વૃષભ – કુંભ સુસંગતતા

વૃષભ અને કુંભ રાશિ વચ્ચે સુસંગતતા

વૃષભ જાતક તંદુરસ્તી ને જોમ-ઉત્સાહથી છલકાતા હોય છે તથા સાદગીમાં માને છે. કુંભ જાતક હંમેશા સમયના પરિવર્તન સાથે કદમ મિલાવવામાં માને છે. વૃષભ અને કુંભ બંને જાતકો સ્વભાવમાં ખૂબ જક્કી અને અક્કડ હોવાથી તેમની વચ્ચે બિનજરૂરી વિસંગતતાઓ સર્જાવાની સમસ્યા ઊભી થાય છે. પ્રેમ પ્રત્યે બેદરકારી રાખવાનું કુંભ જાતકનું વલણ વૃષભ જાતકને ગુસ્સે અપાવે છે, કારણ કે તે વધારે કામવાસના ધરાવતો હોય છે. પોતપોતાની અંગત જરૂરિયાતો સંતોષવા માટે તેમણે પોતાના ધોરણો નક્કી કર્યા હોવાથી આ બંને રાશિઓ વચ્ચે તાલમેલ જામતો નથી.

વૃષભ પુરુષ અને કુંભ મહિલા વચ્ચે સુસંગતતા
વૃષભ પુરુષ અને કુંભ મહિલા બંને બિનરૂઢિવાદી જણાય છે અને પ્રથમ દૃષ્ટિએ જ એકબીજા પ્રત્યે આકર્ષાય છે. પરંતુ જીવન પ્રત્યેના વિચારો અને મંતવ્યોમાં બંને વચ્ચે ભિન્નતા હોવાથી તેમની વચ્ચે સુમેળ રહેતો નથી. બંને જણાં પોતાની ઇચ્છાઓ એકબીજા પર લાદવાનો પ્રયાસ કરે છે. એટલે ઇચ્છાઓનું દ્વંદ્વ યુદ્ધ શરૂ થાય છે. વૃષભ પુરુષ જૂનવાણી વિચારધારા ધરાવતો હોય છે. જ્યારે કુંભ મહિલા નવા જમાનાના અને પરિવર્તનશીલ વિચારો ધરાવે છે. એટલે આ બંને વચ્ચેનો સંબંધ એક કોયડો બનીને રહી જાય છે.

વૃષભ મહિલા અને કુંભ પુરુષ વચ્ચે સુસંગતતા
આ બંનેના સંબંધનું એક હકારાત્મક પાસું એ છે કે વૃષભ મહિલાને પોતાના કુંભ જોડીદાર પાસેથી જીવનની જુદીજુદી બાબતો વિષે ઘણું બધું જાણવા મળે છે. તેમના પ્રેમસંબંધને સફળતા મળવાની ઓછી શકયતા છે. જોકે, તેઓ પોતાના જિદ્દી વલણથી ઉદભવતા મુર્ખામી ભર્યા કૃત્યોને ભૂલી જવાની અને માફ કરવાની ઉદારતા દાખવે તો કંઇક અંશે તેમનું સહજીવન સફળ બની શકે છે. વૃષભ મહિલાને જીવન પ્રત્યેના પોતાના વિચારોને વળગી રહેવું ગમે છે. આથી ઉલટું કુંભ પુરુષને જીવન અંગેના પોતાના અલગ વિચારો અને સિદ્ધાંતો હોય છે. બંનેના વિરોધાભાસી સ્વભાવોનો કયાંય મેળ ખાતો ન હોવાથી તેમનું સહચર્ય લાંબું ટકતું નથી.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયમાં આપ દૂરના અંતરના કાર્યોમાં સતત વિકાસની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશો. જોકે લાંબાગાળાનો વિચાર કરીએ તો તમારા કામકાજમાં અચાનક પરિવર્તનના યોગ પણ નકારી શકાય નહીં. સેલ્સ અને માર્કેટિંગમાં જોડાયેલા જાતકોમાં ઉત્સાહ સારો…

વૃષભ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે પૂર્વાર્ધમાં આપના પ્રેમસંબંધોમાં વસંત ખીલી ઉઠશે જ્યારે તારીખ 31મીથી આપનામાં વિજાતીય આકર્ષણ અને કામેચ્છાનું પ્રમાણ ખૂબ વધુ રહેવાથી અનૈતિક સંબંધોની શક્યતા પણ વધશે. લગ્નોત્સુક જાતકોને શરૂઆતના ત્રણ દિવસમાં…

વૃષભ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે પૂર્વાર્ધમાં આપની પાસે ચારેબાજુથી કોઈને કોઈ પ્રકારે નાણાંનો પ્રવાહ આવતો રહેશે. શરૂઆતમાં આવક બાદ ખર્ચના કારણે સપ્તાહના અંતે તમારા હાથમાં સિલકનું પ્રમાણ નહીં હોય પરંતુ એકંદરે તમે આર્થિક ચિંતાથી મુક્ત રહેશો….

વૃષભ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો અત્યાર સુધી વિદ્યાભ્યાસમાં મેળવેલી સફળતાના કારણે વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી શકે છે. ગણેશજી ચેતવી રહ્યા છે કે આપની બેફિકરાઈ આગામી સમયમાં નિષ્ફળતાનું કારણ બની શકે છે માટે આપ સફળતા બાદ પણ અભ્યાસથી અળગા ન થતા….

વૃષભ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપને કોઈ ગંભીર બીમારીના યોગ જણાતા નથી પરંતુ જેઓ પહેલાથી કોઈ માંદગીમાં સપડાયેલા છે તેમને સામાન્ય ફરિયાદો ચોક્કસ રહેશે. ખાસ કરીને નેત્ર પીડા, મહિલા જાતકોને માસિકધર્મ સંબંધિત તકલીફો, ખભામાં દુઃખાવો થવાની શક્યતા રહે. આપ…

નિયતસમયનું ફળકથન