મિથુન – કન્યા સુસંગતતા

મિથુન અને કન્યા રાશિ વચ્ચે સુસંગતતા

જ્યોતિષશાસ્ત્ર કહે છે કે મિથુન અને કન્યા જાતકો બુદ્ધિશાળી તેમજ વ્યવહારૂ હોય છે. આ સંબંધ અરસપરસ સારો એકરાગ ધરાવતો હોવાથી વધુ મજબૂત હોય છે અને આ યુગલ એક સરખુ બૌદ્ધિક સ્તર ધરાવતું હોવાથી તેમની એકરૂપતામાં ઉમેરો થાય છે. જોકે, લાગણીઓને રોકી રાખવાથી તેમની વચ્ચે ગેરસમજ ઉભી થાય છે અને આ કારણે તેમના સંબંધમાં સમસ્યાઓ આવી શકે છે. આ પ્રેમ સંબંધ જળવાઇ રહે તેવી શક્યતા છે પણ મિથુન જાતકોએ કન્યા જાતકોને વધુ ઉત્સાહી બનતા શીખવવુ જોઇએ અને કન્યા જાતકો મિથુન જાતકોના સ્વભાવમાં સ્થિરતા લાવી શકે છે.

મિથુન રાશિના પુરુષ અને કન્યા રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ પ્રેમી પંખીડાઓ તેમના સંબંધમાં સ્વર્ગીય આનંદની અનુભૂતિ સાથે આગળ વધી શકે છે. આ સંબંધની સુસંગતતા તેમની સમજણને કારણે વધુ દ્રઢ બનશે. એક પળે તેમના બંનેના મગજમાં એકસરખા વિચારો આવી શકે છે. પણ જો લાંબો સમય સુધી આ સંબંધ ટકાવી રાખવો હોય તો તેમણે સમાધાન કરતા શીખવું પડશે. પુરુષનો રંગીન સ્વભાવ સ્ત્રીની ઇર્ષામાં વધારો કરશે. સ્ત્રીની સતત શિખામણ આપવાની આદતથી પુરુષ ત્રાસી જાય છે અને ફસાઇ ગયો હોય તેવી લાગણી અનુભવે છે. પુરુષે તેના રંગીન સ્વભાવ પર અંકુશ રાખવો જોઇએ અને સ્ત્રીએ પુરુષને પૂરતી સ્વતંત્રતા આપવી જોઇએ.

મિથુન રાશિની સ્ત્રી અને કન્યા રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
મિથુન રાશિની સ્ત્રી જાતક અને કન્યા રાશિના પુરુષ જાતક વચ્ચેના સંબંધમાં એકબીજાની લાગણીઓ અને વિચારો સમજવાની તેમની ક્ષમતાથી ફાયદો થશે. મિથુન રાશિની સ્ત્રી અને કન્યા રાશિના પુરુષ જીવન પ્રત્યે બુદ્ધિગમ્ય દ્રષ્ટિકોણ ધરાવે છે. પણ ચર્ચામાં તેમના દ્રષ્ટિકોણનું પરિણામ અલગ-અલગ હોય છે. આ સંબંધ ટકાવી રાખવા માટે તેમણે એકબીજા સાથે પ્રામાણિક રહેવું જોઇએ અને એકબીજાના મંતવ્યને આદર આપતા શીખવું જોઇએ. તેમણે પુરુષના ટીકાત્મક સ્વભાવ અને સ્ત્રીના આવડતવિહોણા સ્વભાવનું સંતુલન જાળવતા શીખી લેવું જોઇએ.

સુસંગતતા

મિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે વ્યવસાયમાં સફળતા માટે ભાગીદારની ભુમિકા ખૂબ જ મહત્વપૂર્ણ પુરવાર થશે કારણ કે તમારા ઉતાવળીય સ્વભાવ સામે તેમની ધીરજનો તાલમેલ બેસવાથી તમે સારી રીતે કામ કરી શકશો. જોકે તમારે પોતાના આવેશને સકારાત્મક દિશામાં વાળવાનો છે…

મિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રારંભિક સમયમાં સામાન્ય સંબંધોનો અનુભવ થશે પરંતુ સપ્તાહના ઉત્તરાર્ધમાં આપના જુના પ્રણયસંબંધોમાં ઘનિષ્ઠતા આવશે. આપની વાણીની મીઠાશ અને પ્રભાવી વ્યક્તિત્વથી નવા વિજાતીય પાત્રો આપના તરફ આકર્ષિત થશે. એકલા હોય તેવા જાતકો…

મિથુન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપના કમાણીના દ્વાર ખુલશે તેવી સંભાવના ગ્રહોની સ્થિતિ પરથી લાગી રહી છે. જોકે હાલમાં તમારે કાયદાકીય અને સરકારી કાર્યોમાં ખર્ચની તૈયારી રાખવી પડશે. કદાચ પ્રતિષ્ઠા બચાવવા માટે પણ ખર્ચ કરવો પડશે. તારીખથ 31 પછી લાભ તમારા…

મિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે તમે પુનરાવર્તન પર વધુ ધ્યાન આપશો. વિદ્યાભ્યાસમાં આપને વાંચનનું ભારણ નહીં લાગે તેમજ આપની સમજશક્તિ સારી રહેવાથી અભ્યાસમાં સફળતા મળશે જે આપનો આત્મવિશ્વાસ વધારશે. કારકિર્દીમાં આગળ વધવા માટે વિદ્વાનો દ્વારા આપને સમયસર…

મિથુન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપ ખૂબ જ સારી તંદુરસ્તી માણી શકશો. આપની ઉંમરના પ્રમાણમાં ફીટનેસ ઘણી સારી રહેશે. જોકે બ્લડપ્રેશર, કરોડરજ્જૂમાં દુખાવો, હૃદયના ધબકારાની અનિયમિતતા વગેરે પ્રશ્નો હોય તેમને દવામાં નિયમિતતા જાળવવી પડશે. સંતાન ઈચ્છુક જાતકો…

નિયતસમયનું ફળકથન