વૃષભ વાર્ષિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ વર્ષ (2016)

આપ શુક્ર પ્રધાન હોવાથી પ્રેમમાં હંમેશાં તમને નસીબ યારી આપતું જ હોય છે પણ ૨૦૧૬માં તો તમારા માટે પાંચમાં સ્થાનમાંથી રાહુનું ખસી જવું અને વર્ષના મધ્યમાં ગુરુનું આવવું સોનાંમાં સુગંધ ભળવા સમાન સાબિત થશે. પ્રેમનાં સંબધોમાં અને અંગત જીવનમાં તમે અહં ત્યાગી દેશો તો પ્રેમ અને દાંપત્યજીવનમાં સંવાદિતા તથા મનમેળ સર્જી શકશો. એકાદ નાનો ઝગડો થય જાય પરંતુ તેનાથી પરસ્પર આત્મીયતા વધશે. નાનીમોટી મુસાફરી દરમિયાન પ્રેમના સંજોગો ઉભા થાય જે આગળ જતા લગ્નજીવનમાં તબદીલ થઈ શકે છે. અપરણિત જાતકો માટે ૨૦૧૬નું વર્ષ થોભો અને રાહ જુઓનું સુચન કરે છે. પ્રેમ અને લગ્નજીવનમાં લાગણીઓની જગ્યાએ બુદ્ધિનો ઉપયોગ કરશો તો નહીં ચાલે. સંબંધોમાં તમે રોમેન્ટિક થશો તો જ લગ્નજીવનમાં તકલીફ નહીં આવે. વિવાહ તુટે નહીં તેનું ધ્યાન રાખજો. જન્મના ગ્રહો સારા હશે તો વાંધો નહીં આવે. અહંને સંબંધોમાં વચ્ચે ન આવવા દેતા. આપને માટે કન્યા અને મકર રાશિ વાળા પાત્રો વધારે અનુકૂળ રહેશે. રાહુનું ગોચર ભ્રમણ આપને પ્રેમસંબંધોમાં મહત્વપૂર્ણ રહેશે. કોઈ ખોટી ભ્રમણામાં ન રહેતા. કોઈપણ બાબતે ચોખવટથી આગળ વધશો તો સંબંધોને નવી ઊંચાઈએ લઈ જઈ શકશો.
#

Trending (Must Read)

વૃષભ સાપ્તાહિક ફળકથન – 11-12-2016 – 17-12-2016

વૃષભ માસિક ફળકથન – Dec 2016

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર

વધુ જાણો વૃષભ