વૃષભ માસિક ફળકથન

આ મહિનો (May 2017)

મહિનાના પ્રારંભમાં આપના વ્યય સ્થાનમાં બુધ અને સૂર્યની યુતિ છે. વ્યયેશ અને સપ્તમેશ મંગળ લગ્ન સ્થાનમાં છે. પંચમ ભાવમાં ગુરુ પણ હજી વક્રી છે. કર્મ સ્થાનમાં કેતુ અને અષ્ટમ સ્થાનમાં વક્રી શનિ છે. વ્યવસાયિકોને વ્યાપારમાં ઓર્ડર વધુ મળી શકશે પરંતુ તમારે જથ્થા કરતા ગુણવત્તા પર ધ્યાન આપવાનું રહેશે. આ સમયમાં ખાસ કરીને કોર્ટ-કચેરી અને સરકારી બાબતોમાં અડચણોની શક્યતા રહે. હરીફો કે શત્રુઓ તમારી પ્રતિષ્ઠા ખંડિત કરવાનો પ્રયાસ કરશે માટે સાવધાની રાખવી. તમારામાં જોશ અને ગુસ્સો બંને વધુ રહેશે જેથી કામમાં ઉતાવળ રાખો પરંતુ વર્તનમાં આવેશ વધશે. દાંપત્યસંબંધોમાં ગુસ્સા પર અંકુશ રાખવો. સંતાન ઈચ્છુક જાતકો બીજા સપ્તાહમાં આશાસ્પદ સમય રહેશે. વિચારોની નકારાત્મકતા ધીમે ધીમે ઘટવા લાગશે. મહિનાના મધ્યમાં સૂર્ય રાશિ બદલીને તમારા લગ્ન સ્થાનમાં મંગળ સાથે યુતિ કરશે. જો મુસાફરી કરવાના હોવ તો સુક્ષ્મ સ્તરે પૂર્વાયોજન કરવું અન્યથા તમે તકલીફમાં મુકાશો. વિદેશમાં રહેલા સંપર્કો હાલમાં વધુ સક્રીય રહેશે. હૃદય અને બ્લડપ્રેશરને લગતી બિમારી, આકસ્મિક ઈજા આવી શકે. વડીલો પાર્જિત ધન અથવા વારસાગત મિલકતોના પ્રશ્નો ઉકેલાવાની શક્યતા વધશે. વિદ્યાર્થીઓને વિદ્વાનો સાથે મુલાકાત થાય. જૂની માલ-મિલકત વેચવી હોય તો અત્યારે સમય સારો ગણાય. પ્રેમીજનો માટે સમય મધ્યમ રહે. મહિનાના અંતિમ દિવસોમાં મંગળ રાશિ બદલીને તમારા ધન સ્થાનમાં આવશે જેનું ફળ આગામી મહિનામાં વધુ દેખાશે.
#

Trending (Must Read)

વધુ જાણો વૃષભ

Free Horoscope Reports 

વૃષભ સાપ્તાહિક ફળકથન – 21-05-2017 – 27-05-2017

વૃષભ વાર્ષિક ફળકથન – 2017

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર