વૃષભ સાપ્તાહિક ફળકથન

આ સપ્તાહ (16-10-2016 – 22-10-2016)

આ સપ્તાહમાં સૂર્ય અને બુધ રાશિ બદલીને તુલા રાશિમાં પ્રવેશ કરે છે, જે આપને નોકરીમાં તેમજ પરદેશ માટે ઘણું જ શુભ ફળ આપે. આ સપ્તાહ આપના માટે સામાન્ય ફળદાયી રહેશે. શરૂઆતમાં તબક્કામાં અણધારી મુશ્કેલી, ખર્ચ, અવરોધો આવી શકે છે પરંતુ તેનાથી આપ હિંમત નહીં હારો. કોર્ટ કચેરીની કાર્યવાહી ચાલતી હોય તો તેમાં મુશ્કેલી આવી શકે છે. જીવનસાથી સાથે વિવાદની સંભાવના હોવાથી વર્તનમાં સંયમ રાખવો. કોઈપણ કામમાં દોડધામના અંતે પણ સફળતા મળે નહીં. સપ્તાહનો મધ્યભાગ આર્થિક તેમજ વ્યવસાયિક રીતે શુભ છે. આપને સફળતા મળવાથી મનમાં આનંદ અને ઉલ્લાસની લાગણી અનુભવાય. વર્તમાન સમયમાં તમારે કોઈ લગ્નેત્તર સંબંધ બંધાય તેવી શક્યતા રહે અથવા તમારાથી મોટી ઉંમરની કે વૃદ્ધ વ્યક્તિ સાથે સંબંધ વધે. તેના કારણે તમારાં લગ્નજીવનમાં પણ તણાવ ઉભો થવાની શક્યતા છે. સપ્તાહના અંતભાગમાં સ્વભાવમાં ગુસ્સો, કુટુંબકલેશના કારણે પરિતાપ વગેરેની સંભાવના છે. જોકે, આર્થિક અને નોકરીની બાબતમાં શુભ છે.
#

Trending (Must Read)

વધુ જાણો વૃષભ

Free Horoscope Reports 

વૃષભ માસિક ફળકથન – Oct 2016

વૃષભ વાર્ષિક ફળકથન – 2016

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ