વૃષભ – કન્યા સુસંગતતા

વૃષભ અને કન્યા રાશિ વચ્ચે સુસંગતતા

બંને જાતકોમાં ઘણી બધી બાબતોએ સામ્યતા હોવાથી વૃષભ અને કન્યા રાશિ વચ્ચેનો તાલમેલ પ્રેમની દૃષ્ટિએ શ્રેષ્ઠ રહે છે. બંનેને જીવનની વાસ્તવિકતાઓનો સામનો કરવો ગમે છે. તેઓ મોટાભાગે સાહસિકતા, ઉડાઉપણું અને વિસંગતતાથી દૂર રહેવાનું પસંદ છે. પરસ્પર નિષ્ઠા, સમર્પણ અને વફાદારી દર્શાવવાથી તેમનો સંબંધ વિકસે છે અને ઘનિષ્ઠ બને છે. કેટલીક વખત વૃષભ જાતકના માલિકીભાવના વલણને કારણે મીઠો ઝઘડો થાય છે, આ વખતે કન્યા જાતકને પોતાની લાગણીઓ ગૂંગળાતી હોવાનો અહેસાસ થાય છે.

વૃષભ પુરુષ અને કન્યા મહિલા વચ્ચે સુસંગતતા
વૃષભ પુરુષ કન્યા સ્ત્રીના કરિશ્માથી બહુ સરળતાથી આકર્ષાય છે. તેનાથી વિપરિત, કન્યા સ્ત્રી જાતક વૃષભ પુરુષના પ્રેમના આવેગથી ભરપૂર, કામપ્રચુર સ્વભાવ અને ચેષ્ટાઓથી ઉત્તેજિત થઇ તેના તરફ આકર્ષાય છે. બંને જણાના નિષ્ઠા અને વફાદારીના વ્યક્તિગત અને સ્વભાવગત લક્ષણોના કારણે તેમની વચ્ચે ખૂબ સારો તાલમેલ રહે છે. બંને વચ્ચે મીઠી તકરારોને બાદ કરતા તેમનું જીવન ખૂબ સારી રીતે પસાર થાય છે. સુસંગતતાની દૃષ્ટિએ તેમની વચ્ચેના સંબંધો સારા પુરવાર થાય છે અને પારસ્પરિક પ્રેમની લાગણી જળવાઈ રહે છે.

વૃષભ મહિલા અને કન્યા પુરુષ વચ્ચે સુસંગતતા
વૃષભ મહિલાને પોતાની જીવનસંગિની તરીકે મેળવીને કન્યા પુરુષ જાતક ખૂબ ખુશ થાય છે, કારણ કે આ મહિલા જાતકો ખૂબ જ પ્રેમાળ અને કાળજીપૂર્ણ સ્વભાવ ધરાવતી હોય છે. વૃષભ મહિલા જાતકનો સુઘડતા પ્રિય અને બધુ જ વ્યવસ્થિત રાખવાનો સ્વભાવ તથા પુરુષની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા, આ બંને ગુણોના સુમેળને કારણે તેમની વચ્ચે જબરદસ્ત સંતુલન જળવાઇ રહે છે. વૃષભ મહિલાને પુરુષની નિષ્ઠા અને સમર્પણભાવ ગમે છે. જ્યારે કન્યા પુરુષને વૃષભ મહિલાની જીવનને તેના અસલ સ્વરૂપમાં સ્વીકારી લેવાની અને સંજોગો સામે લડી લેવાની ક્ષમતા પસંદ પડે છે. શારીરિક રીતે જોતાં પણ બંને જણાં વચ્ચે ઘણીબધી સમાનતાઓ છે, જે તેમની વચ્ચે પ્રેમના બંધનને અતૂટ રાખવામાં સહાય કરે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

તમે વ્યવસાયિક મોરચે પ્રગતી કરશો પરંતુ શત્રુઓ અને હરીફો તમારી સામે બાંયો ચડાવવાનો પ્રયાસ કરશે. જોકે તમારી કામ પ્રત્યેની કટીબદ્ધતાના કારણે તેઓ ફાવી શકશે નહીં. આયાતનિકાસના કાર્યો, જન્મભૂમિથી દૂર રહીને થતા કાર્યો તેમજ…

વૃષભ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

તમારા પંચમ સ્થાન પર શુક્રની સીધી દૃશ્ટિ છે અને તારીખ 28 તેમજ 1ના રોજ ચંદ્ર પણ શુક્ર સાથે યુતિમાં આવશે જે પ્રેમસંબંધો માટે ઉત્તમ સમયનો સંકેત આપે છે. જાહેરજીવનમાં તમને કોઈ વિજાતીય પાત્ર સાથે નીકટતા વધે અને લગ્નોત્સુકો તેમના…

વૃષભ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

તમે કામ પ્રત્યે નિષ્ઠા અને સમર્પણના કારણે પ્રારંભિક સમયમાં આવક મેળવી શકશો. તારીખ 28 અને 1ના રોજ લાભ સ્થાનમાં રહેલો ચંદ્ર તમને કોઈપણ પ્રકારે આર્થિક લાભ અપાવી શકે છે. ખાસ કરીનો નોકરિયાતોને પુરસ્કાર કે ઈન્સેન્ટિવ, પગારવૃદ્ધિ…

વૃષભ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

તમારા પંચમ સ્થાનમાં રહેલા ગુરુના કારણે અભ્યાસમાં તમે સારું ધ્યાન આપશો પરંતુ ગુરુ હાલમાં વક્રી હોવાથી અપેક્ષાકૃત પરિણામ મેળવવા માટે મહેનત કરવી પડે. વિદેશમાં અભ્યાસ અર્થે જવા માંગતા જાતકોને સપ્તાહના મધ્યમાં કોઈ શુભ સમાચાર મળી…

વૃષભ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્ય મામલે વિચાર કરીએ તો શરૂઆતમાં કદાચ તમે ગજા બહારનું કામ કરો જેના કારણે થાક અને સુસ્તિની ફરિયાદ રહેશે. તારીખ 2 અને 3ના રોજ ચંદ્ર વ્યય સ્થાનમાં રહેશે અને આ સમયમાં મંગળ પણ વ્યય સ્થાનમાં આવતા તમારે ખાસ કરીને આકસ્મિક ઈજા, લોહી…

નિયતસમયનું ફળકથન