મિથુન વાર્ષિક ફળકથન

આ વર્ષ (2016)

મિથુન રાશિનાં જાતકો માટે ૨૦૧૬નું વર્ષ શુભ સંદેશા સાથે શરૂ થઈ રહ્યું છે. આપનો રાશિપતિ બુધ ધન રાશિમાંથી ગોચર ભ્રમણ શરૂ કરી રાશિચક્ર પૂરું કરી ફરીથી વર્ષના અંતે ધન રાશિમાં જ આવે છે. આપ બુધ પ્રધાન વ્યક્તિ છો આથી બુુધના પ્રભાવ હેઠળ જીવનના વિવિધ પાસાઓમાં સફળતા હાંસલ કરી શકશો. ગુરુ મહારાજ ત્રીજા સ્થાનમાં આપની રાશિ માટે એકંદરે શુભ ફળદાયી રહેશે. મહત્વની યાત્રા અને મિલન મુલાકાતો, સંબધોમાં નિકટતા અને સૌહાર્દ વધશે તેમજ તેની ઉપયોગીતા આપ સારી રીતે સમજી શકશો. ભાઈ –બહેન કે અન્ય સગા-સંબધીથી સહકાર મળશે. જીવનના કેટલાક મહત્વના સાહસો હાલમાં ખેડી શકશો. ગુરુ મહારાજની શુભ અસરનો લાભ ઉઠાવી આગળ વધી શકશો. વર્ષના ઉતરાધમાં ગુરુ મહારાજનું ચતુર્થ ભાવમાં ભ્રમણ કેટલાક સુખદ પ્રસંગોનો સંકેત આપે છે.જમીન-મકાન અને વાહન અંગેના પ્રશ્નોમાં ઉકેલ આવતો જણાય.આપની રાશિ માટે શનિ મહારાજ નોકરી,રોગ, શત્રુ અને કોર્ટ કચેરીના મામલામાં વિલંબ સાથે થોડી પ્રતિકૂળતા સૂચવે છે. શનિની અસર અશુભ જોવા મળે છે પરંતુ વિપરિત સ્થિતિથી ડરવાના બદલે મહેનત અને સમજણથી તેમજ સાવધાનીપૂર્વક આગળ વધીને આપ તેનો પ્રભાવ ઘટાડી શકો છો. આધ્યાત્મના સહારે આપ મનોબળ વધારીને દુઃખમાંથી બહાર આવી શકશો. હાલમાં સૌથી વધારે આપનામાં ધીરજની જરૂર છે. શનિ કેવળ તપાવે, સંઘર્ષ કરાવે કે વિલંબ બાદ ફળ આપે છે. આ વર્ષમાં રાહુ ત્રીજે ભ્રમણ કરી રહ્યો હોવાથી મુસાફરીમાં અડચણોની સંભાવના પણ નકારી શકાય નહીં. મુસાફરી કરતી વખતે સાવચેત રહેવું. નજીવા વિઘ્નો તમારા મનને વ્યાકૂળ કરશે. ત્રીજે રાહુના પ્રભાવથી તમારા અચેતન મનમાં કોઈ અંતઃસ્ફૂર્ણા થાય જેનાથી આપને કોઈ લાભ થઈ શકે છે.
#

Trending (Must Read)

મિથુન સાપ્તાહિક ફળકથન – 04-12-2016 – 10-12-2016

મિથુન માસિક ફળકથન – Dec 2016

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર

વધુ જાણો મિથુન