મિથુન – વૃષભ સુસંગતતા

મિથુન અને વૃષભ રાશિ વચ્ચે સુસંગતતા

મિથુન જાતકો ખૂબ ઝડપથી સ્થિરતા ગુમાવે છે. બીજી તરફ સ્થિરતા સાથે આગળ વધતા વૃષભ જાતકો જીવનમાં હંમેશા આગળ રહે છે. વૃષભ જાતકો ઘણાં શાંત હોય છે અને દિમાગથી ખૂબજ ઠરેલ હોય છે. મિથુન જાતકો મોટાભાગે સ્વભાવે ઉત્પાતિયા હોય છે. આ વિરોધાભાસી લક્ષણોને કારણે ઘણીવાર તેમના સંબંધમાં સમસ્યાઓ ઊભી થાય છે. પણ તેના કારણે તેમના સંબંધ તુટી જતા નથી. જો વૃષભ જાતકો મિથુન જાતકો પાસેથી જતું કરવાની નીતિ શીખે અને સામે મિથુન જાતકો તેમના સાથી જોડેથી સુસંગતપણું શીખે તો તેમનો સંબંધ જળવાઇ શકે છે.

મિથુન રાશિના પુરુષ અને વૃષભ રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સંબંધમાં પુરુષના રંગીન સ્વભાવને કારણે સ્ત્રી ઇર્ષા અને માલિકીભાવ અનુભવે છે. પુરુષને હંમેશા આ સ્ત્રીમાં સાહસનો અભાવ વર્તાય છે. વૃષભ રાશિની સ્ત્રીને હંમેશા સુરક્ષા અને નિષ્ઠાની ચિંતા હોય છે જ્યારે પુરુષ અજંપાવાળો અને વધારે પડતો સક્રિય હોય છે. ગણેશજીની સલાહ છે કે જો તેમણે બંનેએ સંબંધ જાળવવો હોય તો એકબીજાને સમજવાની તેમજ મોડી રાતની ફિલ્મો જોવાની અને કેન્ડલ લાઇટ ડિનરની વાતો ભૂલી જવાની જરૂર છે.

મિથુન રાશિની સ્ત્રી અને વૃષભ રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
આ મનમેળમાં પુરુષ સ્ત્રીના આત્મવિશ્વાસ અને અખૂટ શક્તિથી આકર્ષાય છે. સ્ત્રી પણ ઝડપથી પુરુષ તરફ આકર્ષાય જાય છે. પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ તેમનો સંબંધ લાંબો સમય જળવાઇ રહે તે નિશ્ચિત નથી. સ્ત્રીનો ઉત્સાહથી ભરપૂર સ્વભાવ પુરુષના માલિકીભાવવાળા સ્વભાવના કારણે દબાઇ જાય છે. પુરુષ ઈચ્છે છે કે સ્ત્રી તેના વર્તનમાં ઓછી ઉત્સાહી હોય કારણ કે તેઓ એક સાથે જીવન શરૂ કરવા જઇ રહ્યા છે. જો તેઓ મતભેદો દૂર કરી શકે તો ચોક્કસ ઘણી સારી જોડી સાબિત થઇ શકે.

સુસંગતતા

મિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

પ્રોફેશનલ મોરચે આ સપ્તાહ ઘણું સક્રીય રહેશે કારણ કે તમારા કર્મસ્થાનમાં જ સૂર્ય, બુધ અને શુક્રની યુતિ છે. તમે સરકારી કાર્યો, સૌંદર્યપ્રસાધનો, સુશોભનની ચીજો, શિક્ષણ, બેન્કિંગ, દલાલી, વીમા એજન્સી, મ્યુચ્યુઅલ ફંડ્સ વગેરેમાં…

મિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહના પ્રારંભે તમે પ્રોફેશનલ કાર્યોમાં વધુ વ્યસ્ત રહેશો પરંતુ તારીખ 20થી 22 સુધીના સમયમાં તમે ઉત્તમ દાંપત્ય સુખ માણી શકશો. કામકાજના સ્થળે વિજાતીય પાત્રો સાથે તમારી નીકટતા વધી શકે છે. લગ્નોત્સુક જાતકોને હાલમાં સામાજિક…

મિથુન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

તમારી આર્થિક સ્થિતિ આ સપ્તાહે સતત ચડાવઉતાર વાળી રહેશે. શરૂઆતમાં તમે રોજિંદી આવકમાં વધારો કરી શકશો. નોકરિયાતોને ઈન્સેન્ટિવ કે અન્ય પ્રકારે લાભ મળી શકે છે. ત્યારપછીનો સમય ભાગીદારીના કાર્યોમાં તમે ધીમી પરંતુ એકધારી ગતિ કમાણી કરી…

મિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થીઓને પ્રથમ દિવસે ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સાનુકૂળતા રહેશે. વિદેશમાં અભ્યાસ અર્થે જવા માંગતા જાતકો તેમજ ઉચ્ચ ડિગ્રી માટે અભ્યાસ કરતા જાતકો માટે સપ્તાહનો અંતિમ દિવસ આશાસ્પદ જણાય છે. તારીખ 23 અને 24ના…

મિથુન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્યની તમારે કાળજી લેવી પડશે. પ્રથમ દિવસે પાણીજન્ય રોગો, તાવ, શરદી-કફની શક્યતા રહે. ત્યારપછીના ત્રણ દિવસ થોડા શાંતિથી પસાર થશે પરંતુ તારીખ 23 અને 24ના રોજ ફરી તમારું સ્વાસ્થ્ય કથળી શકે છે. ખાસ કરીને જુના અને હઠીલા રોગો માથુ…

નિયતસમયનું ફળકથન