વૃષભ – મિથુન સુસંગતતા

વૃષભ અને મિથુન રાશિ વચ્ચે સુસંગતતા

વૃષભ જાતક કાચબાની જેમ ધીમી પણ મક્કમ ગતિએ જીવનમાં હંમેશા આગળ વધે છે. તેઓ ખૂબ જ ઠંડા મિજાજના અને માનસિક સ્વસ્થતા ધરાવતા હોય છે. મિથુન જાતકોમાં માનસિક સ્થિરતા ઓછી હોય છે. તેઓ સ્વભાવે મોટાભાગે બેચેન હોય છે. આ વિરોધાભાસી લક્ષણો કયારેક તેમના સંબંધોમાં સમસ્યા સર્જે છે. પરંતુ આ વાત તેમના સંબંધમાં ભંગાણનું કારણ નથી બનતી, જ્યારે વૃષભ જાતક મિથુન જાતક સાથે સમાધાનકારી વલણ અપનાવે અને મિથુન જાતક વૃષભ જાતક પાસેથી સાતત્ય જાળવવાનું શીખે તો સુસંગતતા માટેની સમસ્યાઓ તેમનાથી સો માઈલ દૂર રહે છે.

વૃષભ પુરુષ અને મિથુન મહિલા વચ્ચેની સુસંગતતા
વૃષભ પુરુષના આત્મવિશ્વાસ અને અખૂટ શક્તિના કારણે મિથુન રાશિની સ્ત્રી જાતક તેના તરફ બહુ આસાનીથી આકર્ષાય છે, અને તરત જ તેના પ્રેમમાં પડી જાય છે. પરંતુ જયોતિષશાસ્ત્રની દૃષ્ટિએ આ સંબંધ કેટલો લાંબો સમય ટકશે તે કહી શકાતું નથી. મિથુન સ્ત્રીના થનગનાટભર્યા ઉત્સાહી સ્વભાવને વૃષભ પુરુષની માલિકીની ભાવના ગુંગળાવી નાખે છે. તેઓ જ્યારે સહજીવનની શરૂઆત કરે ત્યારે વૃષભ પુરુષ એવું ઇચ્છે છે કે તેની સ્ત્રીનો થનગનાટ ઓછો થાય અને તે થોડી ઠરેલી અને ઠાવકી બને. બંને પાત્રો જો પારસ્પરિક મતભેદોનું સમાધાન કરી શકે તો એકબીજાના ખૂબ સારા પૂરક બની શકે છે.

વૃષભ સ્ત્રી અને મિથુન પુરુષ વચ્ચેની સુસંગતતા
મિથુન પુરુષ સ્ત્રી લોલુપ હોય છે અને પ્રણયચેષ્ટાઓ કરવામાં માહેર હોય છે, તેથી વૃષભ સ્ત્રીને તેની ઇર્ષા આવે છે અને તે પોતાના પુરુષ પ્રત્યે વધુ ને વધુ આધિપત્ય ધરાવતી થાય છે. વૃષભ સ્ત્રી હંમેશા મિથુન પુરુષ પાસેથી નિષ્ઠા અને સુરક્ષા ઇચ્છતી હોય છે. જ્યારે મિથુન પુરુષ ઉત્પાતિયા અને વધારે પડતા સક્રિય હોય છે. જો તેઓ બંને સંબંધ જોડવા ઇચ્છતા હોય તો ગણેશજી તેમને ઘણી બધી સમજદારીથી કામ લેવાની, મોડીરાત સુધી ફિલ્મો ન જોવાની અને બહાર ફરતા રહેવાનું ભૂલી જવાની સલાહ આપે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

તમે વ્યવસાયિક મોરચે પ્રગતી કરશો પરંતુ શત્રુઓ અને હરીફો તમારી સામે બાંયો ચડાવવાનો પ્રયાસ કરશે. જોકે તમારી કામ પ્રત્યેની કટીબદ્ધતાના કારણે તેઓ ફાવી શકશે નહીં. આયાતનિકાસના કાર્યો, જન્મભૂમિથી દૂર રહીને થતા કાર્યો તેમજ…

વૃષભ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

તમારા પંચમ સ્થાન પર શુક્રની સીધી દૃશ્ટિ છે અને તારીખ 28 તેમજ 1ના રોજ ચંદ્ર પણ શુક્ર સાથે યુતિમાં આવશે જે પ્રેમસંબંધો માટે ઉત્તમ સમયનો સંકેત આપે છે. જાહેરજીવનમાં તમને કોઈ વિજાતીય પાત્ર સાથે નીકટતા વધે અને લગ્નોત્સુકો તેમના…

વૃષભ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

તમે કામ પ્રત્યે નિષ્ઠા અને સમર્પણના કારણે પ્રારંભિક સમયમાં આવક મેળવી શકશો. તારીખ 28 અને 1ના રોજ લાભ સ્થાનમાં રહેલો ચંદ્ર તમને કોઈપણ પ્રકારે આર્થિક લાભ અપાવી શકે છે. ખાસ કરીનો નોકરિયાતોને પુરસ્કાર કે ઈન્સેન્ટિવ, પગારવૃદ્ધિ…

વૃષભ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

તમારા પંચમ સ્થાનમાં રહેલા ગુરુના કારણે અભ્યાસમાં તમે સારું ધ્યાન આપશો પરંતુ ગુરુ હાલમાં વક્રી હોવાથી અપેક્ષાકૃત પરિણામ મેળવવા માટે મહેનત કરવી પડે. વિદેશમાં અભ્યાસ અર્થે જવા માંગતા જાતકોને સપ્તાહના મધ્યમાં કોઈ શુભ સમાચાર મળી…

વૃષભ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્ય મામલે વિચાર કરીએ તો શરૂઆતમાં કદાચ તમે ગજા બહારનું કામ કરો જેના કારણે થાક અને સુસ્તિની ફરિયાદ રહેશે. તારીખ 2 અને 3ના રોજ ચંદ્ર વ્યય સ્થાનમાં રહેશે અને આ સમયમાં મંગળ પણ વ્યય સ્થાનમાં આવતા તમારે ખાસ કરીને આકસ્મિક ઈજા, લોહી…

નિયતસમયનું ફળકથન