મિથુન – તુલા સુસંગતતા

મિથુન અને તુલા રાશિ વચ્ચે સુસંગતતા

મિથુન અને તુલા જાતકોનો સ્વભાવ જૂથપ્રિય હોય છે. તુલા જાતકો પ્રિયજનો માટે વધુ વિચારનારા હોય છે. આ પ્રેમ સંબંધનું આ એક જમા પાસુ છે. તેઓ લગભગ દરેક બાબતમાં એકબીજાથી સહમત હોય છે. તેમની વચ્ચેની સમજણશક્તિને કારણે તેમણે એકબીજાને કશું જ કહેવાની જરૂર પડતી નથી. મિથુન જાતક તુલા જાતકના ઉત્કટ પ્રેમમાં ઊંડા ઉતરી જાય છે. આ સંબંધમાં કંટાળો ક્યારેય બાધારૂપ બનતો નથી કારણ કે તેઓ બંને ખૂબજ બુદ્ધિગમ્ય હોય છે.

મિથુન રાશિના પુરુષ અને તુલા રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ સંબંધ તેમની અદભૂત સુસંગતતાને કારણે આદર્શ બની રહે છે. આ સંબંધમાં સ્ત્રીના ઉત્સાહ અને સતત સંતુલનને કારણે સુસંગતતા જળવાઇ રહે છે. સ્ત્રી પુરુષના બહિર્મુખી સ્વભાવથી આકર્ષાય છે અને સ્ત્રીના જૂથપ્રિય સ્વભાવ સાથે તેનો સારો મેળ બેસી શકે છે. પુરુષ સ્ત્રીને પોતાની વાતચીતની કુશળતા અને સાહસિક વ્યક્તિત્વ દ્વારા આકર્ષશે. આ સંબંધમાં ફક્ત એક જ સમસ્યા છે કે તેઓ બંને નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવે છે.

મિથુન રાશિની સ્ત્રી અને તુલા રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
આ પ્રેમ સંબંધમાં એક ગુણ સામાન્ય છે, કે આ બંને જાતકો ઘણાં કલ્પનાશીલ હોય છે. મિથુન રાશિની સ્ત્રી ઘણી જૂથપ્રિય હોય છે અને તુલા રાશિનો પુરુષ અવ્યવસ્થિત હોય છે. પુરુષ ઉત્સાહથી ભરપૂર હોય છે અને તેનો રોમેન્ટિક સ્વભાવ સ્ત્રીને ઘણી ખુશ કરે છે. આ સ્ત્રી અને પુરુષ એકબીજાની સ્વતંત્રતાનો આદર કરે છે ક્યારેય કોઇ વાતને પકડી નથી રાખતા તેથી તેમની વચ્ચેની સુસંગતતા વધુ મજબૂત બને છે. આ પ્રેમી યુગલે નાણાંકીય બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે ખર્ચ કરવામાં તેઓ બંને ઘણાં ઉદાર છે.

સુસંગતતા

મિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહના પ્રારંભિક બે દિવસમાં ખાસ કરીને તમારે હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાની પ્રોડક્ટ કે સેવાની ગુણવત્તા પાછળ ખર્ચ કરવો પડશે જેથી નફાનું પ્રમાણ ઘટશે. કર્મસ્થાનમાં રહેલા શુક્ર અને મંગળ સાથે સપ્તાહના મધ્યમાં ચંદ્ર પણ યુતિમાં…

મિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે કામકાજના સ્થળે વિજાતીય પાત્રો સાથે તમારી નીકટતા વધશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં તમે જાહેર સંબંધો વધારવામાં વધુ સક્રીય બનશો. લગ્નોત્સુક જાતકોને તારીખ 2 પછી કોઈ યોગ્ય પાત્ર મળી શકે છે. મિત્રો સાથે સંબંધો જળવાઈ રહેશે પરંતુ…

મિથુન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

તમારા ધન સ્થાનનો માલિક ચંદ્ર સપ્તાહમાં સતત પોતાની સ્થિતિ બદલશે અને અલગ અલગ ગ્રહો સાથે યુતિમાં પણ આવશે જેથી આર્થિક સ્થિતિ સ્વભાવિક પણે ચડાવઉતાર વાળી રહેશે. શરૂઆતમાં તમે પ્રોફેશનલ મોરચે ખર્ચ કરો તેવી શક્યતા છે. સપ્તાહના મધ્યમાં…

મિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

ઉચ્ચ ડિગ્રી માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સપ્તાહના પ્રારંભમાં વધુ મહેનતની તૈયારી રાખવી પડશે કારણ કે નવમા સ્થાનમાં બુધ, સૂર્ય અને ચંદ્રની સાથે કેતુ આવતા તમામ ગ્રહોને દુષિત કરે છે. સપ્તાહના ઉત્તરાર્ધમાં વિદેશમાં અભ્યાસ…

મિથુન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે એકંદરે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ સપ્તાહના પ્રથમ અને અંતિમ દિવસે વધુ પડતા કામકાજના કારણે થાક, સુસ્તિ રહેશે. કોઈ અજાણી ચિંતાના કારણે અનિદ્રાની ફરિયાદ પણ રહે. જોકે તારીખ 26 અને 4ને બાદ કરતા આખું સપ્તાહ તમે…

નિયતસમયનું ફળકથન