અંક જ્યોતિષ

આપણા જીવનમાં આંકડાઓ એક યા બીજી રીતે ખૂબ જ નજીકથી સંકળાયેલા હોય છે. આપણી જન્મ તારીખમાં અંક આવે છે, આપણા નામમાં પણ એક અંક છુપાયેલો હોય છે અને આપણા બિઝનેસ કે વ્યવસાયમાં પણ અન્ય કોઈ અંક છુપાયેલો હોય જ છે. કોઈપણ ઘટના જે-તે મહિનાની કોઈપણ તારીખે બને તે તારીખને એક અંકમાં ફેરવી શકાય છે, અને તે જ પ્રમાણે વર્ષમાં પણ એક ચોક્કસ અંક હોય જ છે. અંક જ્યોતિષએ ફળકથન કરવા માટેનું એક એવું ચોક્કસ વિજ્ઞાન છે જે અલગ અલગ અંકો અને તેના પરથી મેળવેલા વિશ્લેષણ પર આધારિત છે. અંક જ્યોતિષ પ્રમાણે, કોઈપણ વ્યક્તિ સાથે સંકળાયેલા અંકોનો અભ્યાસ અને વિશ્લેષણ કરીને તેમના વિશે ઘણું જાણી શકાય છે અને તેનું ફળકથન કરી શકાય છે, તેના વ્યક્તિત્વ અને ભાવી, ઘટનાઓ અને સંભવિત બનાવો અંગે અનુમાન લગાવી શકાય છે. આ વિગતો સુધી પહોંચવા માટે અંક જ્યોતિષશાસ્ત્રમાં ઘણા અંકો, ગણતરીઓ અને પદ્ધતિઓ વિકસાવવામાં આવ્યા છે. અંક જ્યોતિષશાસ્ત્રમાં મુખ્યત્વે ઉપયોગમાં લેવાતા અંકોમાં જીવનપથ અંક, જન્મ તારીખ અંક, વ્યક્તિત્વ અંક, કાર્મિક ચક્ર અંક અને અન્ય અંકોનો સમાવેશ થાય છે. આ એવી પદ્ધતિ છે જેમાં જાતકની જન્મતારીખમાં આવતા અને ખૂટતા અંકો જાણી તેના આધારે તેમના વર્તન અંગે પણ શબ્દચિત્ર મેળવી શકાય છે. તો આ રહસ્યમય વિજ્ઞાનમાં ડોકિયું કરીને આપ પણ પોતાના વ્યક્તિત્વ અંગે ઘણું જાણી શકો છો.

અંક જ્યોતિષ

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.