વૃષભ વાર્ષિક ફળકથન

આ વર્ષ (2016)

વૃષભ રાશિના જાતકો માટે ૨૦૧૬નું વર્ષ આપની રાશિથી સાતમે શનિ , ચતુર્થ ભાવમાં ગુરુ અને પંચમ ભાવમાં રાહુ મહારાજના ગોચર ભ્રમણથી શરૂ થાય છે. મંગળના ઘરનો શનિ સાતમે બેસી આપનાં દાંપત્યજીવન અને ભાગીદારીની બાબતોમાં ધ્યાન રાખવાનું સૂચવે છે. ત્રીજી દૃષ્ટિથી ભાગ્યસ્થાન પર આવે છે જેથી ભાગ્યમાં અવરોધો આવતા જણાય. ધર્મની બાબતોમાં આપ વધુ ઝુકેલા રહેશો. પિતા સાથેના સંબધોમાં કડવાશ આવતી જણાય.વિદેશગમનનું આયોજન કરતા હોવ તો અવરોધો આવતા રહેશે. આપના વિચારોમાં નકારાત્મકતા રહે. શક્ય હોય ત્યાં સુધી સકારાત્મક માનસિકતા રાખવાની સલાહ છે, તબિયત નરમગરમ રહે. મકાન બદલાવાના યોગ ઉભા થાય, અથવા સ્થાનંતર કરવું પડે. નોકરી કરતા હોય તેવા જાતકોને બદલીની સંભાવના રહે. ગુરુ મહારાજ સિંહ રાશિમાં આપની રાશિથી ચોથે બેસી રોજીંદી આવકમાં વૃદ્ધિ કરાવે. મોસાળમાં શુભ પ્રસંગ આવે. રોગ અને શત્રુ ઉપર વિજય મેળવી શકશો. કાર્યક્ષેત્રમાં સફળતાપૂર્વક આગળ વધી શકશો. આપની લોકપ્રિયતા અને જાહેર પ્રતિષ્ઠામાં વધારો થાય. લોકો આપના કાર્યોને બિરદાવશે અને પ્રશંસાના ફુલ વરસાવશે. કોર્ટકચેરીના મામલામાં સમાધાન થાય અથવા આપની તરફેણમાં ચુકાદો આવે. કુટુંબ સાથેના સંબધોમાં સૌહાર્દ જણાશે. ઘરમાં નવા મહેમાનની આવવાની તૈયારી કરવા માંડજો. વર્ષના મધ્યમાં ગુરુ મહારાજનું પાંચમે ગોચર ભ્રમણ અપરણિત લોકો માટે આશાનું કિરણ લાવશે. ભાગીદારીની બાબતોમાં પણ સાનુકૂળ સમય છે. મિત્રો અને ભાઈ ભાંડુંથી લાભ રહે. આપના આત્મવિશ્વાસમાં વધારો થશે. નાની મોટી મુસાફરીની શક્યતા પણ જણાય છે. જાન્યુઆરીના અંતમાં પાંચમા સ્થાનથી રાહુ નીકળી જવાથી પ્રેમસંબંધો અને સંતાન અંગેની ચિંતા હળવી થશે. વિદ્યાર્થીઓને પણ ઉન્નતિકારક સમયનો પ્રારંભ થશે. રાહુનું ચોથે ગોચર ભ્રમણ આપને મનમાં અશાંતિ અને ઉદ્વેગ કરાવી શકે છે. તેમવ વૈચારિક ગડમથલ વધારશે જેથી મહત્વના નિર્ણયો લેવામાં સાવચેતી રાખવી.
#

Trending (Must Read)

વૃષભ સાપ્તાહિક ફળકથન – 27-11-2016 – 03-12-2016

વૃષભ માસિક ફળકથન – Dec 2016

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર

વધુ જાણો વૃષભ