મિથુન નક્ષત્ર

મૃગશીર્ષ નક્ષત્રઃ

આ નક્ષત્રના દેવ ચંદ્ર અને સ્વામી મંગળ છે. આથી તેમનામાં ઉત્સાહ જોવા મળે છે અને તેઓ વધુ મહેનત કરનારા પણ હોય છે. આ જાતકોમાં કૂટનીતિ પ્રમાણમાં ઓછી જોવા મળે છે. તેમનામાં જાતીય આવેગનું પ્રમાણ વધારે હોય છે. આ જાતકોમાં પુરુષોમાં સંપૂર્ણપણે પૌરુષત્વ અને સ્ત્રી જાતકોમાં સંપૂર્ણપણે સ્ત્રીત્વ જોવા મળે છે. ઉપરાંત તેમનામાં આત્મવિશ્વાસ પણ હોય છે. જીવનમાં તેઓ કોઈપણ ધ્યેય નક્કી કરે તેને હાંસલ કરવા શક્ય એટલી મહેનત કરે છે. તેમનું જીવન સફળ થાય છે અને સ્વભાવ સરળ રહે છે.

આર્દ્રા નક્ષત્રઃ
આ નક્ષત્રના દેવ રુદ્ર (શંકર) અને સ્વામી રાહુ છે. આથી મિથુન રાશિમાં આ નક્ષત્ર સાથે જન્મેલા જાતકો કુશળ રાજનીતિજ્ઞ અને કૂટનીતિજ્ઞ બની શકે છે. જરૂર પડ્યે તેઓ બીજાને ભોંમાં ભંડારવાની ક્ષમતા પણ ધરાવે છે. તેઓ જુઠ્ઠુ બોલે તો પકડાતા નથી. તેઓ ક્યારેય ગંદી રાજનીતિ નથી રમતા. તેમની રાજનીતિ સારી અને સાચી હોય છે.પોતાની કારકીર્દિને ક્યારેય આંચ આવવા દેતા નથી અને તેમાં પણ પકડાતા નથી.

પુનર્વસુ નક્ષત્રઃ
આ નક્ષત્રના દેવ અદિતિ (દેવોની માતા) તથા સ્વામી ગુરુ છે. તેમનામાં ધાર્મિકતા વધારે હોય છે જ્યારે રાજનીતિનું પ્રમાણ ઓછુ હોય છે. તેમનો સ્વભાવ સરળ હોય અને ઉત્સાહ વધારે જોવા મળે છે. તેઓ બીજાનું અહિત કરી પોતાનું હિત જોતા નથી. તેમનામાં કામેચ્છા સિમિત હોય છે. પત્ની સિવાય કોઈની સાથે સંબંધ રાખતા નથી. તેઓ સ્વાર્થી હોવા સાથે પ્રેમ પણ કરે છે.

મિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

નોકરી કરતા કર્મચારીઓએ હાલમાં શક્ય હોય તો નોકરી બદલવાનો વિચાર માંડી વાળવો. નવો વ્યવસાય શરૂ કરવાનું આયોજન કરી રહ્યા હોવ તો હાલમાં તેની રૂપરેખા ઘડી શકો છો પરંતુ તેનો નક્કર અમલ કરવા માટે યોગ્ય સમય નથી. આ સમયમાં વ્યવસાયિક વિસ્તરણમાં…

મિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે તમારા નવા સંબંધો, વિજાતીય પાત્રો સાથે મુલાકાતની શક્યતા જણાઈ રહી છે. સાથે-સાથે જુના પરિચિતો સાથે બોલવામાં જાણે-અજાણે મનદુઃખ ન થાય તેની કાળજી રાખવી પડશે. નોકરી-વ્યવસાયના સ્થળે ઉપરી અધિકારી તેમજ સહકર્મચારી સાથે…

મિથુન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતથી આપની પાસે નાણાંનો પ્રવાહ ઉત્તરોત્તર વધતો જશે. તમારા અટકેલા કાર્યોમાં ગતિ આવશે. જુના અને ફસાયેલા નાણાં પાછા આવવાની પણ પ્રબળ શક્યતા છે. વારસાગત મિલકતો અંગેનો કોઈ વિવાદ ચાલતો હોય તો આપના તરફી તેનો ઉકેલ આવે તેવી…

મિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહથી વિદ્યાભ્યાસમાં આપે ગંભીર બનવું પડશે. મિત્રો કે મનોરંજનની પ્રવૃત્તિઓથી શક્ય હોય ત્યાં સુધી દૂર જ રહેવું. વાંચનના કલાકો વધારવા તેમજ રિવિઝન પર પુરુ ધ્યાન આપવું. વધુ પડતા આત્મવિશ્વાસમાં ન રહેવાની પણ સલાહ છે. ખાસ કરીને…

મિથુન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહની શરૂઆતથી આપની સ્વાસ્થ્ય સુખાકારી મધ્યમ રહેશે. ખાસ કરીને ખાવા-પીવાની અનિયમિતતાના કારણે ઋતુજન્ય બીમારી ઉપરાંત આપની બેદરકારીના કારણે કોઈ ગંભીર બીમારી માથુ ઊંચકે તેવી શક્યતા નકારી શકાય નહીં. ઘરમાં કોઈ સામાજિક કે…

નિયતસમયનું ફળકથન