મિથુન – કુંભ સુસંગતતા

મિથુન અને કુંભ રાશિ વચ્ચે સુસંગતતા

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ સંબંધમાં કુંભ જાતક મિથુન જાતકની વિનોદવૃત્તિનો ચાહક હોય છે. આ સંબંધની સુસંગતતા જીવન માટેના એકસરખા અભિગમને કારણે વધુ મજબૂત બને છે. મિથુન જાતકો કુંભ જાતકોની સર્જનાત્મકતાની પ્રશંસા કરશે, બદલામાં કુંભ જાતકો મિથુન જાતકોના સ્વાવલંબીપણા પ્રત્યે આદર રાખશે. પણ તેમનો અકળ સ્વભાવ તેમની સુસંગતતામાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. મિથુન જાતકોની ઉત્તેજનાને જાળવી રાખવા માટે કુંભ જાતકોએ રોમાંસની કલા શીખવી પડશે.

મિથુન રાશિના પુરુષ અને કુંભ રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સંબંધને સાચો મનમેળ કહી શકાય. તેઓ એકબીજાના ગુણોની પ્રશંસા કરે છે. આ યુગલને પરિવર્તન અને વૈવિધ્ય ગમે છે. તેઓ બંને બુદ્ધિશાળી હોય છે અને અર્થસભર ચર્ચાઓના શોખીન હોય છે. એક-બીજાનો હાથ પકડીને તેઓ નવી દિશાઓ શોધે છે અને એકબીજાનો સાથ તેમને ઘણો રોમાંચક લાગે છે. આ યુગલ વચ્ચેની શારીરિક સુસંગતતા પણ ઘણી સારી હોય છે. તેઓ ફક્ત સારા જીવનસાથી જ નહીં સારા મિત્રો પણ બની શકશે.

મિથુન રાશિની સ્ત્રી અને કુંભ રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
તેઓ બંને સાહસપ્રિય હોય છે. તેમને યોજનાઓ બનાવવી અને નિયમોથી બંધાઇને રહેવું નથી ગમતું. કુંભ રાશિનો પુરુષ મિથુન રાશિની સ્ત્રીની સાથે કદમ મિલાવીને ચાલી શકે છે. તેમને પોતાના સાથીદારના વિચારો કે લાગણીઓ જાણવા શબ્દોની જરૂર નથી પડતી કારણ કે તેઓ એકબીજાને ખૂબજ સારી રીતે સમજી શકે છે. તેઓ એકબીજાના પ્રેરણાસ્રોત અને પ્રેરકબળ બની રહે છે.

સુસંગતતા

મિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

પ્રોફેશનલ મોરચે સપ્તાહના પહેલા દિવસે કોઈપણ મહત્વનો નિર્ણય લેવાનું ટાળજો. તમારી માનસિક ચંચળતા વધુ રહેશે જેથી નવા પ્રોજેક્ટ લેવાનું અથવા નવા કાર્ય શરૂ કરવાનું પણ ટાળવું. સપ્તાહના મધ્યમાં તમે કામકાજમાં સૌથી વધુ એકાગ્રતા…

મિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

શરૂઆતના બે દિવસમાં તમારામાં અજંપો અને માનસિક ચંચળતા ઘણી વધારે રહેશે જેના કારણે ખાસ કરીને વિજાતીય પાત્રો સાથે મુલાકતો ટાળવી. તમારી વાણીનું ખોટુ અર્થઘટન થવાની શક્યતા રહે માટે પ્રેમનો એકરાર કરવાનું પણ ટાળજો. જોકે ઉત્તરાર્ધનો…

મિથુન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆત અને અંતમાં ખર્ચ થશે જેમાં ખાસ કરીને ધાર્મિક અથવા તબીબી બાબતોમાં નાણાં ખર્ચાય. જોકે સપ્તાહના મધ્યનો સમય તમને આર્થિક લાભ અપાવનારો છે. આવકના સ્ત્રોતો વધારવા માટે પ્રોફેશનલ મોરચે તમારી સક્રીયતા વધશે. ઉઘરાણીના…

મિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

જે વિદ્યાર્થી જાતકો ઉચ્ચ ડિગ્રી માટે અભ્યાસ કરી રહ્યા છે અથવા જેઓ રિસર્ચ અથવા તે સંબંધિત અભ્યાસ કરી રહ્યા છે તેમને હાલમાં વધુ મહેનત કરવી પડશે. કદાચ એકાદ વખત નિષ્ફળતા પણ મળી શકે છે. શરૂઆતમાં તમને અજંપો ઘણો વધારે રહેશે પરંતુ…

મિથુન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે તમારે સ્વાસ્થ્યમાં થોડા ચડાવઉતારનો સામનો કરવો પડશે. શરૂઆતના બે દિવસમાં શારીરિક સુસ્તિ અને નબળાઈ અનુભવશો. ત્યારપછીનો સમય સારો છે પરંતુ અંતિમ દિવસે આકસ્મિક ઈજા થઈ શકે છે. આ સમયમાં દાંત કે પેઢામાં દુખાવો, સ્નાયુઓ…

નિયતસમયનું ફળકથન