વૃષભ – મીન સુસંગતતા

વૃષભ અને મીન રાશિ વચ્ચે સુસંગતતા

બંને જાતકો વચ્ચે સુમેળ બેસાડવામાં તેમની સ્વભાવની ચોક્કસ ભિન્નતાઓ વચ્ચે આવે છે. વૃષભ જાતકને સાદગીભર્યું જીવન ગમે છે અને જીવન પરત્વેનો તેનો અભિગમ વ્યવહારૂ હોય છે. જ્યારે મીન જાતકો હંમેશા સપનાની દુનિયામાં વિહરતા હોય છે. તેથી પોતાના વિચારો અંગે તેઓ સ્પષ્ટ નથી હોતા. સ્વભાવની કોમળતા, દયાળુપણું અને કરૂણા મીન જાતકોના વ્યકિતગત ગુણોના જ ભાગ છે, જે વૃષભ જાતકોને આકર્ષે છે. પ્રેમની દૃષ્ટિએ જોતા આ બંનેમાં સંવાદિતા જળવાઇ રહેશે. સમય વીતવાની સાથે ધીમેધીમે આ સંબંધ વિકાસ પામે છે.

વૃષભ પુરુષ અને મીન મહિલા વચ્ચે સુસંગતતા
આ બંને વચ્ચે પ્રેમસંબંધ ખૂબ સારો રહે છે, કારણ કે બંને જણાંની વચ્ચે પરસ્પર સમજદારીનો સેતુ હોય છે, જે તેમને જોડેલા રાખે છે. બંને એકબીજા સાથે આકર્ષણ અનુભવે છે અને પ્રગાઢ પ્રણય સંબંધોનો આનંદ ઉઠાવે છે. આ રાશિમેળ ખૂબ સારી સુસંગતતામાં પરિણમે છે. પ્રેમ અને રોમાન્સમાં સમાન રીતે આનંદ અનુભવે છે. મીન મહિલા વૃષભ પુરુષની હિંમત અને તેની ઊંડી સૂઝની પ્રશંસા કરશે, જ્યારે બીજી તરફ વૃષભ પુરુષ મીન મહિલાની સમજદારી અને પ્રેમની ઉત્કટતાનો ચાહક હોય છે.

વૃષભ મહિલા અને મીન પુરુષ વચ્ચે સુસંગતતા
વૃષભ મહિલાની વફાદારી અને નિષ્ઠાને કારણે મીન પુરુષ સંપૂર્ણ સુરક્ષિતતાની ભાવના અનુભવે છે. વૃષભ મહિલાને મીન પુરુષની શારીરિક રીતે પ્રેમ કરવાની આવડત ગમે છે. તેથી પ્રેમની દૃષ્ટિએ બંનેની નિકટતા ઘણી સારી હોય છે, વૃષભ મહિલાને મીન પુરુષનું બૌદ્ધિક ઊંડાણ હંમેશા આકર્ષે છે. તે પુરુષને જીવનની વાસ્તવિકતાનું ભાન કરાવે છે અને તેણે જે સપના સેવ્યાં છે તે સાકાર કરવા પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. તેમની વચ્ચે રહેલી થોડી ઘણી ભિન્નતાઓને ઓળખીને તે દૂર કરવાનો જો તેઓ પ્રયાસ કરે તો તેમની વચ્ચે જબરદસ્ત તાલમેલ જળવાઇ રહે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયમાં આપને પ્રગતીની સારી તકો મળશે. ફેશન ડિઝાઈનિંગ, અભિનય, ગારમેન્ટ્, શિક્ષણ વગેરેમાં નોકરી કરતા અથવા છુટક કામકાજ કરતા જાતકો હાલમાં ઘણી સફળતા હાંસલ કરી શકશો. આપ અસરકારક કમ્યુનિકેશન દ્વારા પોતાના સંખ્યાબંધ કાર્યો ઉકેલી…

વૃષભ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

હાલમાં આપના પ્રેમસંબંધોમાં અહંનો ટકરાવ થવાની શક્યતા વધુ છે કારણ કે તમારા પંચમ સ્થાનમાં ગુરુ સાથે સૂર્યની યુતિ છે. તેમાં પણ છેલ્લા બે દિવસમાં ચંદ્ર પણ અહીં આવતા તમારે સંબંધોમાં વિશેષ સાવધાની રાખવી. લગ્ન અંગેનો નિર્ણય લેવા માટે…

વૃષભ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક મોરચે આપને આ સપ્તાહે સારી કમાણીની શક્યતા રહેશે પરંતુ ખાસ કરીને તારીખ તારીખ 27ના મધ્યાહનથી 29ની સાંજ સુધી પારિવારિક બાબતોમાં ખર્ચ પર અંકુશ રાખવો પડશે. રોકાણ અંગેનો નિર્ણય લેવા માટે શરૂઆતના બે દિવસ ઉત્તમ જણાઈ રહ્યા છે….

વૃષભ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો માટે એકંદરે આ સપ્તાહ ઘણું શુભ છે. તારીખ 27ના મધ્યાહનથી 29ની સાંજ સુધી ચતુર્થ સ્થાનમાં રાહુ અને બુધ સાથે ચંદ્ર આવતા આપને એકાગ્રતાનો અભાવ વર્તાશે પરંતુ બાકીનો સમય ઘણો સારો છે. વિદેશમાં અભ્યાસ માટે જવા માંગતા…

વૃષભ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્ય મામલે આપે ખાસ કરીને સપ્તાહના મધ્યમાં થોડી કાળજી લેવી પડશે, બાકીના સમયમાં આપ ચુસ્તી-સ્ફૂર્તિનો અહેસાસ કરી શકશો. જોકે ડાયાબિટિસ, મેદસ્વીતા, સામાન્ય બીમારીઓ, કિડની સંબંધિત સમસ્યા, જમણી આંખમાં બળતરા હોય તેમણે હાલમાં…

નિયતસમયનું ફળકથન