તન્મય ઠાકર

વિશેષતા
તેઓ માત્ર પોતાની સૂઝ કે વિચારશક્તિ પર જ આધાર નથી રાખતા. સિદ્ધ વેદિક મંત્રો નિયમિત કરવાથી તેમણે ચોક્કસ અંતઃસ્ફુરણાની શક્તિ પણ કેળવી છે જેની મદદથી તેઓ અદ્રષ્ટ શક્તિઓનું વિશ્લેષણ કરી શકે છે અને વધુ સચોટ તારણ પર આવી શકે છે.

સિદ્ધિઓ
આંતર રાષ્ટ્રીય સ્તરે યુકે ૨૦૧૦ ચૂંટણી, યુએસની પ્રાથમિક ચૂંટણીમાં બરાક ઓબામાનો હિલેરી ક્લિન્ટન સામે વિજય, યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં બરાક ઓબામાનો વિજય, મુશર્રફની પડતી, થાઈલેન્ડમાં તોફાનો, ઝિમ્બાબ્વેની કટોકટી, કેનેડા ફેડરલ ચૂંટણી ૨૦૦૮
રાષ્ટ્રીય સ્તરે ભારતની સંસદીય ચૂંટણી ૨૦૦૯, પંજાબની ચૂંટણી ૨૦૦૭, ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી ૨૦૦૭, કર્ણાટક ચૂંટણી
રમતગમતઃ ફીફા વર્લ્ડકપ ૨૦૧૦(૭૦ ટકાથી વધારે ચોક્કસાઈ), ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૦૭ (૭૦ ટકાથી વધારે ચોક્કસાઈ), રગ્બી વર્લ્ડકપ ૨૦૦૭ ફાઈનલ, વર્લ્ડકપ ૨૦૦૭માં રાહુલ દ્રવિડનું પરફોર્મન્સ
સંબંધોઃ રણબીર કપૂર, દીપિકા પદુકોણે, પામેલા એન્ડરસન, નિકોલસ સરકોઝી અંગે.

અંગત પરિચય
જૂનાગઢમાં રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં ૧૯૭૦માં તેમનો જન્મ થયો. ગિરનારની તળેટીમાં વસેલી આ પ્રાચીન કોટ કિલ્લાથી સજ્જ આ નગરી સાથે અનેક દંતકથાઓ અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે. તેઓ તેમના ધર્મપત્નીને શ્રેય આપવા માંગે છે જેમણે તેમની ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો છે. તેમને એક પુત્ર પણ છે જેનું નામ અદ્વૈત છે.

અનુભવ
૨૨ વર્ષ

કુશળતા
એસ્ટ્રો-સાઈકોલોજી(જ્યોતિષ-મનોવિજ્ઞાન), સંબંધોને લગતા પ્રશ્નો, લગ્નનો સમય, લગ્નજીવનની સમસ્યાઓ (વિલંબ, ના આવવી, છૂટાછેડા, જીવનસાથીનું મૃત્યુ વગેરે), કુંડળી મેળાપક, વ્યવસાયિક બાબતો, કારકીર્દિ આયોજન અને ખગોળીય ઘટનાઓને લગતા અન્ય ક્ષેત્રો.

શોખ
મંત્રો બોલવા તેમને ખૂબ ગમે છે આ ઉપરાંત તેમને સંગીતમાં ઘણી રુચિ છે અને નાની વયે ક્રિકેટ પણ ખૂબ જ રમતા હતા.

કારકિર્દી તરીકે જ્યોતિષક્ષેત્ર પસંદ કરવા પાછળનું કારણ
સતત ઉપાસના, મેડિટેશન અને આત્મખોજ બાદ, તેઓ પૉઝિટીવ ઉર્જા અને તરંગોથી છલકાતા હોય તેવો અહેસાસ થવા લાગ્યો. તેઓ માનવા લાગ્યા કે દૈવી જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ દરેક મનુષ્યમાં ફરીથી આસ્થા જગાવવા માટે થવો જ જોઈએ. તેમને લાગ્યું કે આપણા જીવનનો હેતુ વિકાસ સાધવાનો અને ભ્રામક દુનિયાની પેલે પાર જે સત્ય છે તેને શોધવાનો છે. તેમણે લોકોના જીવનમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે જ્યોતિષશાસ્ત્રને કારકીર્દિ તરીકે પસંદ કર્યું.

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.