મિથુન માસિક ફળકથન

આ મહિનો (May 2017)

મહિનાના પ્રારંભમાં મંગળ તમારા વ્યય સ્થાનમાં છે જે આકસ્મિક ઈજાનો સંકેત આપે છે. ખાસ કરીને વાહન ચલાવવામાં શાંતિ રાખવી. ઉપરાંત આ સમયમાં કોઈપણ નિર્ણય લેવામાં વધુ પડતી ઉતાવળ ન કરવી. લગ્નોત્સુક જાતકોને એકાદ વખત નિરાશ થવું પડશે. આર્થિક ક્ષેત્રે સાનુકૂળતા રહેશે. તમે નજીવા પ્રયાસોથી જરૂરિયાત અનુસાર આર્થિક આયોજન કરીને પોતાના કાર્યો ઉકેલી શકશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ વધશે. વિદેશમાં અભ્યાસ અર્થે જવા માંગતા જાતકો માટે યોગ્ય સમય છે. ભાગ્યેશ શનિ આપને ધીમી પરંતુ મક્કમ પ્રગતિ આપે. વર્તમાન સમયમાં તમારા સપ્તમ સ્થાનમાં શનિ વક્રી ચાલે છે માટે દાંપત્યજીવનમાં તેમજ ભાગીદારીના કાર્યોમાં નિરસતા વર્તાશે. લગ્નેશ તથા પરાક્રમેશ સૂર્ય-બુધની યુતિ લાભ સ્થાનમાં કોઇ નવીન કાર્ય કરાવે તથા તેમાં સફળતા પણ આપે. મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય રાશિ બદલીને વ્યય સ્થાનમાં મંગળ સાથે યુતિમાં આવશે જેથી સાચવવા જેવો સમય છે. બિનજરૂરી ચિંતાઓ વધશે. પ્રોફેશનલ મોરચે નિર્ણય લેવામાં ખૂબ જ સાવધાની રાખવી. જોકે મહિનાના અંતિમ સપ્તાહમાં મંગળ તમારા લગ્ન સ્થાનમાં આવી જશે જેથી તમારામાં નવી શક્તિ અને જોશનો સંચાર થતો હોય તેવું લાગશે. કાર્યક્ષેત્રમાં આ તબક્કો પ્રગતિકારક ગણી શકાય.

વધુ જાણો મિથુન

Free Horoscope Reports 

મિથુન સાપ્તાહિક ફળકથન – 28-05-2017 – 03-06-2017

મિથુન વાર્ષિક ફળકથન – 2017

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર