વૃષભ વાર્ષિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ વર્ષ (2017)

આઠમે શનિનું ભ્રમણ રહેતા ધનની હાનિ રહેવાની સંભાવના છે. આ વર્ષે પૈસા તો આવે પણ ટકી ના રહે. ખર્ચ વધી જાય. ચોથે રાહુના ભ્રમણના કારણે જમીન, મકાન, પૈતૃક સંપત્તિ સંબંધિત લે-વેચના સોદા થાય તથા વાહન પાછળ પણ ખર્ચ રહેશે. આ વર્ષ દરમિયાન 20-06-2017 થી શનિ વક્રી થઈને વૃશ્ચિક રાશિમાં આવશે જે 25-10-2017 સુધી ત્યાં જ રહેશે,જેથી આપને ભાગ્યમાં અવરોધો આવી શકે છે. ઘણી વખત ખૂબ મહેનત કરવા છતાં ભાગ્ય સાથ ન આપતું હોવાથી અપેક્ષિત ફળ નથી મળતું તેવી પણ તમે ફરિયાદ કરો તેવી સંભાવના ગણેશજી જોઈ રહ્યા છે. જમીન-મિલકત લે-વેચ કામમાં પણ વિલંબ થઈ શકે છે. સંપત્તિ અંગેની બાબતોમાં અરસપરસ વાતચીત અને યુક્તિથી ઉકેલ લાવવો. કોર્ટ કેસ અને કાનૂની વાતથી આ વર્ષ દરમિયાન દૂર રહેવામાં લાભ છે. ઘણા કામ બનતાં બનતા રોકાઈ જાય તેવી સંભાવના છે. શનિની અઢી વર્ષની પનોતીના કારણે ધનખર્ચ રહેશે. ઑગષ્ટ મહિના પછી આર્થિક નુકસાનની સંભાવના વધુ રહેશે જેથી કોઈપણ વ્યવહારોમાં તકેદારી રાખવી તેમજ નાણાંની લેવડદેવડની નોંધ રાખવી. પાંચમે ગુરુ રહેતા થોડી રાહત રહેશે પરંતુ સાવધાની આવશ્યક છે. આપ હિંમતથી નાણાની મુશ્કેલ પરિસ્થિતિમાં પણ રસ્તો કાઢી લેશો.
#

Trending (Must Read)

વૃષભ સાપ્તાહિક ફળકથન – 26-03-2017 – 01-04-2017

વૃષભ માસિક ફળકથન – Mar 2017

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર

વધુ જાણો વૃષભ