મિથુન વાર્ષિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ વર્ષ (2016)

મિથુન રાશિથી પાંચમાં સ્થાનમાં શુક્રની રાશિ તુલા આવતી હોવાથી આપ જન્મજાત રોમેન્ટિક સ્વભાવનાં રહેશો જ અને અને મિથુન રાશિ પોતેજ બે જોડકાંની નિશાની વાળી હોવાથી આપ પ્રેમના મામલે નસીબદાર રહેશો. ૨૦૧૬નું વર્ષ આપના માટે પ્રેમના નવા સંબધોના સંદેશા સાથે આવે છે માટે તેનું સ્વાગત કરવાની તૈયારી કરી દેજો. જેઓ પહેલાથી કોઈની સાથે પ્રેમસંબંધોમાં છે તેમને જન્મના ગ્રહો સારા હશે તો તેઓ સંબંધોને લગ્નજીવનમાં તબદીલ કરી શકશે તેવા પ્રબળ યોગ છે. પરિવારજનો તરફથી આપને સંબંધોની મંજૂરી મળી શકે છે. આપનો સપ્તમેશ ગુરુ મહારાજ વર્ષના પ્રારંભમાં આપની રાશિથી ત્રીજે સૂર્યની રાશિ સિંહમાં ભ્રમણ કરી રહ્યો હોવાથી આપને મનગમતું પાત્ર આસપાસમાં મળી શકે છે. ઈન્ટરનેટ કે કમ્યુનિકેશનના માધ્યમથી અથવા મુસાફરી દરમિયાન કોઈની સાથે મુલાકાતથી આપ કોઈની સાથે પ્રેમસંબંધોમાં આગળ વધો તેવી શક્યતા રહે. દાંપત્યજીવનમાં આપે જીવનસાથી જોડે સમાધાનકારી અને વિનમ્ર વર્તન રાખવું પડશે.
#

Trending (Must Read)

મિથુન સાપ્તાહિક ફળકથન – 27-11-2016 – 03-12-2016

મિથુન માસિક ફળકથન – Dec 2016

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર

વધુ જાણો મિથુન