મિથુન સાપ્તાહિક ફળકથન

આ સપ્તાહ (21-05-2017 – 27-05-2017)

આ સપ્તાહની શરૂઆતમાં તા.21ના રોજ કુંભ રાશિનો ચંદ્ર આપની રાશિથી નવમે કેતુ ઉપરથી ભ્રમણ કરે છે. ભાગ્યવૃદ્ધિને લગતી નવી તકો મળે. ધાર્મિક મુસાફરી થાય પરંતુ કેતુ પરથી ચંદ્રનું ભ્રમણ આપને વધુ ચિંતા કરાવે. કોઈક તબક્કે તમારી મહેનતના પ્રમાણમાં ફળ ન મળતું હોય તેવી ફરિયાદ રહેશે. તા.22, 23ના રોજ મીન રાશિનો ચંદ્ર આપની રાશિથી દસમે શુક્ર ઉપરથી ભ્રમણ કરે છે. કાર્યક્ષેત્રમાં આ તબક્કો પ્રગતિકારક ગણી શકાય. સર્જનાત્મક વિષયોમાં જોડાયેલા જાતકો એટલે કે ગ્લેમર, કલાજગત, ડિઝાઈનિંગ, ડેકોરેશન, સજાવટ, બ્યૂટી સંબંધિત પ્રોડક્ટસ વગેરેમાં ઉત્તમ ફળ મળી શકે છે. આનંદના પ્રસંગો ઉદભવે. પિતા સાથે આપની આત્મીયતા વધશે. આ સમયમાં ઉપરીઓ તરફથી સારો સાથ સહકાર મળે. જાહેરજીવનમાં યશ, માન, કિર્તિ પણ મળે. તા.23, 24 મેષ રાશિનો ચંદ્ર અગિયારમે લગ્નેશ બુધ પરથી ભ્રમણ કરે છે. આર્થિક લાભના સંકેતો રહેશે. લગ્નોત્સુક જાતકો માટે આશાસ્પદ સમય છે. તા 26,27ના રોજ વૃષભ રાશિનો ચંદ્ર આપની રાશિથી બારમે ભ્રમણ કરે છે. લાંબા અંતરની મુસાફરી થાય. આકસ્મિક ખર્ચા પણ થઈ શકે છે. કોઇપણ જાતના નિર્ણયો આ સમયમાં મુલતવી રાખવા. તબિયતની કાળજી રાખવી.

વધુ જાણો મિથુન

Free Horoscope Reports 

મિથુન માસિક ફળકથન – May 2017

મિથુન વાર્ષિક ફળકથન – 2017

મિથુન સુસંગતતા