વૃષભ – સિંહ સુસંગતતા

વૃષભ અને સિંહ રાશિ વચ્ચે સુસંગતતા

બંને રાશિના જાતકોમાં દૃઢ નિર્ણયશક્તિ સામાન્ય લાક્ષણિકતા છે. સિંહ જાતક જાહેરમાં પોતાની તરફ બધાનું ધ્યાન કેન્દ્રિત થાય તેવું ઇચ્છે છે, જ્યારે વૃષભ જાતક માત્ર પોતાના નિકટના સ્વજનોની આસપાસ પોતાનું સલામત સ્થાન શોધે છે. એમ છતાં બંને જણાના વ્યકિતગત સ્વભાવ અને મિજાજ તેમ જ વિસંગતતાના કારણે તેમની વચ્ચે કેટલીક સમસ્યાઓ ઉદભવે છે. પરંતુ પ્રેમ અને આવેગ આ બંને બાબતોમાં તેમની વચ્ચે સારો સુમેળ જામે છે, બંને શક્તિથી ભરપૂર તેમજ સક્રિય હોવાથી જો તેમની વચ્ચેની સમસ્યાઓ ઉકેલાઈ જાય તો સારું કામ કરી શકે.

વૃષભ પુરુષ અને સિંહ મહિલા વચ્ચેની સુસંગતતા
આ બંનેને પ્રેમની કડીથી સાંકળતી અને તેમની વચ્ચેના સુમેળને દૃઢ કરતી એક બાબત આવેશ અને ઉત્કટ લાગણીઓ છે. વૃષભ પુરુષ ખર્ચ કરવામાં કંજૂસ હોય છે અને બિનજરૂરી ખર્ચ કરવામાં માનતો નથી. પરંતુ તેની સિંહ મહિલા જોડીદાર હંમેશા પોતાની મોજમજા પાછળ વૃષભ પુરુષને સારો એવો ખર્ચ કરવા મજબૂર કરે છે. પરંતુ તેઓ બંનેનું આ વલણ તેમની વચ્ચેના સુમેળને અસર પહોંચાડતું નથી કારણ કે તેઓની વચ્ચે પ્રેમનું બંધન એટલું મજબૂત હોય છે કે તેઓ એકબીજા માટે જ બન્યા છે એવું માને છે.

વૃષભ મહિલા અને સિંહ પુરુષ વચ્ચે સુસંગતતા
વૃષભ સ્ત્રી અહંકારી હોય છે અને સંબંધોને લાંબા સમય સુધી ટકાવી રાખવો હોય તો તેણે પોતાના અહંને બાજુ પર મૂકીને સમાધાન કરવું પડે છે. સિંહ પુરુષ જાતક હંમેશા બીજાનું ધ્યાન પોતાની ઉપર કેન્દ્રિત રહે તેવો પ્રયાસ કરે છે, જે વૃષભ મહિલાના અહંને ઠેસ પહોંચાડે છે. સ્ત્રીએ હંમેશા પોતાના ગુસ્સાને કાબુમાં રાખવો પડશે અને પુરુષને પણ બોલવાની તક આપવી પડશે. પરંતુ આ બંને રાશિની જોડીનો મનમેળ એટલો ખરાબ પણ નથી કારણ કે પુરુષ સ્ત્રી પ્રત્યે પ્રેમ, લાગણી અને નિષ્ઠા દાખવવાનું ચાલુ રાખશે. વૃષભ મહિલા સિંહ પુરુષની રોમેન્ટિક ચેષ્ટાઓનો આનંદ માણશે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયમાં આપ દૂરના અંતરના કાર્યોમાં સતત વિકાસની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશો. જોકે લાંબાગાળાનો વિચાર કરીએ તો તમારા કામકાજમાં અચાનક પરિવર્તનના યોગ પણ નકારી શકાય નહીં. સેલ્સ અને માર્કેટિંગમાં જોડાયેલા જાતકોમાં ઉત્સાહ સારો…

વૃષભ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે પૂર્વાર્ધમાં આપના પ્રેમસંબંધોમાં વસંત ખીલી ઉઠશે જ્યારે તારીખ 31મીથી આપનામાં વિજાતીય આકર્ષણ અને કામેચ્છાનું પ્રમાણ ખૂબ વધુ રહેવાથી અનૈતિક સંબંધોની શક્યતા પણ વધશે. લગ્નોત્સુક જાતકોને શરૂઆતના ત્રણ દિવસમાં…

વૃષભ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે પૂર્વાર્ધમાં આપની પાસે ચારેબાજુથી કોઈને કોઈ પ્રકારે નાણાંનો પ્રવાહ આવતો રહેશે. શરૂઆતમાં આવક બાદ ખર્ચના કારણે સપ્તાહના અંતે તમારા હાથમાં સિલકનું પ્રમાણ નહીં હોય પરંતુ એકંદરે તમે આર્થિક ચિંતાથી મુક્ત રહેશો….

વૃષભ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો અત્યાર સુધી વિદ્યાભ્યાસમાં મેળવેલી સફળતાના કારણે વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી શકે છે. ગણેશજી ચેતવી રહ્યા છે કે આપની બેફિકરાઈ આગામી સમયમાં નિષ્ફળતાનું કારણ બની શકે છે માટે આપ સફળતા બાદ પણ અભ્યાસથી અળગા ન થતા….

વૃષભ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપને કોઈ ગંભીર બીમારીના યોગ જણાતા નથી પરંતુ જેઓ પહેલાથી કોઈ માંદગીમાં સપડાયેલા છે તેમને સામાન્ય ફરિયાદો ચોક્કસ રહેશે. ખાસ કરીને નેત્ર પીડા, મહિલા જાતકોને માસિકધર્મ સંબંધિત તકલીફો, ખભામાં દુઃખાવો થવાની શક્યતા રહે. આપ…

નિયતસમયનું ફળકથન