એસ્ટ્રો પ્રોફાઇલ

  • Author: ગણેશાસ્પિક્સ ટીમ
એસ્ટ્રો પ્રોફાઇલ

આપનાં વ્યક્તિત્વને ઓળખો

પોતાની જાતને ઓળખો અને વિધાતાએ આપનાં ભાગ્યમાં શું લખ્યું છે તે જાણો. આપના જન્મ સમયે ગ્રહોની ચોક્કસ સ્થિતિ, તારીખ, સમય, સ્થળ અને નક્ષત્ર આપના જન્મને અનન્ય બનાવે છે. માટે આપનાં ભાગ્યમાં જે લખ્યું છે તે અન્ય કરતા અલગ જ હોય છે. એસ્ટ્રો પ્રોફાઈલ ફ્રી પ્રોડક્ટ દ્વારા જાણો આપનાં ભાગ્ય વિશે.

ǃ

પોતાના લાક્ષણિક ગુણો જાણો

એક વ્યક્તિ તરીકે આપ કેવા છો તે અંગે એકદમ સ્પષ્ટ જાણ્યા બાદ, આપ પોતાની જન્મજાત આવડતોનો મહત્તમ ઉપયોગ કરી શકો છો. ઉપરાંત આપની નબળાઈઓ અંગે પણ જાણીને આપ તેને સુધારી શકો છો. આ તમામ બાબતો આપને સફળતાના શિખરે પહોંચવામાં મદદરૂપ થશે.

ǃ

આપનાં વ્યક્તિત્વ અંગેના વિવિધ તથ્યો જાણો

જીવનમાં સફળતા મેળવવાનો એક સચોટ માર્ગ એ છે કે પોતાનામાં રહેલી જન્મજાત ખૂબીઓ જાણો. આપની એસ્ટ્રો પ્રોફાઈલની મદદથી આપ આ માહિતી મેળવી શકો છો. આ રિપોર્ટ દ્વારા જાણો કે આપનામાં વિધાતાએ કેવી જન્મજાત શક્તિઓ ભરી છે અને તે અનુસાર આપના ગુણોનો મહત્તમ લાભ ઉઠાવો.

રિપોર્ટ વિગત

રાશિ પ્રોફાઈલ, અંકશાસ્ત્ર પ્રોફાઈલ અને ચીની જન્માક્ષર

આ રિપોર્ટમાં આપને ત્રણેય પ્રકારે આપની પ્રોફાઈલ તદ્દન મફત મળશે. આપની રાશિ પ્રોફાઈલ, અંકશાસ્ત્ર પ્રોફાઈલ અને ચીની જન્માક્ષરના આધારે જાણો કે, એવી બાબત છે તે આપને અન્યોથી અલગ તારવે છે.

સદીઓ જુની પદ્ધતિના આધારે તમામ રહસ્યો ઉજાગર કરો

આપની રાશિ પ્રોફાઈલ આપની સૂર્ય રાશિ, અંકશાસ્ત્ર પ્રોફાઈલ આપના જન્મ અંક અને ચીની જન્માક્ષર આપની ચીની રાશિના આધારે તૈયાર કરવામાં આવે છે. આ તમામ માહિતી સદીઓ જુના પરંપરા અને જ્ઞાનના આધારે તૈયાર કરવામાં આવે છે જે આપને હવે માત્ર આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.

પ્રશંસાપત્રો

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

વ્યવસાયમાં પ્રગતિ માટે મેં ઘણા પ્રયાસો કર્યા હોવા છતાં ઈચ્છિત સફળતા મળતી નહોતી. પડકારજનક સંજોગો મારો પીછો છોડવાનું નામ નહોતા લેતા. ત્યારે જ મારા એક મિત્રએ મને જ્યોતિષીય સલાહ લેવાનું કહ્યું. મેં મારા વ્યવસાય સંબંધિત ત્રણ સમસ્યાઓ અંગેનો ઉકેલ માંગ્યો. આ રિપોર્ટમાં મારા દરેક પ્રશ્નના ઊંડાણપૂર્વકના જવાબના કારણે મેં વ્યવસાયની વ્યૂહરચનામાં કેટલાક જરૂરી ફેરફારો કર્યા. આ ઉપરાંત રિપોર્ટમાં સુચવેલા કેટલાક જ્યોતિષીય ઉપાયોનું પણ મેં પાલન કર્યું. ત્યારપછી તો મારા વ્યવસાયમાં ઉતરોત્તર સ્થિતિ સુધરવા લાગી. મને આપેલા આ સાચા અને યોગ્ય માર્ગદર્શન બદલ હું ખૂબ આભાર માનું છું. હવે મારામાં આત્મવિશ્વાસ ઘણો વધી ગયો છે.
– દુષ્યંત પટેલ, અમરેલી


મને નોકરીમાં જરાય મજા નહોતી આવતી. મને નોકરી છોડવાની ઈચ્છા થતી હતી પરંતુ ચોક્કસ નિર્ણય લઈ શકતી નહોતી. આ સમયમાં મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીનું માર્ગદર્શન લીધું. તેમણે મને કહ્યું કે કારકિર્દીમાં અવરોધ માટે કયા ગ્રહો જવાબદાર છે અને કેટલાક જ્યોતિષીય ઉપાયો પણ સુચવ્યા. આ ઉપાયોનું પાલન કરવાથી મારું જીવન બદલાઈ ગયું અને અત્યારે હું ખુબ જ ખુશીથી નવી નોકરી કરી રહી છું. મારી ખુશીઓનો શ્રેય હું ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓને આપુ છુ
– વંદના ત્રિવેદી, અંજાર

શા માટે અને કેવી રીતે

હું શા માટે આ ફ્રી રિપોર્ટ મેળવું?

  • આપનાં વ્યક્તિત્વ અંગે તમામ માહિતી મેળવીને આપ પોતાની સાચી જન્મજાત શક્તિઓ જાણી શકશો.
  • આપ પોતાની અથવા પોતાના પ્રિયજનોની તમામ ઝીણામાં ઝીણી વાતો જાણી શકશો.
  • આ રિપોર્ટમાં આપને પોતાની રાશિ પ્રોફાઈલ, અંકશાસ્ત્ર પ્રોફાઈલ અને ચીની જન્માક્ષરના આધારે તમામ ગુણો અને લક્ષણો અંગે જાણવા મળશે.

આ માર્ગદર્શન મને કેવી રીતે મદદરૂપ થશે?

  • આપ પોતાનાં અથવા આપ્તજનોના વ્યક્તિત્વને વધુ સારી રીતે સમજી શકશો.
  • આપનામાં રહેલી તમામ જન્મજાત શક્તિઓને ઓળખીને આપ તેનો મહત્તમ ઉપયોગ કરી શકશો.
  • આપનામાં રહેલી ખામીઓ જાણીને આપ તેમાં સુધારો કરી શકશો જેથી આપનાં જીવનમાં તે ભુલનું પુનરાવર્તન ન થાય.
  • આ રિપોર્ટ આપને જીવનમાં આવતી કોઈપણ મુશ્કેલીઓ અને વિપરિત સંજોગોનો આત્મવિશ્વાસ અને આસ્થાપૂર્વક સામનો કરવા માટે મદદરૂપ થશે.

અવારનવાર પુછાતા પ્રશ્નો

શું મારી વ્યક્તિગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે?

ચિંતા ન કરશો! અમારી સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત છે તેમજ અમારી નીતિના ભાગરૂપે અમે કોઈપણ ભોગે અમારા ગ્રાહકોની કોઈપણ વિગતો જાહેર કરતા નથી. આપ માહિતીની ગુપ્તતા અંગે સંપૂર્ણ નિશ્ચિંત રહી શકો છો. આપનો રિપોર્ટ પણ આપને ઈમેલ દ્વારા મોકલવામાં આવશે જેથી અન્ય કોઈપણ વ્યક્તિના હાથમાં આવી શકશે નહીં.

તમારી વેબસાઈટ પરથી હું એક વખત ફ્રી રિપોર્ટ લઉ તો શું મને વારંવાર અન્ય રિપોર્ટ લેવા માટે આગ્રહ કરવામાં આવશે?

અમારી વેબસાઈટ પરથી આપ એક વખત ફ્રી રિપોર્ટ મેળવશો એટલે આપની નોંધણી અમારા વિશેષ ડેટાબેઝમાં થશે. આથી, અમારા ઈમેલ લિસ્ટમાં આપનું પણ ઈમેલ આઈડી હશે અને આપ નિયમિત ધોરણે અમારી વિશેષ ઓફર અંગેની માહિતી મેળવી શકશો પરંતુ આપને કંટાળાજનક સ્થિતિમાં મુકે એટલા સંખ્યાબંધ ઈમેલ નહીં મળે. જોકે છતાં પણ આપ અમારી ઈમેલ યાદીમાંથી કોઈપણ સમયે અનસબસ્ક્રાઈબ પણ થઈ શકો છો. ઉપરાંત અમારા ઈમેલ ગ્રાહકોના મેઈલબોક્સ અનુરૂપ હોય છે. વિશ્વાસ રાખો, અમે ક્યારેય આપનાં મેઈલબોક્સને અનિચ્છિત અને સંખ્યાબંધ ઈમેલથી નહીં ભરી દઈએ.

હું એસ્ટ્રો પ્રોફાઈલનો મારો રિપોર્ટ કેવી રીતે સંગ્રહિત કરી શકુ?

આપ ફ્રી રિપોર્ટ માટે ઓર્ડર આપશો એટલે તુરંત સ્ક્રીન પર આપનો જવાબ આપવામાં આવશે તેમજ આપને ઈમેલ મારફતે પણ એસ્ટ્રો પ્રોફાઈલનો સંપૂર્ણ રિપોર્ટ મોકલવામાં આવશે. આથી આપ લોગઆઉટ કરશો તો પણ રિપોર્ટના જવાબો હંમેશા આપની પાસે સંગ્રહિત રહેશે. કૃપા કરી એક વાતની ખાતરી રાખજો કે આપ અમને જે ઈમેલ આઈડી આપો તે ૧૦૦% આપનું અંગત આઈડી હોવું જોઈએ.

શું હું એક જ રિપોર્ટ વારંવાર અથવા સંખ્યાબંધ લોકો માટે મેળવી શકુ?

હા. આપ એક જ ઈમેલ આઈડી રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરીને આ ફ્રી રિપોર્ટ ગમે તેટલી વખત લઈ શકો છો અને ગમે તેટલા લોકો માટે પણ લઈ શકો છો. જોકે, અમે આપને સુચન કરીએ છીએ કે અન્ય લોકોના રિપોર્ટ માટે આપ તેમના જ ઈમેલ આઈડીનો ઉપયોગ કરો કારણ કે તેનાથી તેઓ ઈમેલ આઈડી પર ફ્રી દૈનિક ફળકથન પણ મેળવી શકશે.

મારી પાસે મારા જન્મ સમયની ચોક્કસ માહિતી નથી તો શું આ રિપોર્ટ હું મેળવી શકુ?

એસ્ટ્રો પ્રોફાઈલ રિપોર્ટ માટે આપે માત્ર પોતાની જન્મતારીખ આપવી જરૂરી છે. આપના ચોક્કસ જન્મ સમયની માહિતી ન હોય તો પણ એસ્ટ્રો પ્રોફાઈલ રિપોર્ટ મળી શકે છે. જોકે આપ અમારી અન્ય નિઃશુલ્ક અથવા પેઈડ સેવા લેવા માંગતા હોવ તો તેમાં આપના જન્મ સમયની ચોક્કસ વિગતો જરૂર પડી શકે છે.

જો મારા જીવનની ચોક્કસ બાબત અંગે મારે વધારે માહિતી જોઈતી હોય તો કેવી રીતે મળશે?

આપનો એસ્ટ્રો પ્રોફાઈલ ફ્રી રિપોર્ટ મેળવ્યા બાદ જો આપ કોઈ ચોક્કસ બાબતે ઊંડાણપૂર્વક વિશ્લેષણ અને માર્ગદર્શન ઈચ્છતા હોવ તો અમારી વેબસાઈટ પર આપેલી વિવિધ પ્રોડક્ટ્સના વિભાગોમાંથી આપ પોતાને અનુકૂળ હોય તેવી પ્રોડક્ટ માટે ઓર્ડર આપી શકો છો. જો આ પ્રક્રિયામાં આપને કોઈપણ મદદની જરૂર હોય તો નિઃસંકોચ પણે આપ અમારા કસ્ટમર કૅર એક્ઝિક્યુટિવ્સ સાથે +91 79 61604100 (સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધીમાં ભારતીય સમય અનુસાર, કામકાજના દિવસોમાં) નંબર પર વાત કરી શકો છો અથવા contact@ganeshaspeaks.com પર અમને ઈમેલ પણ મોકલી શકો છો.

કસ્ટમર કેર

અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્સ સાથે predictions@ganeshaspeaks.com પર નિઃસંકોચપણે સંપર્ક કરો. આપ અમને જ્યારે પણ પૂછપરછ માટે ઈમેલ મોકલો ત્યારે, ઈમેલની સબ્જેક્ટ લાઈનમાં આપનો ઓર્ડર આઈડી (ઉદાહરણ તરીકેઃ 6176458) અચૂક લખજો જેથી આપની સમસ્યાના ઝડપી ઉકેલમાં અમને મદદ મળશે.
મોટાભાગે અમે ઈમેલ દ્વારા સંપર્કને વધુ પ્રાધાન્યતા આપતા હોવા છતાં, આપને તાત્કાલિક મદદની જરૂર હોય તો અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે 0091 79 61604100 નંબર પર (સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી IST, માત્ર સપ્તાહના કામકાજના દિવસો દરમિયાન) સંપર્ક કરી શકો છો .