વૃષભ – વૃષભ સુસંગતતા

વૃષભ અને વૃષભ રાશિ વચ્ચે સુસંગતતા

બળદના પ્રતિકનું પ્રતિનિધિત્વ કરતા વૃષભ જાતકો તેમના સૌમ્ય, સમજદારીભર્યા, નમ્ર અને કરૂણાસભર સ્વભાવ માટે જાણીતા છે. વૃષભ જાતક હંમેશા વફાદાર અને ભરોસાપાત્ર હોય છે. પૈસા ખર્ચવાની બાબતમાં સજાગ રહેતા હોવાથી વૃષભ જાતકો હંમેશા જીવનની શ્રેષ્ઠ વસ્તુઓનો આનંદ માણી શકે છે. તેઓ શારીરિક અને ભાવનાત્મક બંને શક્તિઓથી ભરપૂર હોય છે. જો કે અહીં વાતનો અંત નથી આવતો. વૃષભ જાતકો ખૂબ જ જીદ્દી અને હઠીલા સ્વભાવના હોય છે અને બે જણાં વચ્ચે સુમેળ સાધવામાં તેમનો આ જ સ્વભાવ આડો આવે છે, જે ખરેખર બિનજરૂરી બાબત છે.

વૃષભ પુરુષ અને વૃષભ મહિલા વચ્ચેની સુસંગતતા
બંને જણામાં જિદ્દીપણું અને નમતું ન જોખવાની ભાવના હશે. જે ચોક્કસપણે પારિવારિક સમસ્યાઓ સર્જી શકે છે. તેઓ હંમેશા પોતાના જ નિર્ણયોને વળગી રહેવાનો આગ્રહ રાખે છે. એમ છતાં ય કુદરતના સાનિધ્યમાં એકાંતની પળો માણતી વખતે તેઓ તેમની શ્રેષ્ઠ પળોનો આનંદ ઉઠાવી શકે છે અને પરસ્પર પ્રણયમગ્ન બની શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયમાં આપ દૂરના અંતરના કાર્યોમાં સતત વિકાસની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશો. જોકે લાંબાગાળાનો વિચાર કરીએ તો તમારા કામકાજમાં અચાનક પરિવર્તનના યોગ પણ નકારી શકાય નહીં. સેલ્સ અને માર્કેટિંગમાં જોડાયેલા જાતકોમાં ઉત્સાહ સારો…

વૃષભ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે પૂર્વાર્ધમાં આપના પ્રેમસંબંધોમાં વસંત ખીલી ઉઠશે જ્યારે તારીખ 31મીથી આપનામાં વિજાતીય આકર્ષણ અને કામેચ્છાનું પ્રમાણ ખૂબ વધુ રહેવાથી અનૈતિક સંબંધોની શક્યતા પણ વધશે. લગ્નોત્સુક જાતકોને શરૂઆતના ત્રણ દિવસમાં…

વૃષભ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે પૂર્વાર્ધમાં આપની પાસે ચારેબાજુથી કોઈને કોઈ પ્રકારે નાણાંનો પ્રવાહ આવતો રહેશે. શરૂઆતમાં આવક બાદ ખર્ચના કારણે સપ્તાહના અંતે તમારા હાથમાં સિલકનું પ્રમાણ નહીં હોય પરંતુ એકંદરે તમે આર્થિક ચિંતાથી મુક્ત રહેશો….

વૃષભ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો અત્યાર સુધી વિદ્યાભ્યાસમાં મેળવેલી સફળતાના કારણે વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી શકે છે. ગણેશજી ચેતવી રહ્યા છે કે આપની બેફિકરાઈ આગામી સમયમાં નિષ્ફળતાનું કારણ બની શકે છે માટે આપ સફળતા બાદ પણ અભ્યાસથી અળગા ન થતા….

વૃષભ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપને કોઈ ગંભીર બીમારીના યોગ જણાતા નથી પરંતુ જેઓ પહેલાથી કોઈ માંદગીમાં સપડાયેલા છે તેમને સામાન્ય ફરિયાદો ચોક્કસ રહેશે. ખાસ કરીને નેત્ર પીડા, મહિલા જાતકોને માસિકધર્મ સંબંધિત તકલીફો, ખભામાં દુઃખાવો થવાની શક્યતા રહે. આપ…

નિયતસમયનું ફળકથન