મિથુન – કર્ક સુસંગતતા

મિથુન અને કર્ક રાશિ વચ્ચે સુસંગતતા

આ જાતકો વચ્ચે સમાનતા ઘણી ઓછી હોય છે. સમસ્યાઓ ઉકેલવાના તેમના રસ્તા પણ અલગ-અલગ હોય છે. કર્ક જાતકો કામ કરવામાં માને છે જ્યારે મિથુન જાતકો ફક્ત વાતો કરે છે. હકારાત્મક પાસુ એ છે કે મિથુન જાતકોનો મજાકિયો સ્વભાવ, વિનોદવૃત્તિ અને બુદ્ધિ કર્ક જાતકોને આકર્ષે છે અને તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાવાની શક્યતા વધી જાય છે. બદલામાં કર્ક જાતકો સ્થિરતા અને ઊંડાણ આપશે. કેટલીકવાર મિથુન જાતકોનો રંગીન સ્વભાવ કર્ક જાતકોને ઇર્ષાળુ અને અસુરક્ષિત બનાવે છે.

મિથુન રાશિના પુરુષ અને કર્ક રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સંબંધમાં સ્ત્રી પુરુષના ઉત્સાહ અને ઉર્જાથી આકર્ષાય છે. બીજી તરફ સ્ત્રીનું જાદુઇ આકર્ષણ અને સંવેદનશીલ વર્તન પુરુષને આકર્ષે છે. પરંતુ સંબંધ વિકસવાની સાથે તેમના મતભેદો વધવાના શરૂ થઇ જાય છે. પુરુષની તર્કસંગતતા સ્ત્રીના સંવેદનશીલ સ્વભાવ સાથે મેળ ન ખાય તેવી શક્યતા છે અને પુરુષનો વચનબદ્ધ ન થવાનો સ્વભાવ સ્ત્રીને અસુરક્ષાનો અનુભવ કરાવે છે. ગણેશજીને લાગે છે કે એકબીજાને સમસ્યાઓ આપવા કરતા શાંતિ આપે તે વધારે મહત્વનું છે.

મિથુન રાશિની સ્ત્રી અને કર્ક રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
કર્ક રાશિનો છોકરો એક વસ્તુ કે વ્યક્તિને વળગી રહેનારો હોય છે. તેના શંકાશીલ સ્વભાવને કારણે છોકરી બીજા છોકરામાં રસ લેતી થાય છે જે તેમના સંબંધ પર ખરાબ અસર કરી શકે છે. છોકરી જે ખુલાસા આપે છે તે છોકરો સાંભળવા તૈયાર થતો નથી, આ રીતે છોકરી કર્ક રાશિના છોકરાથી કંટાળી જાય છે. શરૂઆતનું આકર્ષણ છોકરાના ઉત્તેજિત સ્વભાવને કારણે થાય છે. છોકરો સંપૂર્ણ પ્રતિબદ્ધ હોય છે અને છોકરી લાંબો સમય ટકે તેવા સંબંધમાં સમજતી નથી. છોકરીએ તેના રંગીન મિજાજ પર અંકુશ રાખવાની તેમજ કર્ક જાતકોને જેની ઉત્કટ ઇચ્છાનો પ્રેમ અને સહકાર આપવાની જરૂર છે.

સુસંગતતા

મિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહનો પહેલો દિવસ વ્યવસાયિક ક્ષિતિજો વિસ્તારવા માટે ઘણો સારો છે. વિદેશમાં વ્યવસાય સંબંધિત કાર્યોમાં આપને તારીખ 18ના મધ્યાહન સુધી સફળતા મળવાની પ્રબળ શક્યતા રહેશે. મિત્રો, સંબંધીઓ અને ભાગીદારો પુરતો સહકાર આપશે. શેરબજાર કે…

મિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપના પ્રણયસંબંધોમાં કડવાશ ન આવે તે માટે વાણી અને વર્તનને સંયમિત રાખવા તેમજ આપની વચ્ચે અહંની દિવાલ ઉભી ન થવા દેતા. આપ પ્રિયપાત્ર કરતા પોતાની જાતને ચડિયાતી પુરવાર કરવાનો પ્રયાસ ન કરતા તેમજ તેમના પર વર્ચસ્વની ભાવના પણ ન…

મિથુન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે તમારી નાણાકીય ચિંતાઓ મહદ અંશે હળવી થશે. જરૂર કરતા વિશેષ નાણાં હાથમાં રહેવાથી નવી યોજનાઓ પાર પાડવાની ઈચ્છાશક્તિ અને આત્મપ્રેરણા જોવા મળશે. જોકે આપ આ સમયમાં બીજાની વાતોમાં આવવાના બદલે પોતાની બુદ્ધિથી નિર્ણય લેજો અને…

મિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

કોઈપણ વિષયમાં આપને વધુને વધુ ઊંડા ઉતરવાની ઈચ્છા થશે. તારીખ 17 પછી આપની સમજશક્તિમાં ઘણો વધારો થતા જટીલ પ્રશ્નોને પણ સરળતાથી ઉકેલશો. આપ અન્યો સાથે વિવિધ વિષયોની ચર્ચા કરીને અથવા નબળા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને જ્ઞાનમાં…

મિથુન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહના મધ્યમાં તમારા કૌટુંબિક, અંગત મિત્રો, જીવનસાથી કે પડોશી સાથે ઉગ્ર બોલાચાલી કે ઝઘડો થતા માનસિક બેચેની ખૂબ વધી જશે. જેમને ત્વચા અને ગુપ્તભાગોમાં બીમારી છે તેમને શરૂઆતના ચરણમાં વધુ કાળજી લેવી પડશે. હાડકામાં દુઃખાવો, પિત્ત…

નિયતસમયનું ફળકથન