મિથુન રાશિ

મિથુન જાતકોની જીવનશૈલી

શારીરિક બાંધોઃ
મિથુન જાતકો સરેરાશ ઊંચાઇ ધરાવતા હોય છે. તેમની દેહયષ્ટિ પાતળી હોય છે. ત્વચાનો વર્ણ ગોરો અથવા ફીક્કો અને વાળનો રંગ હલકો કાળો હોય છે. ચહેરાના હાવભાવમાં બેબાકળાપણું જોવા મળે છે. તેમની આંખો તેજસ્વી હોય છે. તેમના દાંત વધુ મજબૂત નથી હોતા અને તેઓ ઝડપથી બોલતા હોય છે.
સ્વાસ્થ્યઃ
મિથુન જાતકો વધુ પડતા સક્રિય હોવાને કારણે તેમણે વધુ ખાવું પડે છે. તેમણે જમવામાં નિયમિત રહેવું જોઇએ. મિથુન રાશિનું પ્રભુત્વ હાથ-પગ અને ફેફસાં પર હોય છે.
સૌંદર્ય ટીપ્સઃ
મિથુન જાતકોએ ઑરેન્જ અને લેમન યલો જેવા ભડક રંગો પહેરવા જોઇએ. તેમની આંખો તેજસ્વી હોય છે તેથી મસકારા કરે તો સારૂં લાગે. તેમની ત્વચાનો રંગ ગોરો હોવાથી ટૂંકા સ્કર્ટ કે સ્લીવલેસ પોષાકો પહેરી શકાય. તેમના હાથપગ પાતળા હોવાથી ભારે આભૂષણો પણ પહેરી શકાય.
મનગમતી ખાદ્યસામગ્રીઃ
મિથુન જાતકોને ભાવતા ખોરાકમાં પાલક, ટમેટા, નારંગી, લીલા દાણા, કોથમીર, અખરોટ, આલુ, ગાજર, ફૂલાવર, નારિયેળ, છડેલા ઘઉંનો સમાવેશ થાય છે. તેમણે વ્યસનથી દૂર રહેવું જોઇએ.
આદતોઃ
મિથુન જાતકોને કામ અને આરામ બંનેની જરૂર હોય છે. કામમાં ધ્યાન આપવાની આદત કેળવો.
 

મિથુન સાપ્તાહિક ફળકથન – 19-03-2017 – 25-03-2017

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર