વૃષભ – મકર સુસંગતતા

વૃષભ અને મકર રાશિ વચ્ચે સુસંગતતા

જીવનની આધ્યાત્મિક અને ફિલસૂફીભરી બાબતોનો સવાલ છે ત્યાં સુધી આ રાશિઓ વચ્ચે ઘણો સારો સુમેળ હોય છે. બંને જાતકો જીવન પ્રત્યે વ્યવહારૂ અભિગમ ધરાવે છે. મકર જાતકનો મહત્વાકાંક્ષી અને શાંત સ્વભાવ વૃષભ જાતકને આકર્ષે છે. વૃષભ જાતકની દૃઢ નિર્ણયશક્તિથી મકર જાતક આકર્ષાય છે. જીવનની અન્ય બાબતો તરફ આ બંને જાતકો પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતા હોવાથી તેઓ જીવનનો આનંદ માણવામાં નિષ્ફળ થાય છે. પરસ્પર સમજદારી, વિશ્વાસ અને સમાન અભિરૂચિના કારણે આ બંને રાશિઓ વચ્ચે સૌથી વધારે સુમેળ રહે છે.

વૃષભ પુરુષ અને મકર મહિલા વચ્ચે સુસંગતતા
પ્રેમની બાબતમાં બંને વચ્ચે ખૂબ સારો તાલમેલ હોવાથી તેઓ પોતાના સપનાં પૂરા કરી શકે છે. તેમના સંબંધો કાયમ માટે ટકે છે કારણ કે બંનેનો સ્વભાવ રોમેન્ટિક અને પ્રેમાવેશ ભર્યો છે. મકર મહિલા જાતકો પોતાનો જીવનસાથી જ્યારે આખો દિવસ સખત મહેનત કરીને ઘેર પાછો ફરે ત્યારે તેને હૂંફ સાથે આવકારવા અને તેની સંભાળ લેવા હંમેશા તૈયાર હોય છે. તેઓ બંને જણાં જીવનમાં સફળતા મેળવવા માટે કૃતનિશ્ચયી અને આતુર હોવાથી પરસ્પર લાગણી અને પ્રેમ ધરાવે છે. મહત્વની ધ્યેય સિદ્ધિ તથા વિજય પ્રાપ્ત કરવા એકબીજાને તેઓ મદદ પણ કરે છે.

વૃષભ મહિલા અને મકર પુરુષ વચ્ચે સુસંગતતા
સુસંગતતાની દૃષ્ટિએ આ જોડી શ્રેષ્ઠ પુરવાર થઇ શકે છે. તેમની વચ્ચેનો પ્રેમ હંમેશા જળવાઇ રહે છે. બંનેને એકબીજાની સંગતમાં મજા આવે છે. મકર પુરુષ વૃષભ મહિલામાં પોતાની સંપૂર્ણ જીવન સંગિનીને જુએ છે. મકર પુરુષની ગંભીરતાને તેની વૃષભ પત્ની તેના પ્રેમાળ અને ભરોસાપાત્ર સ્વભાવથી હળવી કરે છે. નજીવા મતભેદોને બાદ કરતાં તેમનો સુમેળ શ્રેષ્ઠ સાબિત થાય છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે શક્ય હોય ત્યાં સુધી સ્થાવર મિલકતમાં કોઈપણ મોટા સોદાથી દૂર રહેવું. તમારી સાથે છેતરપિંડી અથવા નાણાં અટવાઈ જવાની પુરી સંભાવના છે. શેરબજાર, ટ્રેડિંગ, કમિશન, ફાઈનાન્સ, મેન્યુફેક્ચરિંગ, કોમોડિટી બજાર, આયાત-નિકાસના ધંધામાં…

વૃષભ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં આપે વાણી અને વર્તનને અંકુશમાં રાખવા પડશે. પ્રેમીઓમાં અહંના ટકરાવના કારણે ઝઘડો થઈ શકે છે. નોકરિયાતોને તેમના સહકર્મીઓ તેમજ ઉપરીઓ સાથે વિવાદ ન થાય તેની કાળજી રાખવી. મિત્રો સાથે આપના સંબંધો એકંદરે સારા રહેશે….

વૃષભ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આપની આર્થિક સ્થિતિ આ સપ્તાહે ધીમી ગતિએ સુધરતી જણાશે. આર્થિક ખેંચના કારણે આપના કોઈ કામ અટકી પડે તેવી નોબત નહીં આવે. તારીખ 16ના મધ્યાહનથી 18ના મધ્યાહન સુધી ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. આપને મનમાં કોઈને કોઈ છુપો ડર સતાવ્યા કરશે જેના…

વૃષભ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતના ચરણને બાદ કરતા વાંચનમાં તમારી એકાગ્રતા સારી રહેશે. ઉચ્ચ ડિગ્રીમાં અભ્યાસ કરતા જાતકો, મેડિકલ, એન્જિનિયરિંગ, સાહિત્ય, મીડિયા તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રી વગેરેમાં અભ્યાસ કરતા જાતકોને થોડી વધુ મહેનત કરવાથી ખૂબ ઉજ્જવળ…

વૃષભ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

તમારી સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી જળવાઈ રહેશે. માનસિક હળવાશ માટે આપ જીવનસાથી જોડે નાના પ્રવાસનું આયોજન કરી શકો છો. તારીખ 16ના મધ્યાહન પછી સંતાનના સ્વાસ્થ્યની ચિંતા રહેશે પરંતુ 17મીની સાંજ પછી ચિંતા હળવી થાય. સપ્તાહના મધ્યમાં…

નિયતસમયનું ફળકથન