને સર્જન તેમ જ હાલમાં કાર્યરત અને હવે પછી અસ્તિત્વમાં આવનારી પેટા સંસ્થાઓનું પ્રેરક અને ચાલક બળ રહ્યા છે, અને તેમની જ મૂળ પરિકલ્પનાનું આ સર્જન છે. www.GaneshaSpeaks.com, વેબસાઈટના પ્રણેતા શ્રી પંડિતે લક્ષ્ય પર નજર રાખવાના અને નવા આયામોને સમાવિષ્ટ કરવાના અભિગમ સાથે આ વ્યવસાયને નવું જોમ પૂરૂં પાડ્યું છે. તેઓ ઉચ્ચ ગુણવત્તાની સેવાના ધોરણોનો આદર કરે છે અને તેને જ પ્રાધાન્યતા આપે છે, તથા તેમની દૂરંદેશી તેમ જ સખત મહેનત અને કુશળતાપૂર્વક કામ કરવાના સિદ્ધાંતમાં તેમના દ્રઢ વિશ્વાસના કારણે જ સમય સમય પર આંજી દેનારા પરિણામો મળ્યા છે. તેમનો અજોડ સાહસિક જુસ્સો અને તરવરાટ આ સંસ્થાની સાફલ્ય ગાથા લખવામાં નિમિત્ત બન્યા છે.

GaneshaSpeaks.com ટીમ

કોઈપણ કાર્ય કે સાહસમાં સમગ્ર સ્ટાફના સંપૂર્ણ અને સહિયારા યોગદાન વગર સાચી સફળતા મળવી શક્ય નથી તેવી દ્રઢ માન્યતાના આધાર પર કંપનીની વિચારધારાનો પાયો રચાયો છે. આ વિચારસરણીના આધારે જ ગણેશાસ્પિક્સમાં સ્ટાફના તમામ સભ્યો અને જ્યોતિષીઓ એક વિશાળ પરિવારના સભ્યની જેમ કામ કરે તેમાં કોઈ જ નવાઈ નહીં. ગણેશાસ્પિક્સ ખાતે જ્યોતિષીઓની ટીમને ખ્યાતનામ જ્યોતિષવિદ શ્રી બેજન દારૂવાલાએ તૈયાર કરી છે તેમ જ તાલીમ આપી છે, અને તેમને શ્રી બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસદારો તરીકે સત્તાવાર જાહેર કરવામાં આવ્યા છે.

બેજન દારૂવાલાની ભૂમિકા

વિશ્વવિખ્યાત આદરણીય ભવિષ્યવેત્તા શ્રી બેજન દારૂવાલાનો શબ્દોમાં પરિચય આપવાની જરૂર નથી. તેમની પ્રસિધ્ધિ જ તેમનો પરિચય છે. GaneshaSpeaks.comની સ્થાપના થઈ ત્યારથી જ તેઓ કંપની સાથે કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર, પ્રમોટર અને જ્ઞાનના મુખ્ય સ્રોત તરીકે સંકળાયેલા છે. તેમણે જ વર્ષ ૨૦૦૩માં આ વેબસાઈટ અને તેની સેવાઓનું ઔપચારિક ઉદઘાટન કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં, નાદુરસ્ત તબિયતના કારણે તેમની સક્રિય ભૂમિકા નથી રહી. જો કે, GaneshaSpeaks.com અને તેની ટીમને થોડા વર્ષ પહેલાં જ તેમણે પોતાના સત્તાવાર વારસદાર તરીકે જાહેર કર્યા છે અને હાલમાં તેઓ GaneshaSpeaks.comને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી રહ્યા છે.

પુરસ્કાર

GaneshaSpeaks.comની સાફલ્ય ગાથા અને સંસ્થા સંબંધિત લેખો, કંપનીની નિષ્ઠાવાન ટીમ દ્વારા વિવિધ વિષયો પર લખાયેલા ફળકથનો અને બ્લોગ નિયમિત ધોરણે અગ્રણી વેબસાઈટ્સ, અખબારો અને સામયિકોમાં જોવા મળે છે.

ઈન્ટરનેટ વ્યવસાય

દુનિયાના બદલાતા ચહેરામાં ઈન્ટરનેટ અને વિશ્વભરમાં પથરાયેલું તેનું નેટવર્ક સમગ્ર વિશ્વ સાથેના સંપર્કો માટે મહત્વનું માધ્યમ બની ગયું છે. GaneshaSpeaks.comને, આ માધ્યમની શક્તિ અને વિકાસમાં અપાર વિશ્વાસ છે, અને અમે માનીએ છીએ કે દુનિયાભરના લોકોમાં પોતાનું ભાવિ જાણવાની જગાડનાર જ્યોતિષશાસ્ત્ર જેવા વિષયને આ વિશાળ અને સુલભ માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવું જોઈએ. ચોક્કસ સ્વરૂપ વગરના અને અસ્તવ્યસ્ત દશામાં અટવાઈ રહેલા એસ્ટ્રોલૉજી માર્કેટને એક ચોક્કસ દિશા સાથે વ્યવસ્થિત રૂપ આપવાના મૂળ હેતુ સાથે GaneshaSpeaks.com વેબસાઈટનું સર્જન કરવામાં આવ્યું હતું. આમ, ઈ-સ્પેસ તેના માટે સહજ પસંદગી હતી, જેના પર મળતા પ્લેટફોર્મના માધ્યમથી સમગ્ર વિશ્વના લોકો સહેજ પણ અડચણ વગર અને વિશ્વસનીય રીતે જ્યોતિષીઓ અને જ્યોતિષીય સેવા સાથે સંકળાઈ શકે. આજે, ગણેશાસ્પિક્સ વિશ્વની ત્રીજા ક્રમની જ્યોતિષ આધારિત વેબસાઈટ છે, અને બેશકપણે ભારતમાં પ્રથમ ક્રમે છે. ભરોસાપાત્ર અને શ્રેષ્ઠ કક્ષાની માહિતી અને સેવાઓ પૂરી પાડીને તેમ જ બેજન દારૂવાલાએ તૈયાર કરેલા જ્યોતિષીઓની મજબૂત ટીમ સાથે GaneshaSpeaks.com આજે દર મહિને ૨૦ લાખ એટલે કે બે મિલિયન વિઝિટર્સ ધરાવતી વેબસાઈટ બની ગઈ છે.

ટેલિકોમ વ્યવસાય

GaneshaSpeaks.comની સાફલ્ય ગાથા માત્ર વેબ પોર્ટલના પ્લેટફોર્મ સુધી મર્યાદિત નથી. અમારા વ્યવસાયમાં ટેલિકોમ વ્યવસાય એવી શાખા છે જેણે ખૂબ જ સારી રીતે પોતાનું અસ્તિત્વ પુરવાર કર્યું છે. ખરેખર તો, એ કહેવામાં સહેજ પણ ખોટું નથી કે, આ અમારી સૌથી સફળ સેવાઓ પૈકી એક છે. ટેલિકોમના ક્ષેત્ર દ્વારા, અમે મોબાઈલ ટેકનોલોજી, SMS, WAP, IVR અને મોબાઈલ એપ્સમાં પગદંડો જમાવ્યો છે. શોર્ટ કોડ ૫૫૧૮૧ના ઉપયોગથી અમે વોઈસ બેઝ્ડ વ્યક્તિગત અને IVR જ્યોતિષીય કન્સલ્ટન્સીની સેવા આપીએ છીએ, જે ખૂબ જ લોકપ્રિય છે. મોટાભાગના અગ્રણી સેલ્યુલર અને ટેલિફોન ઓપરેટર કંપનીઓએ આ કોડ તેમ જ મૂલ્યવર્ધક સેવાઓ માટે અમારી સાથે ભાગીદારી કરી છે. કંપની સમગ્ર ભારતમાં 5 કોલ સેન્ટર ધરાવે છે, જે દર મહિને 7 લાખથી વધારે કોલ કર્તાઓને અંગ્રેજી ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓમાં 24 X 7 X 365 કન્સલ્ટન્સી સેવા પૂરી પાડે છે. 100% પ્રમાણભૂત અને વિષયને અનુરૂપ માહિતી તથા શ્રેષ્ઠ તાલીમ પામેલા જ્યોતિષીઓ સાથે ગણેશાસ્પિક્સ તેના કસ્ટમર્સ અને સમર્થકોના દિલમાં સ્થાન ધરાવે છે તેમાં કોઈ જ શંકા નથી.

ફોર્ચ્યુન મંત્ર

વર્ષોથી, વૈશ્વિક અર્થતંત્રમાં શેરબજારે મહત્વનું સ્થાન હાંસલ કર્યું છે. શેર બજારની આ અસ્થિર અને પરિવર્તનશીલ દુનિયામાં ભાગ્યનું પાસું ક્યારે પલટે તે કહી શકાતું નથી. શેરબજારના નિષ્ણાતોના અભિગમને ધ્યાનમાં રાખીને, એવું માની શકાય કે જો બજારની ભાવિ ચાલ અંગે પહેલાથી સચોટ અંદાજ આવી જાય તો ખૂબ જ લાભ મેળવી શકાય છે. ગ્રહોની દશા અને ચાલ(ચોક્કસ દેશ, સમયગાળો, કંપની અને સ્ક્રિપ માટે)નો અભ્યાસ કરીને જ્યોતિષના માધ્યમથી, બજારની ભાવિ ચાલ અંગે ગણતરી અને ફળકથન થઈ શકે છે. GaneshaSpeaks.com ગ્રહોની આ દશા અને ચાલનો અભ્યાસ કરે છે, અને આ રીતે જ ફોર્ચ્યૂન મંત્રનો જન્મ થયો છે. તે વિશેષ અને વ્યક્તિગત જ્યોતિષ આધારિત સ્ટૉક માર્કેટ કન્સલ્ટેશન સેવા છે. ફોર્ચ્યૂન મંત્રનો મૂળ હેતુ સટ્ટાકીય સોદાઓમાં કોઈપણ વ્યક્તિ કે કંપનીને વધુને વધુ નફો કરાવવાનો અને નુકસાન ઘટાડવાનો છે, જેમાં ખાસ કરીને શેરબજાર સંબંધિત સોદાઓ પર ધ્યાન આપવામાં આવે છે. અહીં ગણેશાસ્પિક્સનો મજબૂત જ્યોતિષ આધારિત પાયો આર્થિક બજારોની ઊંડી સમજ સાથે મળીને ફોર્ચ્યૂનમંત્રના રૂપમાં એક અદભૂત સમન્વય રચે છે.

Astrology.fm

www.astrology.fm, દ્વારા ઈન્ટરનેટ રેડિયોની દુનિયામાં Ganeshaspeaks.comએ પગરણ માંડ્યા છે. Astrology.fm વિશ્વની સૌપ્રથમ જ્યોતિષ આધારિત ઈન્ટરનેટ રેડિયો વેબસાઈટ છે, અને વર્ષ ૨૦૧૦માં તેનો પ્રારંભ થયા બાદ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. વિશ્વસનીયતા સાથે કોઈપણ પ્રકારે સમાધાન કર્યા વગર જ્યોતિષશાસ્ત્ર જેવા ગૂઢ શાસ્ત્રમાં લોકોની આસ્થાને વધુ મજબૂત કરવા અને સરળતાથી તેમને સમજાવવાના આશય સાથે આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નિઃશુલ્ક ઓનલાઈન રેડિયો સેવાના કાર્યક્રમો જ્યોતિષશાસ્ત્રને રોજિંદા જીવનમાં સમાવિષ્ટ કરી તેમાંથી માર્ગદર્શન લેવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. સાંભળવા ગમે અને વિચારોને પ્રોત્સાહન આપે તેવા આ કાર્ચક્રમો શ્રોતાને સતત જકડી રાખે અને મનોરંજન આપે તે પ્રમાણે તૈયાર કરવામાં અને રજૂ કરવામાં આવે છે. આ નવા અને નવીનત્તમ કાર્યક્રમો શ્રોતાઓને 24 X 7 X 365 જકડી રાખશે તેવી ખાતરી કરાવે છે! ગણેશાસ્પીક્સ.કોમ અને astrology.fmની સમર્પિત ટીમ ખૂબ જ ખંતથી કામ કરીને વિવિધતાસભર કાર્યક્રમો તૈયાર કરે છે. શ્રોતાઓને ટૂંક સમયમાં જ www.astrology.fmના રજૂ થનારા કાર્યક્રમોમાં અન્ય વધુ ક્ષેત્રોને આવરી લેતી માહિતીઓથી સમૃધ્ધ કરવામાં આવશે. માટે સાંભળતા રહો astrology.fm !

પુસ્તકો

જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવા માટે પુસ્તકો સૌથી શ્રેષ્ઠ અને સૌથી વધુ પસંદ કરાતો જ્ઞાન ભંડાર છે. જ્ઞાન આધારિત સંસ્થા તરીકે અમે GaneshaSpeaks.com દ્વારા જ્યોતિષશાસ્ત્રને લગતી આધારભૂત માહિતી વિવિધ માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડવાના મૂળ ધ્યેય સાથે પ્રયત્નો ચાલુ રાખ્યા છે. આ ઉપરાંત અગ્રગણ્ય જ્યોતિષ આધારિત સેવા તરીકે અમે સદીઓથી ચાલ્યા આવતા જ્યોતિષશાસ્ત્રનો વારસો છોડવા માટે અને આવનારી પેઢીને આ જ્ઞાનથી વાકેફ કરવા તેમ જ તેમનો માર્ગ સરળ બનાવવાના હેતુથી આ પ્રયાસ હાથ ધર્યો છે. જ્ઞાનનો પ્રસાર કરવા માટે પુસ્તકથી વધુ બહેતર માધ્યમ બીજું કયું હોઈ શકે! પુસ્તક પ્રકાશન ક્ષેત્રે અમારા માટે નવો અનુભવ હોવા છતાં, સફળતાની દિશામાં અમે હરણફાળ ભરી છે. અમારું દરેક પુસ્તક સર્વોચ્ચ કક્ષાની ગુણવત્તા અને ભરોસાપાત્ર માહિતી આપવાની બાંહેધરી સાથે તૈયાર કરવામાં આવ્યું છે અને આ વાચનસામગ્રી સુસંકલિત તેમ જ શ્રેષ્ઠ અને રસાળ લેખન શૈલીમાં પીરસવામાં આવી છે. આટલું જ નહીં, અમારા દરેક પુસ્તક GaneshaSpeaks.comના ચોક્કસાઈ, વિશ્વસનીયતા અને ભરોસાના મૂળભૂત સિદ્ધાંતના આધાર પર તૈયાર કરવામાં આવી છે.