સુરક્ષા

ગ્રાહક અમને કોઈપણ ઓર્ડર આપે ત્યારે તેમણે આપેલી કોઈપણ નાણાંકીય અથવા વ્યક્તિગત માહિતીની સુરક્ષા અને સલામતીની અમને એટલે કે GaneshaSpeaks.comને અતિશય કાળજી છે. અમારા તમામ વ્યવહારો નીચે દર્શાવ્યા પ્રમાણે થાય છેઃ-

1. મુલાકાતી કોઈ પ્રોડક્ટ પસંદ કરે છે, અને તેનો ઑર્ડર આપવા માટે જરૂરી વિગતો પૂરી પાડે છે.

2. ત્યારબાદ તેઓ ‘પ્લેસ ઑર્ડર’ (ઓર્ડર આપો) પર ક્લિક કરે એટલે તેમને “બિલિંગ ડિટેઈલ” પેજ પર મોકલવામાં આવે છે.

3. આ પેજ પર ક્રેડિટ/ડેબિટ કાર્ડ ધારકની માહિતી મેળવવામાં આવે છે, પરંતુ તેમાં કોઈ જ નાણાંકીય માહિતી નથી હોતી.

4. ગ્રાહક “સબમિટ ડેટા” પર ક્લિક કરે એટલે તેમને સુરક્ષિત 128-bit એન્ક્રિપ્ટેડ HTTPS કનેક્શન દ્વારા CCAvenue/EBS પર મોકલવામાં આવે છે, જેઓ અમારા પેમેન્ટ ગેટવેના પાર્ટનર છે. CCAvenue અને EBS Verisign- સુરક્ષિત સાઈટ્સ છે અને તમામ વ્યવહારો સંપૂર્ણ સુરક્ષિત થાય તે નિશ્ચિત બનાવવા માટે શક્ય હોય તેવી તમામ સુરક્ષા પદ્ધતિઓ અને કાર્યપ્રણાલીઓનો અમલ કરે છે.

5. ગ્રાહક CCAvenue/EBS પર હોય ત્યારે નાણાંકીય વ્યવહાર પૂર્ણ કરવા માટે તેમને પોતાના ક્રેડિટ/ડેબિટ કાર્ડનો નંબર અને અન્ય સંબંધિત વિગતો પૂછવામાં આવે છે. આ પ્રક્રિયા સંપૂર્ણ સુરક્ષિત માધ્યમથી થાય છે અને નાણાંકીય વ્યવહારની વિગતો ગ્રાહકને દર્શાવવામાં આવે છે.

6. આ પ્રક્રિયા પૂર્ણ થાય બાદ ગ્રાહક ફરી GaneshaSpeaks.com પર આવે છે.

GaneshaSpeaks.com કોઈપણ તબક્કે નાણાંકીય દ્રષ્ટિએ સંવેદનશીલ માહિતી એકત્ર કે સંગ્રહિત કરતી નથી. આ પ્રક્રિયાનું સંચાલન સંપૂર્ણપણે CCAvenue/EBS દ્વારા કરવામાં આવે છે, જે Verisign-સુરક્ષિત છે અને 128-bit એન્ક્રિપ્શન પદ્ધતિનો અમલ કરે છે.

GaneshaSpeaks.com પર આર્થિક વ્યવહારો માટે ગ્રાહકોએ આપેલી તેમની વિગતો તદ્દન સલામત અને સુરક્ષિત છે તેવા પૂરેપૂરા વિશ્વાસ સાથે અમે અમારા ગ્રાહકોને અમારી વેબસાઈટ પર તેમના ક્રેડિટ/ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.